News Updates
BUSINESS

ફેરારી કંપનીની સંપૂર્ણ કહાની:કાર ખરીદવા માટે અરજી કરવી પડે છે, એકમાત્ર કંપની, જેની પાસે પોતાનો ટેસ્ટિંગ રેસટ્રેક છે

Spread the love

લક્ઝરી કારનો ઉલ્લેખ ફેરારી વિના અધૂરો છે. ઇટલીની આ લક્ઝરી બ્રાન્ડ તેની સ્પોર્ટ્સ કાર માટે આજે આખી દુનિયામાં ફેમસ છે. તેની ઝડપ અને એન્જિનનો અલગ અવાજ તેની ઓળખ છે. ઇટલી, યુનાઇટેડ કિંગડમ અને જર્મની તેના સૌથી મોટા બજારો છે.

યુરોપ, મધ્ય પૂર્વ અને આફ્રિકા સહિત, ફેરારી દર વર્ષે 5 હજારથી વધુ કારનું વેચાણ કરે છે. ફરારી પાસે ફોર્મ્યુલા વન રેસિંગમાં સૌથી વધુ વિજેતા ડ્રાઈવરો છે. અત્યાર સુધીમાં 39 ફેરારી ડ્રાઈવરોનો વિજેતા થયા છે.

આજે અમેરિકા, ભારત, દક્ષિણ આફ્રિકા, સંયુક્ત આરબ અમીરાત, સિંગાપોર, સાઉદી અરેબિયા, યુક્રેન, હોંગકોંગ જેવા દેશોમાં તેના સ્ટોર્સ છે. એક સ્ટાર્ટઅપ તરીકે શરૂ થયેલી કંપનીનું આજે માર્કેટ કેપ લગભગ 4.45 લાખ કરોડ રૂપિયા છે. વિશ્વની 25 સૌથી ઝડપી કારમાંથી ફેરારી 16માં નંબરે આવે છે.

ફેરારીની કહાની 1939થી શરૂ થાય છે. આ એ જ વર્ષ હતું જ્યારે બીજું વિશ્વ યુદ્ધ શરૂ થયું હતું. કંપની શરૂ કરનાર વ્યક્તિનું નામ એન્ઝો ફેરારી હતું. 1898માં જન્મેલા એન્ઝોના પરિવારમાં સુથારીકામનો વ્યવસાય હતો.

પરંતુ 1916 માં, ઈટાલિયન ફ્લૂ રોગચાળામાં તેના પિતા આલ્ફ્રેડો અને ભાઈ આલ્ફ્રેડો જુનિયર ફેરારીનું મૃત્યુ થયું હતું. ધંધો ખતમ થઈ ગયો.આ રીતે પરિવારની સમગ્ર જવાબદારી એન્ઝોના માથે આવી ગઈ. નોકરીની શોધમાં એન્ઝો પ્રથમ વિશ્વયુદ્ધમાં સેનામાં જોડાયો.

અને ઇટાલિયન આર્મીની થર્ડ માઉન્ટેન આર્ટિલરી રેજિમેન્ટનો ભાગ બન્યો. એન્ઝો પોતે 1918 માં ફ્લૂ પેનડેમિકની ઝપેટમાં આવી ગયો હતો. બીજી બાજુ, યુદ્ધ તે જ સમયે સમાપ્ત થયું અને તેને તેની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. નવી નોકરીની શોધમાં એન્ઝોએ CMN નામની કાર મેન્યુફેક્ચરિંગ કંપનીમાં ટેસ્ટ ડ્રાઈવર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

ત્યાં તેના બોસે તેની ડ્રાઇવિંગ કુશળતા જોઈને તેને કાર રેસમાં પ્રયાસ કરવા કહ્યું. આ રીતે એન્ઝો રેસિંગ ડ્રાઈવર બન્યો. 1920 અને 1939 ની વચ્ચે, તેણે ઘણી ગ્રાન્ડ પ્રિકસ રેસમાં ભાગ લીધો હતો.

