૨ાજકોટમાં કો૨ોના એટલે જાણે યમદૂત જ માનવામાં આવતાં હોય તેમ ૨ાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓના જીવ લઈ ૨હયાં છે. આજે વધુ ૨પ લોકોના મોત નિપજતાં લોકોમાં ફફળાટ સાથે ચિંતા જોવા મળી ૨હી છે.
૨ાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કો૨ોનાના દર્દીઓની સંખ્યા વધી ૨હી છે. તેમની સામે દ૨૨ોજ હજા૨ોની સંખ્યામાં ટેસ્ટ ક૨વામાં આવતાં પોઝિટીવ કેસનો આંકડો પણ વધી ૨હયો છે. આ જોતા કો૨ોના છેલ્લા એક મહિનામાં ભયંક૨ સ્થિતિએ પહોંચ્યો હોવાનું સ્પષ્ટ પણે મનાઈ આવે છે. આ બધા વચ્ચે કો૨ોનાથી મૃત્યુ દ૨ ઘટવાનું નામ લેતો નથી ૨ાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દ૨૨ોજના ૨૦ થી ૨પ લોકો મોતના મુખમાં ધકેલાઈ ૨હયાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨ાજકોટ શહે૨ના ૧૯, ગ્રામ્યના બે અને અન્ય જિલ્લ્ાના ૪ દર્દીઓના મોત નિપજતાં મૃત્યુ આકં ૨પ એ પહોંચ્યો છે. જયા૨ે છ દિવસમાં ૧પ૧ લોકોના મોત નિપજયાં છે.
રાજકોટમાં કેસ અને કોરોનાથી મોતની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે જે મોટી ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં ઘણા લોકો ફરી થોડા દિવસનું લોકડાઉન જરી છે તેવું માનવા લાગ્યા છે. બે દિવસ પહેલા તબીબી જગતે પણ રાજકોટમાં લોકડાઉન જરી છે તેવો મત વ્યકત કર્યેા હતો.
રાય અને કેન્દ્ર સરકારે અનલોક–૪માં ઘણી છૂટછાટ આપી છે અને તેને કારણે લોકો પણ થોડા બેફીકર બન્યા છે.
આવી સ્થિતિમાં હવે જથ્થાબધં કેસ આવી રહ્યા છે. અનેક સરકારી કચેરીઓ, બેંકો, ખાનગી ઓફિસોમાં કેસ જોવા મળી રહ્યા છે. ૧૦૦ જેટલા ડોકટરો પણ સંક્રમિત છે અને ૪૦ જેટલા જવેલર્સના મોત પણ થઇ ચુકયા છે. આમ રાજકોટમાં દિવસેને દિવસે સ્થિતિ ગંભીર થતી જાય છે આવી સ્થિતિમાં લોકડાઉન એક અસરકારક ઉપાય હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જો કે, કેટલાક એમ માને છે કે, શહેરને બચાવવા માટે લોકડાઉન જરી છે છતાં જો આ શકય ન હોય તો સોશીયલ ડીસટન્સનો કડક અમલ કરાવવો જરી છે. જો જુદા જુદા તત્રં જો કડકાઈ રાખે અને કાર્યક્રમોની મંજુરી આપવા માટેના નિયમોનો અમલ ચુસ્તપણે કરાવે તો પણ સંક્રમણ અટકાવી શકાશે ખાસ કરીને રાજકીય પક્ષો ઉપર લગામ રાખવી જરી છે. રાજકોટમાં સી.આર.પાટીલે રેલી યોજી હતી અને તેમાં નિયમો તૂટા હતા તો બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલે પણ નિયમો તોડા હતા. આવી સ્થિતિમાં આવા કાર્યક્રમો ઉપર લગામ જરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નેતાઓના જાહેર કાર્યક્રમો પછી જ રાજકોટમાં કેસ અને મોતાના આંકડા ચિંતાજનક રીતે વધ્યા છે