News Updates
NATIONAL

વિદેશમાં બેઠાં-બેઠાં ગુજરાત યુનિવર્સિટીમાં ભણો:પશ્ચિમ ભારતની પહેલી યુનિવર્સિટી, જે ઓનલાઇન કોર્સ ભણાવશે, 1 જૂન પહેલાં એડમિશન પ્રક્રિયા શરૂ

Spread the love

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગત વર્ષે ઓનલાઇન કોર્સની જાહેરાત કરવામાં આવી હતી. જોકે હવે ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઇન કોર્સ માટે એડમિશન પ્રક્રિયા શરૂ થશે. 1 જૂન પહેલાં ઓનલાઇન કોર્સ માટેની પ્રવેશપ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. યુનિવર્સિટીમાં અલગ-અલગ 6 કોર્સ માટે પ્રવેશપ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ પહેલ દ્વારા ગુજરાત યુનિવર્સિટી એ રાજ્ય અને પશ્ચિમ ભારતની પ્રથમ યુનિવર્સીટી હશે કે, જેમાં ઓનલાઇન કોર્સ ભણાવવામાં આવશે.

1 જૂન પહેલાં એડમિશન પ્રક્રિયા શરૂ થશે
ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો હવે સરળ બનશે. તમે વિશ્વના કોઈપણ ખૂણે બેઠાં-બેઠાં ગુજરાત યુનિવર્સિટીના કોર્સ ઓનલાઇન ભણી શકશો. આ કોર્સમાં પ્રવેશ પરીક્ષા અને પરિણામ ઓનલાઇન જ રહેશે. ઉંમરની કોઈપણ મર્યાદા રાખવામાં આવી નથી, જેથી કોઈપણ વયની વ્યક્તિ આ કોર્સ ભણી શકશે.1 જૂન પહેલાં યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન કોર્સ માટેની પ્રવેશપ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

વિદ્યાર્થી વિશ્વના કોઈપણ ખૂણેથી બેઠાં-બેઠાં ભણી શકશે
BA, MA, BCOM, MCOM, MSC મેથેમેટિક્સ, આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સહિતના કોર્સ ઓનલાઇન ભણાવવામાં આવશે. આ ઉપરાંત 25થી વધારે ડિપ્લોમા કોર્સ અને 30થી વધુ સર્ટિફિકેટ કોર્સ ભણાવવામાં આવશે. વિદ્યાર્થી વિશ્વના કોઈપણ ખૂણેથી બેઠાં-બેઠાં ભણી શકશે.

ગુજરાતમાં પહેલીવાર યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન ભણાવવામાં આવશે
આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે જાહેરાત અગાઉ કરવામાં આવી હતી, પરંતુ મિડ સેમેસ્ટરને કારણે પ્રવેશ અટકી ગયો હતો. ટૂંક સમયમાં રૂપરેખા જાહેર કરીને એડમિશન ફોર્મ મૂકવામાં આવશે.1 જૂન પહેલાં જ પ્રવેશપ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ કોર્સ સાથે MCAના સ્પેશિયલ વર્ગ માટે પણ મંજૂરી મળી છે. ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારે ઓનલાઇન ભણાવવામાં આવશે.


Spread the love

Related posts

રાહુલ ગાંધી ગેરેજ પછી હવે આજે શાકમાર્કેટ પહોંચ્યા:દિલ્હીમાં શાકભાજી અને ફળના વેપારીઓ સાથે વાતચીત કરી, વેપારીઓને પડી રહેલી મુશ્કેલીઓ જાણી

Team News Updates

અંતે ફાઇનલ થયું, ‘અવશેષ યુવતીના જ છે’:સિદ્ધપુરમાં પાઇપમાં વારંવાર અથડાવાથી શરીરના સાંધા, ચામડી અને માંસના લોચા નીકળી ગયા, પી.એમ રિપોર્ટમાં ખુલાસો

Team News Updates

નમો ‘નવમતદાતા સંમેલન’માં PMનો સંવાદ:મોદીએ ફર્સ્ટ ટાઈમ વોટર્સને કહ્યું- તમારો એક મત ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે; દેશના વિકાસની જવાબદારી યુવાનો પર છે

Team News Updates