1932 માં, એન્ઝો આલ્ફા રેસ કાર નામની ફેક્ટરી બનાવવા અને તેનું મેનેજ કરવા માટે રેસિંગથી દૂર ગયો. તેણે રેસિંગ ટીમ પણ બનાવી. આ સમયથી એન્ઝો દ્વારા બનાવેલી ગાડીઓ પર કૂદતા ઘોડા જોવા મળ્યા હતા.

આલ્ફાના મેનેજિંગ ડિરેક્ટર સાથેના અણબનાવ પછી એન્ઝોએ 1939માં કંપની છોડી દીધી. અને Auto Avio Castruzzioni નામની કંપની શરૂ કરી. તે અન્ય વાહનો માટે તેના પાર્ટ્સ બનાવતો હતો.

આ દરમિયાન બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ અને એન્ઝોએ ઈટાલીના ફાસીવાદી મોસુલીનીના દબાણ હેઠળ હથિયારો બનાવવા પડ્યા. આ જ કારણ હતું કે યુએસ એરફોર્સે મોડેનામાં બનેલી આ ફેક્ટરી પર બોમ્બમારો કરાયો હતો. પછી એન્ઝો મોડેનાથી મેરાનેલા આવી ગયો અને બીજી ફેક્ટરી સ્થાપી હતી.

1940માં કંપનીએ કાર લોન્ચ કરી. સાત વર્ષ પછી, 1947માં, એન્ઝોએ ફેરારી S.p.A. નામની કંપની શરૂ કરી. આ કંપનીએ જે પ્રથમ કાર લોન્ચ કરી તે 125 S એટલે કે 125 સ્પોર્ટ્સ હતી. કંપનીની પ્રથમ ફેક્ટરી ઇટલીના મરાનેલ્લોમાં બનાવવામાં આવી હતી.

લોગોની કહાની: ફેરારીનો લોગો એ બીજા વિશ્વ યુદ્ધના ફાઇટર પાઇલટને શ્રદ્ધાંજલિ છે

ફેરારીના ચમકદાર લોકોને કોણ ઓળખતું નથી. આગળના બંને પગ હવામાં ઉઠાવીને એક ઘોડો અને બેકગ્રાઉન્ડમાં પીળો રંગ. આ લોકોની પાછળ એક રસપ્રદ કહાની છે. વાસ્તવમાં, પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન, ઇટાલિયન ફાઇટર પ્લેન પાઇલટ ફ્રાન્સેસ્કો બરાક્કા તેના દરેક પ્લેન પર આ નિશાન બનાવતા હતા.

એન્ઝો ફેરારીએ 1923માં સાવિયો સર્કિટમાં જીત મેળવી હતી અને તેને પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા ફ્રાન્સેસ્કોના માતા-પિતા કાઉન્ટ એનરિકો બરાકા અને કાઉન્ટેસ પાઓલિનાને મળવાની તક આપવામાં આવી હતી.

એક દિવસ ફ્રાન્સેસ્કોના પિતા, કાઉન્ટેસ, મજાકમાં એન્ઝોને પૂછ્યું કે મારા પુત્રના કુદતા ઘોડાઓને તમારી કારમાં બેસાડી લો. ફેરારીને આ વાત ગમી ગઈ. અને જ્યારે તેણે તેની કાર બનાવી, ત્યારે તેણે તેના પર ફ્રાન્સેસ્કોના કુદતો ઘોડો લગાવી દીધો હતો.

ફેરારી કાર ખરીદવા માટે અરજી કરવી પડે છે

ફેરારી કાર ખરીદવા માટે, કારની રિલીઝ તારીખના એક વર્ષ પહેલા અરજી કરવી પડે છે. વિશ્વભરના ધનિક લોકોની આ અરજીઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. કંપની ઘણા શક્તિશાળી અને અમીર લોકોની અરજીઓ પણ ફગાવી દે છે.

