કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ હજુ નક્કી થઇ નથી, પરંતુ રાજકીય માહોલમાં અત્યારથી ગરમાવો જોવા મળી રહ્યો છે. કારણ કે વલસાડમાં કપરાડા બેઠકની પેટાચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના 400 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ખેસ પહેરાવી તમામ 400 કાર્યકરોને આવકાર્યા હતા. જોકે આ અગાઉ કેટલાક કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, વલસાડ જિલ્લાના અરનાલા ખાતે મળેલી કોંગ્રેસના પ્રોગામમાં આજે મોટી હલચલ જોવા મળી હતી. અહીં ભાજપના 400 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના નેતા અમિત ચાવડાના હસ્તે ખેસ પેહરી ભાજપના 400થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. ભાજપના 400 કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈને કોંગ્રેસ જીંદબાદના નારા પણ લગાવ્યા હતા.