અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલા સંભવિત Cyclone Biparjoyને ધ્યાને લઈ દમણ ખાતે 1 નંબરનું સિગ્નલ અપાયું છે. દમણના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાની અસરના પગલે અહીં દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
અરબી સમુદ્રમાં સર્જાઇ રહેલા સંભવિત Cyclone Biparjoyને ધ્યાને લઈ દમણ ખાતે 1 નંબરનું સિગ્નલ અપાયું છે. દમણના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાની અસરના પગલે અહીં દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
એક તરફ દેશભરમાં Cyclone Biparjoyને પગલે દરિયાકાંઠે એલર્ટ આપી દેવામાં આવ્યુ છે, લોકોને દરિયાકાંઠે અવરજવર કરવા માટે મનાઇ ફરમાવવામાં આવી છે. જો કે દમણમાં દરિયાકિનારે કઇક અલગ દ્રશ્યો જોવા મળ્યા. અહી મોટી સંખ્યામાં પ્રવાસીઓ નજરે ચઢી રહ્યા છે.
પ્રવાસીઓની બેદરકારી સાથે અહીં તંત્રની બેદરકારી પણ સામે આવી છે. એલર્ટ આપવા છતા દરિયાકિનારે કોઇ પ્રવાસીઓને અટકાવનાર અધિકારી જોવા મળ્યુ ન હતુ.
જો કે અન્ય તરફ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દમણના દરિયાકિનારે સાવચેતી રાખવામાં આવી રહી છે. હેલિકોપ્ટર દ્વારા અહીં પેટ્રોલિંગ વધારવામાં આવ્યુ છે.
તો દરિયો તોફાની બનવાની સંભાવનાઓને લઈને માછીમારોએ દરિયામાં ન જવા તંત્ર દ્વારા સૂચન કરાયુ છે. તેમજ વલસાડ જિલ્લા ફિસરિસ ડિપાર્ટમેન્ટ પણ એલર્ટ થયું છે. માછીમારોને દરિયો નહીં ખેડવા અથવા દરિયામાં ગયેલા માછીમારોને પરત આવવા સૂચના અપાઈ છે.