News Updates
RAJKOT

બિપોરજોય અંગે મેયરની અધ્યક્ષતામાં બેઠક:રાજકોટમાં 14-15 જૂને રેસકોર્સ સ્પોર્ટ્સ સંકુલો, ગાંધી મ્યુઝિયમ, પ્રદ્યુમન પાર્ક અને રામવન બંધ રાખવાનો નિર્ણય, 24 કલાક કંટ્રોલરૂમો કાર્યરત

Spread the love

બિપોરજોય વાવાઝોડા અંગે રાજકોટમાં મેયર ડૉ. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં આવશ્યકતા પડ્યે લોકોનું સ્થળાંતર, ફૂડ પેકેટ, તમામ વોર્ડમાં જર્જરિત કે ભયગ્રસ્ત બાંધકામમાં રહેતા લોકોનું સ્થળાંતર, કંટ્રોલ રૂમ, ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈનાત રાખવી વગેરે મુદ્દા અંગે ચર્ચા વિચારણા કરી સંબંધિત અધિકારીઓને મેયર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી.

વર્તમાન સંજોગોમાં આવા જાહેર સ્થળોએ જવાનું ટાળે
આ અંગે મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, વાવાઝોડા દરમ્યાન રાહત બચાવની કામગીરી માટે આવશ્યકતા મુજબની ટીમો તૈયાર કરી સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. સાથોસાથ કંટ્રોલરૂમ અને ફાયર સ્ટેશનો 24 કલાક એલર્ટ મોડ પર રહેશે. ભારે પવનને કારણે ઝુપડપટ્ટીઓના પતરા ઉડવાની ભીતી રહેતી હોય છે. આ માટે સાવચેતીના પગલાંરૂપે તા. 14 અને તા. 15 જુન દરમ્યાન રેસકોર્સ સ્પોર્ટ્સ સંકુલો, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય, રામવન બંધ રહેશે તેમજ જળાશયો પર લોકોની અવરજવર ટાળવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોકે, લોકો સમજદારીપૂર્વક વર્તમાન સંજોગોમાં આવા જાહેર સ્થળોએ જવાનું ટાળે એ પણ જરૂરી છે.

મેડીકલ સેવાઓ ઉપલબ્ધ રહેશે
વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી દવાઓ અને આવશ્યક મેડીકલ સેવાઓ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત ફૂડ પેકેટ સહિતની કામગીરી માટે NGO (સ્વૈચ્છિક સેવાકીય સંસ્થાઓ)ના હોદ્દેદારો સાથે સંકલન પણ થઇ રહ્યું છે. હાલ શહેરમાં ચાલી રહેલ બાંધકામની સાઈટ્સ પર વિશેષ સાવચેતી રહે તે પણ જરૂરી છે ખાસ કરીને ઉંચાઈ ઉપર ચાલી રહેલા કામ બે દિવસ બંધ કરાવવામાં આવી રહ્યા છે. કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારો / કાર્યકરો રાજકોટ મનપા વહીવટી તંત્રની સાથે રહી જરૂરિયાત મુજબની કામગીરીમાં મદદરૂપ થશે.

નાગરિકોએ સચેત રહેવા અપીલ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બિપોરજોય વાવાઝોડુ આવવાની શક્યતા રહેલી હોય નાગરિકોએ પોતે કે પોતાના બાળકો, વાહનો વિગેરેને વૃક્ષો નીચે રાખવા નહી તથા રસ્તાઓ પર વાહનો ચલાવતી વખતે સાવચેતી રાખવી અને પોતાની જાત તથા જાનમાલને નુકશાની ન થાય એ માટે સચેત રહેવા અને તંત્રને સહયોગ આપવો જોઈએ. જાહેર જનતાના હિતમાં ચોમાસાની ઋતુ તથા વાવાઝોડા વખતે પડતી મુશ્કેલીના સમયે ઉપયોગી 24 કલાકના ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ શરૂ કરવામા આવ્યા છે. જેમા ચોમાસાની ઋતુને લગતી કોઇપણ ઇમરજન્સી સેવા માટે જાહેર જનતા સંપર્ક કરી શકશે.

આ નંબર પર ફોન કરતાં સીધી સહાય મળશે

  • કનક રોડ ફાયર સ્ટેશન 101 / 102 0281 – 2227222 / 2250103/ 2250104/2250105/ 2250106 2250107/2250108/2205109 2236183
  • કાલાવડ રોડ ફાયર સ્ટેશન 0281 – 2585771
  • બેડીપરા ફાયર સ્ટેશન ૦૨૮૧ – ૨૩૮૭૦૦૧
  • મવડી રોડ ફાયર સ્ટેશન 0281 – 2387001
  • 5 કોઠારીયા ફાયર સ્ટેશન 0281 – 2365444
  • 6 રામાપીર ફાયર સ્ટેશન ૦૨૮૧ – ૨૫૭૪૭૭૩
  • 7 રેલનગર ફાયર સ્ટેશન 0281 – 2574773
  • 8 ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર, મોરબી રોડ 94845 36717
  • 9 ફલ્ડ કન્ટ્રોલ રૂમ ટેકનિકલ 0281-2225707,0281-2228741
  • 10 કમાન્ડ & કન્ટ્રોલ રૂમ, નાનામૌવા 0281 – 2977773

Spread the love

Related posts

રાજકોટમાં રોગચાળો વકર્યો:ડેન્ગ્યુ 12, ચિકનગુનિયા 2 અને મેલેરિયાનો વધુ 1 કેસ, આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરાઈ

Team News Updates

સ્વામીના ગઢડાની નર્સિંગ છાત્રાનો રાજકોટમાં આપઘાત:ઘરની બારીનાં ઉપરના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું; આપઘાતનું કારણ જાણવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો

Team News Updates

GONDALમાં ભાણાએ મામાનું 8 CROREનું ફૂલેકુ ફેરવ્યું

Team News Updates