સેન્ટ્રલ અમેરિકાના સલ્વાડોર સ્ટેડિયમમાં ફૂટબોલ મેચ દરમિયાન માતમનો માહોલ જોવા મળ્યો. એક ફૂટબોલ મેચ દરમિયાન નાસભાગ થતા 9 લોકોના મોત થયા હતા. ફૂટબોલ ફેન્સ એક સ્થાનીય ટૂર્નામેન્ટ જોવા માટે સ્ટેડિયમમાં જમા થયા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
સેન્ટ્રલ અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફૂટબોલના સ્ટેડિયમમાં સામાન્ય રીતે ખેલાડીઓની રમતના કારણે દર્શકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે. પણ હાલમાં સેન્ટ્રલ અમેરિકાના સલ્વાડોર સ્ટેડિયમમાં ફૂટબોલ મેચ દરમિયાન માતમનો માહોલ જોવા મળ્યો. એક ફૂટબોલ મેચ દરમિયાન નાસભાગ થતા 9 લોકોના મોત થયા હતા. ફૂટબોલ ફેન્સ એક સ્થાનીય ટૂર્નામેન્ટ જોવા માટે સ્ટેડિયમમાં જમા થયા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
મળતી માહિતી અનુસાર નાસભાગ એ સમયે થઈ જ્યારે ફેન્સ અલિયાંજા અને એફએએસ ટીમ વચ્ચે મેચ જોવા માટે સ્ટેડિયમમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. આ સ્ટેડિયમ રાજધાનીથી લગભગ 41 કિલોમીટર પૂર્વોત્તરમાં સ્થિત છે. નાસભાગ વચ્ચે ઘાયલોની સારવાર ફૂટબોલના મેદાન પર કરવામાં આવી હતી. આ દરમિયાન મેદાન પર ઘણા મૃતદેહ રડતા પરિવારજનો પણ જોવા મળ્યા હતા.
જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2017માં સેનેગલમાં ડકારમાં ફૂટબોલ લીગ કપ ફાઈનલ સમયે સ્ટેડિયમમાં નાસભાગ થઈ હતી. જેમાં આઠ લોકોના મોત થયા હતા. જ્યારે 60થી વધારે લોકો ઘાયલ થયા હતા.
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈ દંગ રહી ગયા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કેટલીક વાર વધારે પડતો ઉત્સાહ, મોતને નિમંત્રણ આપતો હોય છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કેટલાક લોકોની ભૂલને કારણે ઘણા પરિવારો વિખરાઈ ગયા. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.