જૂનાગઢ પ્રવાસન હબ બનાવવાની વાતો વચ્ચે રમણીય વિલિંગ્ડન ડેમ ની દિવસે ને દિવસે વધતી દુર્દશા…. મધુર સોશિયલ ગ્રુપ દ્વારા પ્રવાશન મંત્રી ને આવેદન

0
143

જૂનાગઢનો જબરદસ્ત પર્યટન સ્થળ તરીકે વિકસાવી શકવાના અનેક વિકલ્પો હોવા છતાં દિવસેને દિવસે વિલિંગ્ડન ડેમ સાઈટ ની અતી કંગાળ હાલત થતી જાય છે ત્યારે ડેમની હાલત સુધારી નેચર સાઇટ તરીકે વિકસાવવા જૂનાગઢ ના મધુર સોશિયલ ગ્રુપ દ્વારા આ બાબતે જૂનાગઢ ના પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા ને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી
જુનાગઢ મધુર સોશ્યલ ગ્રુપ ના પ્રમુખ સલીમભાઈ ગુજરાતી અને જૂનાગઢ ની જનતા વતી પ્રવાશન રાજ્ય મંત્રી તરીકે સેવાની જવાબદારી સંભાળતા જવાહર ચાવડા ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે પૂર્ણ ધર્મનગરી ની ઓળખ ધરાવતા જૂનાગઢની વિશ્વના પર્યટન નકશા માં શ્રેષ્ઠ સ્થાને પહોંચાડવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસોના ભાગરૂપે જૂનાગઢ ને યાત્રાધામ નો દરજ્જો અને જીવાદોરી બનનારી ગિરનાર રોપ વે યોજના ના અવિરભાવથી જૂનાગઢમાં પર્યટન ક્ષેત્ર વિકાસ માટે ખૂબ જ તકો રહેલી છે, ત્યારે અત્યાર સુધી કોણ જાણે શા માટે આ બાબતે દૂર લક્ષતા સેવાતી રહે છે, દાતાર ની તળેટીમાં આવેલા વિલીંગ્ડન અને તેની આખી સાઈટ વિદેશી પર્યટક સ્થળ થી પણ વધુ મનમોહક પર્યટન સ્થળ તરીકે વિકસી શકે તેમ છે.ચારેબાજુ હરિયાળી અને વિશાલ વનવિસ્તાર અને બિન રહેણાંક વિસ્તાર ધરાવતું આ વિલિંગ્ડન ડેમ નું પરિસર જો વિકસાવવામાં આવે તો ફિલ્મ માં દેખાતું દ્રશ્ય આબેહૂબ સર્જાય તેમ છે. અહીં વોટર રાઇડીંગ, વનસ્પતિ ઉદ્યાન અને કુદરતી જંગલ જેવું વાતાવરણ ઊભું થાય તેમ છે. જો વન પર્યાવરણ અને સિંચાઈ વિભાગના સંયુક્ત સંકલનથી વિલિંગ્ડન ડેમ ના પેટાળ માં જો બીજી સિંચાઈ યોજના બનાવવામાં આવે તો અનેક નાના નાના તળાવ અને મોટું જળાશય નું સર્જન કરી શકાય તેમ

વિલિંગ્ડન ડેમ નું પાણી ઓવરફ્લો થઈને વહી જાય છે. જો આ પાણીને અહીં જ તળાવનું રૂપ આપવામાં આવે તો ભવ્ય સ્થળનું નિર્માણ થાય તેમ છે.

અલબત્ત અહીં રહેવું ઉચિત નથી કે જુનાગઢ નું સ્થાનિક વહીવટીતંત્ર કોણ જાણે શા માટે વિર્લગ્ડન ડેમ ના વિકાસ માટેની કોઈ ઇચ્છાશક્તિ કે દ્રષ્ટિ જ ધરાવતું નથી, ક્યારેય કોઈ નવું કરવાની પ્રવૃત્તિ થતી નથી. હયાત, સુવિધા પણ છીનવાઈ રહી છે. વિલિંગ્ડન ડેમ પાસે નવાબી કાળમાં આવેલી બંગલી ધરાસાઈ થઈ ગઈ તો તેનું કાટમાળ કાઢવાની પણ કોઈ દરકાર લઈ રહ્યુ નથી, આ પરિસ્થિતિમાં હવે જુનાગઢ નો વિકાસ સર્વાગી ધોરણે થવાની વાતો થાય છે ત્યારે આપના માર્ગદર્શન હેઠળ નવાબી કાળની અન્ય સ્થળો નું રીનોવેશન શરૂ થયું છે. અત્યાર સુધી વિખરાયેલા ઉપરકોટની કાયાપલટ થઇ રહી છે. આપ જૂનાગઢના વતની છો અને જૂનાગઢના વિકાસ સાથે લાગણીથી જોડાયેલા છો ત્યારે આપના કાર્યકાળ દરમિયાન જૂનાગઢના વિકાસનો આલેખ સંતુલિત થાય તે માટે અત્યાર સુધી ક્યારેય ધ્યાન આપ્યું નથી, તેવા વિલિંગ્ડન ડેમ સાઈટ નો વિકાસ કરવા પ્રજા વતી વિનંતી કરી હતી અને ઉપરકોટ અને મકબરા ના રીનોવેશન ની આપે છે પ્રતિબદ્ધતા દર્શાવી છે તે રીતે વિલિંગ્ડન ડેમમાં પણ વ્યક્તિગત ધ્યાન આપવા માંગણી કરી હતી.

અહેવાલ- હુસેન શાહ, જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here