કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમેં દેશમાં કોરોના વાયરસના વધતાં કેસને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે દાવો કર્યો કે ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં લોકડાઉન રણનીતિનો લાભ ઉઠાવી ન શકાયું તેમણે અંદાજો લગાવ્યો છે કે ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સપ્ટેમ્બર મહિનામાં 65 લાખ થઇ જશે.
- ભારતમાં સતત વધતા જતા કોરોના કેસ મુદ્દે ચિદમ્બરમે સરકારને ઘેરી
- ભારત એકમાત્ર દેશ છે જ્યાં લોકડાઉનનો ફાયદો નથી મળ્યો : ચિદમ્બરમ
- PM જવાબ આપે કે ભારતમાં લોકડાઉન કેમ ફેલ થયું : ચિદમ્બરમ

સતત વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ
- સુશાંતના મોતનું કારણ CBI હજુ શોધી શક્યું નથી ત્યાં સ્વામીએ જણાવી દીધા 2 કારણો
- SBI ગ્રાહકો માટે મોટા સમાચાર, આ જાણી લેજો નહીંતર બૅંક ખાતું ખાલી થઈ જશે
- કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કંપનીઓ થઈ માલામાલ જ્યારે ખેડૂતો બેહાલ થયાના આરોપ
નોંધનીય છે કે આજે દેશમાં કોરોના વાયરસના કુલ કેસ 40 લાખની પાર થઇ ગયા છે જ્યારે 31,07,227 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી. આમ સતત વધતા જતા કોરોનાના ગ્રાફ પર ચિદમ્બરમે સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા.
‘મેં પહેલા જ અનુમાન લગાવ્યું હતું’
ચિદમ્બરમે કહ્યું કે મેં 30 સપ્ટેમ્બર સુધી કોરોના કેસની સંખ્યા માટે 55 લાખનું અનુમાન લગાવ્યું હતું. ભારતમાં 20 સપ્ટેમ્બર સુધી તે આંકડા પહોંચી જશે અને મહિનાના અંત સુધી તો 65 લાખે આંકડો જશે.

PM મોદી પાસે માંગ્યો જવાબ
તેમણે આ મુદ્દે સરકારની નિષ્ફળતાઓ ગણાવતા કહ્યું કે ભારત એકમાત્ર દેશ છે જ્યાં લોકડાઉનનો ફાયદો નથી મળ્યો. વડાપ્રધાન મોદીએ 21 દિવસમાં કોરોના વાયરસને હરાવવાનો વાયદો કર્યો છે અને તેમણે જવાબ આપવો જોઈએ કે ભારતમાં લોકડાઉન કેમ ફેલ થયું જ્યારે બીજા દેશ તો સફળ દેખાઈ રહ્યા છે.
અન્ય એક ટ્વિટમાં ચિદમ્બરમે અર્થવ્યવસ્થા મુદ્દે નાણા મંત્રાલય પર નિશાન તાકીને કહ્યું કે તેમની પાસે વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં થયેલ અભૂતપૂર્વ નકારાતામ્ક વૃદ્ધિનો કોઈ જવાબ જ નથી. પણ ભારતનાં લોકોને ભ્રમિત કરવા માટે ફરીથી વિકાસની રફતાર પકડવાની જૂની રમત જ સામે આવી છે.