ગાવસ્કરે કહ્યું- UAEની સ્લો પિચ પર કોહલી-ડિવિલિયર્સ નહીં, પરંતુ યુઝવેન્દ્ર ચહલ RCBને મેચ જીતાડશે

0
288

IPLમાં એબી ડિવિલિયર્સે 154 મેચમાં 4395 રન બનાવ્યા છે. જ્યારે, વિરાટ કોહલીના નામે 177 મેચમાં સૌથી વધુ 5412 રન છે. -ફાઈલ ફોટો

  • કેપ્ટન વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) આજ સુધી ટાઇટલ જીતી શકી નથી
  • RCB ત્રણ વાર ફાઇનલ રમી, આ વખતે પહેલી મેચ 21 સપ્ટેમ્બરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે

કેપ્ટન વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર આજ સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) જીતી શકી નથી. આ અંગે ભારતીય લીજેન્ડ સુનિલ ગાવસ્કરે કહ્યું કે, UAEમાં કોહલી અને એબી ડિવિલિયર્સ નહીં, પરંતુ યુઝવેન્દ્ર ચહલ RCB માટે મેચ વિનર સાબિત થશે. IPL આ વખતે કોરોનાને કારણે UAEમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. RCBની પહેલી મેચ 21 સપ્ટેમ્બરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાશે.

RCB હજી ટાઇટલ જીત્યું નથી તે એક પઝલ છે
ગાવસ્કરે સ્પોર્ટ્સ સ્ટાર માટેની કોલમમાં લખ્યું છે કે, “RCB જેવી ટીમ હજી સુધી ખિતાબ જીતી શકી નથી, તે મારા માટે એક કોયડો (પઝલ) છે. જે ટીમમાં વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ રમી રહ્યા હોય, તેના માટે રનના ઢગલા કરવા કોઈ મોટી વાત નથી. જો કે, એ પણ મોટી સમસ્યા રહી છે કે જ્યારે આ બંને બે દિગ્ગજ ખેલાડીઓ નિષ્ફળ જાય છે, ત્યારે અન્ય કોઈ બેટ્સમેન આગળ આવતું નથી. આ બંને પણ માણસો છે અને દરેક વખતે સફળ થાય તે જરૂરી નથી. ટીમને આશા છે કે તે આ વખતે ટાઇટલ જીતી શકશે.”

ધીમી પિચ પર સ્પિનર્સ સામે સારી રીતે રમવું પડશે
તેમણે કહ્યું, ‘UAEમાં પિચ ધીમી રહેવાની છે. આવી સ્થિતિમાં બંને બેટ્સમેન (કોહલી અને ડી વિલિયર્સ) ઉપરના ક્રમે બેટિંગ કરવા માટે આવે છે તે એક સારો વિચાર સાબિત થઇ શકે છે. બંનેએ સ્પિનર્સ સામે સાચવીને રમવાની જરૂર છે. આવી પિચ પર તે બંને નહીં, પરંતુ યુઝવેન્દ્ર ચહલ RCB માટે મેચ વિનર સાબિત થઇ શકે છે.