News Updates
NATIONAL

રખડતા કુતરાનો ત્રાસ:વલસાડ જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં 40 હજારથી વધુ લોકોને રખડતા કુતરાઓ કરડ્યા, સ્ટ્રીટ ડોગ વધુ હિંશક રીતે એટેક કરતા હોવાનું સામે આવ્યું

Spread the love

વલસાડ જિલ્લામાં રખડતા કુતરાનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. છેલ્લા 3 વર્ષ દરમ્યાન રખડતા કુતરાઓ 40,006 લોકોને કરડ્યા હતા. જે પૈકી મોટા ભાગના લોકો વહેલી સવારે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. તો કેટલાક લોકો રાત્રી દરમ્યાન કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા અને કુતરાઓ બચકું ભરી જતા રહ્યા હતા. જે અંગે વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારીએ નગર પાલિકા અને પશુ ચિકિત્સકની ટીમને કૂતરા ઉપર અંકુશ લાવવા અને ખસિકરણ કરાવવા તેમજ હિંશક થવાનું કારણ દુરકરવા સૂચનો આપ્યા હતા.

વિધાનસભા સત્ર દરમ્યાન વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં રખડતા કૂતરાઓને લઈને કેટલા લોકોને કુતરાઓથી નુકસાની થઈ જે અંગે ધારાસભ્યએ પ્રશ્ન પૂછ્યો હતો. જે અંગે વલસાડ જિલ્લામાં ચોંકાવનારો આંકડો સામે આવ્યો હતો. છેલ્લા 3 વર્ષમાં વલસાડ જિલ્લામાં કુલ 40,006 લોકોને રખડતા કુતરાઓ બચકું ભરી નુકસાની પહોંચાડી હતી. મોટા ભાગે રાત્રી દરમ્યાન રસ્તા ઉપર સોસાયટીઓ અને એપાર્ટમેન્ટનું રક્ષણ સ્ટ્રીટ ડોગ કરતા હોય છે. કોઈ અજાણ્યો વ્યક્તિ મહોલ્લા કે સોસાયટીઓ પાસેથી પસાર થતા તેને ભસવા પાછળ દોડતા હોય છે. જેમાં ગભરાયેલ લોકો કૂતરું પાછળ દોડતા તે લોકો કુતરથી ગભરાઈને દોડવા લાગે છે. જેને લઈને કુતરાઓ મોટા ભાગના આવા કેસમાં કુતરાઓ માણસોને નુકશાની પહોંચાડતા હોય છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં 40,006 લોકોને કુતરોએ બચકું ભરતા સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા આવ્યાં હતા.

વલસાડ જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં 40,006 લોકોને કુતરાઓ કરડ્યા હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જેથી જિલ્લા આરોગ્ય વિભગની ટીમે જિલ્લા પશુપાલન કચેરી અને નગર પાલિકાની તેમજ ગ્રામ પંચાયત વિસ્તારોમાં વધતો જતો સ્ટ્રીટ ડોગનો ત્રાસ દૂર કરાવવા સૂચના આપી છે. સ્ટ્રીટ ડોગની વસ્તી અંકુશમાં લાવવા અથવાતો સ્ટ્રીટ ડોગનું આક્રમક થવાનું કારણ દૂર કરી ડોગ બાઈટના કેસો અંકુશમાં લાવવા જરૂરી પ્રયાસો કરવા અને કુતરાઓનું ખસિકરણ કરીને વધતી જતી વસ્તી અંકુશમાં લાવવા પ્રયાસ કરવા જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

કેસ 1
વાપી શહેરમાં રહેતો યુવક ફિલ્મ જોઈને ઘરે પરત ફરી રહ્યો હતો. સંજય પટેલ પોતાની બાઈક લઈને ફિલ્મ અંગે મિત્ર જગદીશ સાથે વાત કરતા જઈ રહ્યા હતા. જે દરમ્યાન અચાનક કુતરાઓનું ઝુન્ડ સંજયની બાઈક પાછળ દોડવા લાગ્યું હતું. જેથી સંજય પટેલે બાઈક ધીમી કરતા અન્ય કુતરાઓ પણ દોડી આવ્યા હતા. જેથી બાઈક અટકાવી રસ્તા ઉપરથી પથ્થર લઈ કુતરાઓનું એકત્રિત થયેલું ઝુન્ડ વિખેરી નાખ્યું હતું. અને લોકોને અપીલ છે કે રસ્તા વચ્ચે કુતરાઓનું ઝુન્ડ ફરતું હોય ત્યારે તમારું વાહનની ગતિ ધીમી કરવાથી કુતરાઓ તમારી પાછળ નહીં દોડે. કેટલાક વાહન ચાલકો કૂતરું પાછળ દોડે ત્યારે ગભરાઈને વાહનની સ્પીડ વધારી દેતા હોય છે. જેને લીધે કુતરાઓ વધુ આક્રમક બનીને લોકોને બચકું ભરતા હોવાનું સામે આવ્યું છે.

