રાજકોટ યાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક 2400 ક્વિન્ટલ આવક, નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક બંધ, એક મણના 530થી 954 સુધી ભાવ

0
106
  • ભેજ હોવાના કારણે મગફળી પડતર પડી રહી છે

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક આવક થઈ છે. આજે 2400 ક્વિન્ટલ મગફળીની આવક થઈ છે. હરાજી પૂર્ણ થયા બાદ મગફળીની આવક બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક બંધ કરવામાં આવી છે. આજે એક મણ મગફળીનો ભાવ 530થી 954 સુધી બોલાયો છે.

મગફળીનો ભાવ 530થી 954 રહ્યો
આજથી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ થઈ ગઈ છે. ઝીણી મગફળીનો ભાવ 530થી 925 રહ્યો હતો, જ્યારે જાડી મગફળીનો ભાવ 710થી 954 રહ્યો હતો. મગફળીમાં ભેજ હોવાના કારણે મગફળી પડતર પડી રહી છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક બંધ રાખવામાં આવી છે.

જૂના માર્કેટ યાર્ડમાં દલાલ મંડળના પ્રમુખના અવસાનથી આજે હરાજી બંધ
રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં આજે હરાજી બંધ રાખવામાં આવી છે. દલાલ મંડળના પ્રમુખ લાખાભાઈનું અવસાન થતા શ્રદ્ધાંજલિના ભાગરૂપે વેપારીઓેએ એક દિવસ માટે શાકભાજીની હરાજી બંધ રાખી છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની 10000 ગુણીની આવક
મગફળીની સિઝન શરૂ થતા ગોંડલ માર્કેટ યાર્ડમાં 10000 ગુણી નવી મગફળીની આવક થઇ છે. મગફળીના 20 કિલોના 850થી 1000 સુધીના ભાવ છે. મગફળીની આવકમાં દિન પ્રતિદિન વધારો થતો રહેશે. ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ તથા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજાએ દરેક ખેડૂત ભાઈઓને વિનંતી કરી છે કે મગફળી સુકવીને લાવવી જેથી કરીને ખેડૂતોને પુરતાં ભાવ મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here