મહારાષ્ટ્રમાં પુણે-અમદનગર રોડ પર ઇથિલિન ઓક્સાઇડ વહન કરતું ગેસ ટેન્કર રોડ પર પલટી ગયું. આ ટેન્કરમાંથી ગેસ લીક થઈ રહ્યો છે, જેના કારણે આગ અને વિસ્ફોટનો ભય છે.
પુણે ફાયર વિભાગની ટીમ સ્થળ પર હાજર છે. તેમની સાથે રિલાયન્સ પેટ્રોકેમિકલ્સના નિષ્ણાતો પણ હાજર છે. કોઈપણ વિસ્ફોટને રોકવા માટે, ટાંકી પર પાણીનો સતત છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ટાંકી ખાલી કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ ઘટના ગીચ વસતિવાળા વિસ્તારમાં બની હતી
પુણે-અમદાનગર રોડ પર વડગાંવ શેરી ચારરસ્તા પાસે ટેન્કર પલટી ગયું. જ્યાં ટેન્કર પલટી ગયું તે વિસ્તાર વસતિ ધરાવતો વિસ્તાર છે. મામલાની માહિતી મળતા જ વહીવટીતંત્રના વિવિધ વિભાગોની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે પણ ચાર્જ સંભાળી લીધો છે. ફાયર બ્રિગેડની 8 ટુકડીઓ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.
ટેન્કર પર પાણીનો છંટકાવ કરતી ફાયર બ્રિગેડની ટીમ
ફાયર બ્રિગેડના વાહનો ટેન્કર પર સતત પાણીનો છંટકાવ કરી રહ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ટાળી શકાય. આ લીકને કાબૂમાં લેવા માટે રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ કંપનીની બચાવ અને સમારકામ ટીમને બોલાવવામાં આવી છે. પોલીસ વિભાગે ટ્રાફિકને કંટ્રોલ કર્યો છે. આ રોડ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.