વિસ્ફોટ એટલો ભયંકર હતો કે દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું કે એક વેનમાં આગ લાગી હતી. વાયરલ વીડિયોમાં કાળા ધુમાડાના ઉંચા ગોટેગોટા જોઈ શકાય છે.
ઉત્તર ઇટાલીના મિલાન શહેરની મધ્યમાં એક મોટો વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટ બાદ રસ્તા પરના અનેક વાહનોમાં આગ લાગી ગઈ હતી. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું કે એક વેનમાં આગ લાગી હતી. વાયરલ વીડિયોમાં કાળા ધુમાડાના ઉંચા ગોટેગોટા જોઈ શકાય છે.
SkyTG24 ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ રોડ પર જ પાર્ક કરેલી એક વેનમાં થયો હતો. જોકે, સ્થાનિક સત્તાવાળાઓએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી. બ્લાસ્ટ બાદ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.