ફેરારી પાસે લગભગ 200 લોકોની યાદી છે જેમને નવી કાર લોન્ચ કરતી વખતે ધ્યાન આપવામાં આવે છે.કંપની તેના ગ્રાહકોની માંગ અનુસાર દરેક કારમાં સ્પેસિપિકેશન જોડે છે. કાર ડિઝાઇનર્સ સાથે ગ્રાહકોને સીધા જ જોડે છે.

અને તેઓ તેમની ડિમાન્ડ પ્રમાણે કારને ડિઝાઇન કરે છે. કંપનીની ફિલોસોફી વિશે, એન્ઝો ફેરારીએ એકવાર કહ્યું હતું કે મારી કારની મોટર્સમાં આત્મા હોય છે. ફેરારી ચલાવનાર કોઈપણ કહી શકે છે, અમારી સ્પેશિયાલિટી એક્સપીરિયંસ છે.

પડકારો: 1950 અને 1970 ની વચ્ચે 32 ડ્રાઇવરના મૃત્યુએ ફેરારીના સેફ્ટી ફીચર્સ સામે સવાલો ઉભા કર્યા

1950 અને 1970 ના દાયકાની વચ્ચે, 32 ફેરારી ડ્રાઇવરો માર્યા ગયા. આ મૃત્યુને કારણે ફેરારીની રેસિંગ કારમાં સેફ્ટી ફીચર્સ સામે સવાલો ઉભા થયા હતા. છેલ્લે, 1970માં, ફેરારીની ફોર્મ્યુલા વન રેસિંગ કારમાં ઓપન કોકપિટ એક્ઝિટની સુવિધા કરી હતી.

આનાથી ડ્રાઇવરો અકસ્માતના કિસ્સામાં બહાર નીકળી શકતા હતા. 1980ના દાયકામાં, કારમાં વધુ સુધારા કરવામાં આવ્યા હતા, જેમાં બહારની બોડી એલ્યુમિનિયમની જગ્યાએ કાર્બન ફાઇબરની બનાવવામાં આવી. આ રીતે, 90ના દાયકાથી લઈને અત્યાર સુધી, ફેરારી રેસિંગના સંદર્ભમાં તેની કારમાં સુરક્ષા સુવિધાઓને વધારતી રહી છે.

વિવાદ: ફોર્ડથી લઈને વિવાદ તો, લેમ્બોર્ગિની કંપનીની રચનાનું કારણ ફેરારી છે

ઇટાલીના રહેવાસી, ફેરુચિયોને સ્પોર્ટ્સ કાર પસંદ હતી. તેનો પોતાનો ટ્રેક્ટરનો બિઝનેસ હતો. તેણે પોતાના માટે ઘણી સ્પોર્ટ્સ કાર પણ ખરીદી છે. તેમાંથી એક ‘Ferrari 250 GT Coupe’ હતી. આ વાત 1958ની છે. ફેરુચિયોને તેની ફેરારીમાં ઘણી ખામીઓ જોવા મળી હતી. આ વાત કહેવા તે ફેરારીની ઓફિસે પહોંચ્યા હતા.

જ્યારે તેણે ફાઉન્ડર એન્ઝો ફેરારીને આ વાત કહી ત્યારે એન્ઝોએ ટોણો માર્યો કે ખામી કારમાં નથી, પરંતુ કદાચ ડ્રાઈવરમાં છે. તમે તમારા ટ્રેક્ટરનું કામ જુઓ. આ વાત ફેરુચિયોને અપમાન લાગી હતી.

