રાજકોટમાં ‘સ્પેશ્યલ ઓન ડયુટી’ મુકાયેલા મહેસાણાના એડી.કલેક્ટર મેહુલ દવેને કોરોના

0
110
મેહુલ દવેના પત્ની અમી દવેને પણ કોરોના: ત્રણ દિવસથી તબિયત બગડી હતી: શહેરમાં વધુ એક ઉચ્ચ અધિકારીને કોરોના ‘અડી’ ગયો


રાજકોટમાં કોરોના અત્યારે બેફામ બની ગયો છે અને લોકો હવે રીતસરના એકબીજાની નજીક જતાં પણ ડરી રહ્યા છે. ખાસ કરીને કોરોનાને કંટ્રોલ કરવા મથી રહેલા તબીબો અને અધિકારીઓ પણ કોરોનાની ઝપટે ચડવા લાગતાં સરકારની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન રાજકોટમાં ‘સ્પેશ્યલ ઓન ડયુટી’ મુકાયેલા મહેસાણાના એડી.કલેક્ટર મેહુલ દવે કોરોનાગ્રસ્ત થતાં તેમના સંપર્કમાં આવેલા અન્ય અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

શહેરમાં કોરોનાએ માથું ઉંચકતાં તેને કંટ્રોલમાં લેવા સરકાર દ્વારા મહેસાણા ડીઆરડીએના એડિશનલ કલેક્ટર મેહુલ દવેને રાજકોટમાં ફરજ સોંપવામાં આવી હતી. જો કે છેલ્લા બે-ત્રણ દિવસથી તેમની
તબિયત બગડતાં રિપોર્ટ કરાવવામાં આવતાં તેઓ કોરોના પોઝિટીવ આવ્યા હતા. સાથે સાથે મેહુલ દવેના પત્નીનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવતાં તેઓનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના અનેક તબીબો, સરકારી અધિકારીઓ કોરોનાની ઝપટે ચડી ચૂક્યા છે જેના કારણે કામગીરીને અસર પહોંચી રહી છે. મેહુલ દવે કોરોનાગ્રસ્ત થતાં તેમના સંપર્કમાં આવનારા અન્ય અધિકારીઓમાં પણ ચિંતા ફેલાઈ જવા પામી છે અને તેમનો રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હજુ ગઈકાલે જ મહાપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડ કોરોનાગ્રસ્ત થયાનું બહાર આવ્યું હતું ત્યારે આજે વધુ એક અધિકારીને કોરોના ‘અડી’ જતાં ચિંતામાં વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here