લિફ્ટના બહાને મહિલા સાથે આખી રાત વારાફરતી કર્યો ગેંગરેપ, અશ્લીલ ફોટો પાડી કરી દીધા વાયરલ

0
191

મોડી રાત્રે પોતાના સંબંધીના ઘરેથી પોતાના ઘરે પાછી જઈ રહેલી 38 વર્ષીય મહિલાને બે યુવકોએ તેના ઘર સુધી છોડવાની લાલચ આપી બાઈક પર બેસાડી અને દુર્ગમ સ્થળે લઇ ગયા. અહીંયા પહોંચી આરોપીઓએ ના ખાલી બળાત્કાર કર્યો પરંતુ અશ્લીલ ફોટો પાડી તેનો વીડિયો પણ બનાવ્યો. વહેલી સવારે મહિલાને ધમકી આપીને છોડી દીધી કે જો તે કોઈને આ ઘટનાની જાણ કરશે તો વીડીયો અને ફોટો વાયરલ કરી દેશે.

તેમ છતાં સોશિયલ મીડિયા પર મહિલાના અશ્લીલ ફોટો વાયરલ કરવામાં આવ્યા. આ જોઈને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે કેસ નોંધી લીધો હતો. મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે ૨૭ ઓગસ્ટની મોડી રાત્રે પાસેના ગામમાં આવેલા પોતાના સંબંધીના ઘરેથી પાછી ફરી રહી હતી. તે દરમિયાન બાઈક પર સોનુ તેમજ રાજવીર સિંહએ તેને કહ્યું કે તેઓ પણ ગામ જઈ રહ્યા છે તેને ઘર સુધી મૂકી આવશે.

એવામાં ગામના જ લોકો હોવાને કારણે મહિલા ભરોસો કરી બાઈકની પાછળ બેસી ગઈ પરંતુ આરોપી મહિલાને ગામ લઇ જવાને બદલે ટ્યુબવેલની કોઠરીમા લઈ ગયા જ્યાં તેની સાથે વારાફરતી બળાત્કાર કરવામાં આવ્યો. આ દરમિયાન આરોપીઓએ મહિલાના વીડીયો અને ફોટો પણ પાડ્યા. બદનામીના ડરના કારણે આ મહિલા આટલા દિવસ સુધી ચુપ રહી કારણ કે આરોપીઓએ તેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી.

જોકે ધમકી મળ્યા બાદ પોલીસે પાસે મહિલાએ ફરિયાદ ન કરી હતી તેમ છતાં ફોટો વાયરલ કરી દીધા. આ ફોટોને જોઈ મહિલા તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી. મહિલાનું મેડીકલ પરિક્ષણ કર્યા બાદ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધી પોલીસે તેમની ધરપકડના પ્રયત્નો શરૂ કરી દીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here