આનો બદલો લેવા માટે તેણે માર્કેટમાં સ્પોર્ટ્સ કાર લાવવાનું વિચાર્યું. આ રીતે લમ્બોર્ગિનીએ 1963માં તેની પ્રથમ સ્પોર્ટ્સ કાર 350GTV લોન્ચ કરી હતી. ફેરારીની ખ્યાતિમાં બીજો વિવાદ ફોર્ડ સાથેનો છે. વર્ષ 1963 હતું, ફેરારી રેસિંગ કાર સેગમેન્ટ પર રાજ કરતી હતી.

પરંતુ તે જ સમયે અમેરિકાની ઓટોમોબાઈલ કંપની ફોર્ડની નજર આ સેગમેન્ટ પર હતી. વાસ્તવમાં આ તે સમય હતો જ્યારે અમેરિકા બીજા વિશ્વ યુદ્ધની મંદીમાંથી બહાર આવ્યું હતું. આખી નવી પેઢી લક્ઝરી વસ્તુઓ પર ખર્ચ કરવા તૈયાર હતી. આમાં રેસિંગ કાર પણ હતી.

ત્યારે અમેરિકાના ઓટોમોબાઈલ સેગમેન્ટમાં લીડ કરી રહેલ ફોર્ડ, આ સેગમેન્ટમાં પ્રવેશ કરવાનો ઈરાદો કર્યો.બીજી તરફ, આ એ જ સમય હતો જ્યારે ઈટાલીની કંપની ફેરારી રેસિંગ કાર સેગમેન્ટમાં લીડ કરી રહી હતી. પરંતુ ફોર્ડનો ઈરાદો ફેરારી સાથે સ્પર્ધા કરવાનો ન હતો પરંતુ તેને ટેકઓવર કરવાનો હતો.

તે સમયે, ફોર્ડના માલિક હેનરી ફોર્ડ 2એ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રેસિંગ કાર નહીં બનાવે પરંતુ રેસિંગ કાર કંપનીને ટેકઓવર કરશે. અને ત્યાંથી જ ફેરારીને કબજે કરવાનો વિચાર આવ્યો.

બંને કંપનીઓ વચ્ચે ઘણા મહિનાઓની વાટાઘાટો પછી, 1963ના ઉનાળામાં એવું જણાયું હતું કે એગ્રીમેન્ટ થઈ જશે. પરંતુ આ બધું ત્યારે અટકી ગયું જ્યારે એન્ઝોએ કોન્ટ્રાક્ટમાં વાંચ્યું કે ફોર્ડ ફેરારીની રેસિંગ ટીમ અને તેના બજેટને નિયંત્રિત કરશે.

એન્ઝોએ કોઈપણ કિંમતે આ સ્વીકાર્યું નહીં. તે કંપનીના મોટર સ્પોર્ટ્સ સાથે જોડાયેલા તમામ અધિકારો પોતાની પાસે રાખવા માંગતો હતો. કોન્ટ્રેક્ટમાં આ કલમ અંગેનો વિવાદ એટલો વધી ગયો કે એન્ઝોએ ફોર્ડના માલિકને સાચું-ખોટું સંભળાવી દીધું હતું. એવું કહેવાય છે કે આ ગુસ્સામાં એન્ઝોએ ફેરારીનો મોટાભાગનો હિસ્સો FIAT, એક ઈટાલિયન ઓટોમોબાઈલ કંપનીને વેચી દીધો હતો.


Spread the love

Related posts

લગ્નની સિઝનમાં ઓછા રોકાણમાં શરૂ કરો ક્રિએટિવિટી વાળો આ બિઝનેસ, થશે તગડી કમાણી

Team News Updates

કિવીની ખેતીમાં બમ્પર કમાણી, એક હેક્ટરમાં આ રીતે ખેતી કરવાથી લાખોની કમાણી થશે

Team News Updates

ચંદ્રયાન-3 હવે ચંદ્રથી માત્ર 30KM જ દૂર:લેન્ડરની ગતિ ધીમી થઈ; 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ માટે ફોલો કરવી પડશે આ પ્રક્રિયા

Team News Updates