News Updates
AMRELIGUJARATUncategorized

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023 ના કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પસનાલ પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું.

Spread the love

આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023 ના કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામ પંચાયતને પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન ડોક્ટર કિરણભાઈ સી.આર.સી કો-ઓર્ડીનેટર કુલદીપસિંહજી શાળા આચાર્ય તેમજ એસ.એમ.સી અધ્યક્ષ, સુરેશભાઈ પરમાર શાળા સ્ટાફ ગ્રામજનો તથા સ્કૂલના વિદ્યાર્થીઓની હાજરીમાં નવા બાળકોનું શાળા પ્રવેશ મહોત્સવ તથા આંગણવાડીમાં બાળકોનું શાળા પ્રવેશોત્સવ
નું આયોજન કરવામાં આવ્યું જેમાં નવા આવનાર બાળકોને બેગ નોટ પેન્સિલ ની કીટ દ્વારા શાળામાં તિલક કરી ઉત્સાહ ભેર પ્રવેશ કરવામાં આવ્યો.


ડૉ.કિરણભાઈએ શાબ્દિક પ્રવચન શાળાના બાળકો વિશે આપ્યું અને સાથે સાથે સુરેશ પરમારે એ પણ સરકારના કામો અને યોજનાઓની તથા બાળકોને મળતા લાભો તથા સરકાર યોજનાનો લાભ છેવાળાના માનવી સુધી મળી રહે તે વિશે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું અને સાથે સાથે વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો.

અહેવાલ : ગણપત મકવાણા (પંચમહાલ)


Spread the love

Related posts

લગ્ન પહેલા ભારતમાં આ સુંદર સ્થળોની મુલાકાત લો, બેચલર ટ્રીપ માટેનું શ્રેષ્ઠ સ્થળ

Team News Updates

આધેડનું મોત, 4 લોકોને ઈજા,લીમખેડામાં પૂરપાટ ઝડપે આવતી કારે રીક્ષાને અડફેટે લેતા અકસ્માત,થાર અને રીક્ષા વચ્ચે ટક્કર

Team News Updates

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ:નવસારી જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યો, અનેક નદીઓ બે કાંઠે, બારડોલીમાં 24 લોકોનું રેસક્યૂ કરાયું

Team News Updates