કેસ 2
વલસાડ શહેરમાં એક વૃદ્ધ મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. અચાનક હડકાયું બનેલુ કૂતરું અમારી સોસાયટી તરફ આવી રહ્યું હતું. સોસાયટીના કુતરાઓ તેને ભસીને સોસાયટીથી દૂર કરી રહ્યા હતા. અને હું ત્યાંથી મારા નિત્ય ક્રમ મુજબ ચાલવા જઈ રહ્યો હતો. ત્યારે હડકાયું બનેલુ કૂતરું અચાનક સોસાયટીના કુતરાઓ પાછળ આક્રમક બની દોડવા જતા વૃદ્ધને હડકાયા બનેલા કૂતરાએ બચકું ભરી લીધી હતું. અન્ય ચાલી રહેલા લોકો દોડી આવતા લાકડી વડે મારીને કુતરથી વૃદ્ધને બચાવ્યા હતા. પણ ત્યાં સુધીમાં હડકાયા બનેલા કૂતરાએ તેમને શિકાર બનાવી લીધો હતો. તાત્કાલિક સ્થાનિક લોકો વડીલને સિવિલ હોસ્પિટલ ચેકઅપ માટે લઈ ગયા હતા. અને કુતરાના ઇન્જેક્શનનો કોષ પૂરો કરાવ્યો હતો.
કેસ 3
વલસાડ તાલુકાના એક ગામમાં અંદાજે 5 વર્ષ પહેલાં કુદરતી હજાતે જતી 7 વર્ષની બાળકીને કુતાઓના ઝુંડે હુમલો કર્યો હતો. જેમાં બાળકીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પરિવારના સભ્યોએ તપાસ કરતા મરઘાં અને અન્ય નોનવેજનો કચરો નજીકમાં આવેલા ઉકરડામાં નોનવેજ દુકાન સંચાલકો નાખતા હોવાથી તે વિસ્તારમાં સ્ટ્રીટ ડોગને નોનવેજ ખાવાના આદિ બની ગયા હતા. તાલુકાના ગામડામાં આવેલી નોનવેજની દુકાન 4 દિવસથી બંધ રહેતા નોનવેજ ખાવાના આદિ બનેલા કુતરાઓએ ભૂખના માર્યો બાળકી ઉપર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું.

તિથલ રોડ ઉપર મોપેડ લાઈનેને પસાર થતી એક યુવતી પાછળ અચાનક 4 કૂતરા દોડવા લાગ્યા હતા. ગભરાયેલી યુવતીએ પોતાની મોપેડની સ્પીડ વધારતા કૂતરોએ આક્રમક બનીને યુવતીના પગમાં 5 જગ્યાએ બચકું ભરી લીઘું હતું. યુવતી બાઈક ઉપરથી સ્લીપ થઈને પડી ગઈ હતી. યુવતીને માથામાં અને શરીરે ઇજાઓ પહોંચી હતી. અન્ય વાહન ચાલકો અને રસ્તા ઉપરથી પસાર થતા સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવતા યુવતીને કુતરાના હુમલામાંથી બચાવી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. ત્યારથી યુવતીને તિથલ રોડ ઉપર રાતના સમયે મોપેડ ઉપર જતા બીક લાગે છે તેમ જણાવ્યું હતું.


Spread the love

Related posts

મોદી પહોંચ્યા શિરડી, સાંઈ મંદિરમાં પૂજા કરી:7500 કરોડની યોજનાઓનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- પહેલા ભ્રષ્ટાચારના આંકડા હતા, હવે વિકાસ થઈ રહ્યો છે

Team News Updates

EXCLUSIVE: JAYRAJSINH JADEJA દ્વારા કરાયેલ સંમેલન હોલ્ટ જમાવવાનું મિશન કે ફ્લોપ-શો??

Team News Updates

જોશીમઠ બાદ ઉત્તરાખંડના વધુ એક શહેર પર જોખમ:નૈનીતાલ ધસી રહ્યું છે, 10 હજાર ઘર પર જોખમ તોળાઈ રહ્યું; 250 ઘર ખાલી કરાવાયા

Team News Updates