રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ મામલે જંતર-મંતર પર કુસ્તીબાજોના ધરણાનો આજે 19મો દિવસ છે. આજે કુસ્તીબાજોએ બ્લેક ડે મનાવ્યો હતો. તમામ કુસ્તીબાજોએ કાળી પટ્ટી પહેરીને પ્રદર્શન કર્યું હતું.
દિલ્હી પોલીસે કહ્યું કે બ્રિજ ભૂષણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ મૂકનાર સગીર મહિલા રેસલરએ મેજિસ્ટ્રેટની સામે CrPC 164 હેઠળ નિવેદન નોંધ્યું છે.
આ પહેલા વિનેશ ફોગાટે ખુલાસો કર્યો હતો કે જ્યારે બ્રિજ ભૂષણનો પુત્ર ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યો હતો ત્યારે ખેલાડીઓને બળજબરીથી લખનૌ કેમ્પમાંથી લઈ જવામાં આવ્યા હતા. પુત્રના મતવિસ્તારમાં પ્રચારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘરે-ઘરે વોટ મંગાવા માટે પ્રચાર કરાવવામાં આવ્યો હતો.
તેણે કહ્યું કે આ વાત કદાચ 2014 કે 2016ની છે. હું પોતે પણ પ્રચારમાં ગયો હતો. મેં પણ ના પાડી દીધી હતી, પછી કોચ મારી પાસે આવ્યા અને કહ્યું કે આ નેતાનો ખાસ આદેશ છે. જવું પડશે. જે ન જાય તે પરિણામ ભોગવશે.
બળજબરીથી ઘરે બોલાવીને ભોજન કરાવતા,પછી ફોટા પોસ્ટ કરતા હતા: વિનેશ
વિનેશે કહ્યું કે 2018માં મારે રાષ્ટ્રીય સ્પર્ધામાં જવાનું હતું. અમે અમારી ટિકિટ દ્વારા જતા હતા. પરંતુ અમને દબાણ કરવામાં આવ્યું હતું કે નહીં, અમે તેની કિંમત ચૂકવીશું. ફ્લાઇટ ટિકિટ બુક કરાવી દેતા હતા. મને અને મારા પતિને લખનૌ એરપોર્ટ પરથી પીક કરવામાં આવ્યા, અમને સીધા બ્રિજ ભૂષણના ઘરે લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં અમને 2 કલાક સુધી બેસાડવામાં આવ્યા હતા. અમને લાગ્યું કે કદાચ તેઓ સીધા ગોંડા જઈ રહ્યા છે. ગોંડામાં જ્યારે સ્પર્ધા હોય ત્યારે તે બળજબરીથી ગાડી મોકલીને પોતાના ઘરે બોલાવતા હતા. ત્યાં ભોજન કરાવતા હતા. ત્યારપછી તેઓ ફોટા પાડી લેતા હતા. પછી તેઓ એ ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા, કે અમે કેટલા ક્લોઝ છીએ.
મને જાન્યુઆરીના ધરણા દરમિયાન રૂપિયાની ઓફર પણ કરવામાં આવી હતીઃ બજરંગ
બજરંગે કહ્યું કે અમે એટલા કાયર નથી કે બહેન-દીકરીઓના આ મુદ્દે રાજનીતિ કરીએ. એટલા તો ભગવાનના આશીર્વાદ છે કે જે પણ પાર્ટીમાં જઈશું ત્યાં તક મળી જશે. એવું નથી કે અમને કોઈ પૂછે નહીં. કહી રહ્યા છે કે અમે દીપેન્દ્ર હુડ્ડાની નજીક છીએ, આ ધરણા કોંગ્રેસના છે.
જ્યારે અમારો ફોટો પણ ભાજપના લોકો સાથે છે. વડાપ્રધાન અને તમામ નેતાઓ સાથેના ફોટા છે. જાન્યુઆરીમાં જ્યારે અમે ધરણા પર બેઠા હતા ત્યારે બ્રિજ ભૂષણે મારી સાથે રહેતા એક છોકરાને ડૉક્ટર દ્વારા મારા માટે રુપિયાની ઑફર પણ કરી હતી.
23 એપ્રિલથી કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો 23 એપ્રિલથી ધરણા કરી રહ્યા છે. કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર યૌનશોષણના આરોપ લગાવ્યા છે અને તેની ધરપકડની માંગ કરી રહ્યા છે. કુસ્તીબાજોની ફરિયાદ પર દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ બે FIR નોંધી છે.