આટકોટમાં, ગાયત્રીનગરમાં વીજ થાંભલા અર્થીંગ લાગતા માસૂમ બાળકનું મોત થયું હતું

0
155

એક ના એક પુત્ર નું મોત થતાં પરીવાર મા ર શોક ની કાલીમા છવાઈ ગઈ હતી
આટકોટ
કોની બેદરકારી ગણવી થાંભલામાં આવતો અર્થીંગ માસૂમ બાળકનો ભોગ લેવાયો હતો સત્તાધીશો દ્વારા પગલાં લેવામાં આવશે ખરા ઘણી જગ્યાઓએ થાંભલામાં અર્થીગ આવવાના બનાવ બને છે છતાં સબ સલામતના બણગા ફૂંકી રહ્યા છે

આટકોટ, વિગત અનુસાર ગાયત્રીનગરમાં રમતા રમતા વિજ થાંભલા ને અડી જતા જેમાં અર્થીંગ આવતા માસુમ બાળક નુ મોત થયું હતું વીગતો અનુસાર સાણથલી રહેતા વિજય ભાઈ રાદડિયા નો પુત્ર ભવ્ય ઊમર વર્ષ2. 5 નો આટકોટ મામાના ધરે આવ્યો હતો તેમની બહેન મમ્મી સાથે શેરીઓમાં બાળકો રમી રહ્યા હતા ત્યારે, ભવ્ય નું જાણે મોત બોલાવતુ હોય તેમ બાજુ મા આવેલા વિજ થાંભલા ને અડી જતાં જેમને તાત્કાલિક સારવાર માટે જસદણ ખસેડવામાં આવ્યા હતા પણ ડોક્ટર તેમને, મૃત જાહેર કર્યો હતો ત્યારે પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો એકનો એક પુત્ર મોતથી રાદડીયા પરિવાર માં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું છે આટકોટ ગાયત્રીનગરમાં આ બનાવ બનતા લોકોરોષ ની લાગણી અને બેદરકારી સામે પગલા ભરવા જોઈએ વહેલી તકે દરેક થાંભલાનું અર્થીંગ સરખુ કરવુજોઈએ જેથી આવા કુમળા માસુમ નો ભોગ ન બને આટકોટ મા આ કોની બેદરકારી ગણવી જોઈ આવા નાના ફુલ જેવા પુત્ર ભોગ બનયો ઘટના સ્થળે પીજીવીસીએલ ની ટીમ દોડી આવી હતી પણ હવે સુ માસુમ ફુલ મુરજાય ગયું એક એક ના પુત્ર નું મોત થી પરીવાર પર કુદરતીકાળ વિજળી ત્રાટકી હસતું ખેલતુ પરીવાર ને, ભવ્ય નું મોતની સમાચાર સાંભળી નાનાં એવા સાણથલી મા પણ સોપો પડી ગયો હતો બેદરકારી સામે પગલા લેવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here