ટાઈટેનિક જહાજના કાટમાળને જોવા લોકોને લઈ જતી ટાઈટન સબમરીન રવિવાર બપોરથી ગુમ થઈ ગઈ હતી જેમાં પાંચ લોકો સવાર હતા. રોયટર્સ અનુસાર, ભારતીય સમય અનુસાર સાંજે સાડા પાંચ વાગ્યે સબમરીનને એટલાન્ટિક મહાસાગરમાં છોડવામાં આવી હતી. તે 96 કલાક સુધી ઓક્સિજન ધરાવે છે. હવે તેમાં થોડા કલાક ચાલે તેટલો જ ઓક્સિજન બાકી છે.
બચાવ દળમાં સામેલ અધિકારીઓએ જણાવ્યું કે સબમરીનના સર્ચ ઓપરેશનમાં 10 વધુ જહાજો અને કેટલીક સબમરીન પણ શરૂ કરવામાં આવી છે. ઓપરેશનનું નેતૃત્વ કરી રહેલા કેપ્ટને કહ્યું – અમને ખબર નથી કે તે લોકો ક્યાં છે. બુધવારે, ટાઇટેનિકના કાટમાળ નજીકથી રેકોર્ડ થયેલા અવાજોના આધારે શોધનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
વીજ પુરવઠો ઠપ થઈ જાય, તો ઓક્સિજન-CO2 સંતુલન બગડશે
બીબીસીએ અહેવાલ આપ્યો છે કે સબમરીનમાં ઓક્સિજનનો અભાવ એકમાત્ર સમસ્યા નથી. પાણીમાં રહીને તેમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હોય તેવી શકયતા છે. જો આવું થાય, તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ (CO2) વચ્ચે સંતુલન બનાવવું અશક્ય બની જશે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ટાઈટન સબમરીન માત્ર 22 ફૂટ લાંબી છે, જેમાં બેસવા માટે કોઈ સીટો નથી.
બુધવારે કાટમાળ નજીકથી કેટલાક અવાજો આવ્યા હતા
આ પહેલા બુધવારે કેનેડા તરફથી સર્ચ ઓપરેશનમાં સામેલ એક એરક્રાફ્ટે સોનાર બોયની મદદથી કેટલાક અવાજો સાંભળ્યા હતા. NN અનુસાર, તે તે જ સ્થાનની નજીક રેકોર્ડ કરવામાં આવ્યા હતા જ્યાં ટાઇટેનિકનો કાટમાળ સ્થિત છે. અવાજો લગભગ 30 મિનિટના અંતરાલમાં રેકોર્ડ કરવામાં આવ્યા હતા. પછી 4 કલાક પછી સોનારે ફરીથી તેમને શોધી કાઢ્યા.
ચિત્તાને ભારતમાં લાવનાર બ્રિટિશ અબજોપતિ પણ સબમરીનમાં સવાર છે
સબમરીનને શોધવા માટે પાણીની અંદરના રોબોટ્સ સાથે યુએસ અને કેનેડાના 3 સી-130 હર્ક્યુલસ એરક્રાફ્ટ મોકલવામાં આવ્યાં છે. આ સિવાય એક P-8 એરક્રાફ્ટ અને 2 કેનેડિયન સર્ફેસ શિપ પણ સર્ચ-ઓપરેશનમાં સામેલ છે. આ સબમરીનમાં બ્રિટનના અબજોપતિ હેમિશ હાર્ડિંગ હાજર છે, જેમણે ચિત્તાને ભારત લાવવામાં મદદ કરી હતી.
આ સિવાય સબમરીનમાં ફ્રેન્ચ ડાઇવર પૉલ-હેનરી, પાકિસ્તાની-બ્રિટિશ બિઝનેસમેન શહઝાદા દાઉદ, તેમનો પુત્ર સુલેમાન અને ઓશનગેટ કંપનીના સીઇઓ સ્ટોકટન રશ હાજર છે.
હવે સમજો આખો મામલો શું છે
હકીકતમાં રવિવારે એક પ્રવાસી સબમરીન ‘ટાઇટન’ એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થઈ ગઈ હતી. એમાં એક પાઇલટ અને 4 મુસાફર સવાર હતા. ધ ગાર્ડિયન અનુસાર, 18 જૂનની બપોરે સબમરીન પાણીમાં ઊતર્યાના 1 કલાક 45 મિનિટ પછી રડારથી ગાયબ થઈ ગઈ હતી. એમાં માત્ર 96 કલાકનો લાઇફ સપોર્ટ છે. સબમરીન હજુ પાણીમાં છે કે સપાટી પર આવી છે એ પણ જાણી શકાયું નથી.
હવે આ ઘટનાને ક્રમિક રીતે સમજીએ…
1. લોકો શા માટે ટાઇટેનિકના કાટમાળને જોવા જાય છે?
વિશ્વનું સૌથી મોટું સ્ટીમ આધારિત પેસેન્જર જહાજ ટાઇટેનિક 10 એપ્રિલ 1912ના રોજ એની પ્રથમ યાત્રા પર નીકળ્યું હતું, જે તેની છેલ્લી યાત્રા પણ સાબિત થઈ હતી. બ્રિટનના સાઉથમ્પ્ટનથી જે યાત્રા શરૂ થઈ હતી એ અમેરિકાના ન્યૂયોર્કમાં પૂરી થવાની હતી. ચાર દિવસ પછી 14-15 એપ્રિલના રોજ એ આઇસબર્ગ સાથે અથડાયું અને એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું. જહાજ પર 2,200 મુસાફર અને ક્રૂ-મેમ્બરમાંથી 1,500થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. સમુદ્રમાં એનો કાટમાળ 1985માં મળી આવ્યો હતો.
2. આ કાટમાળ સમુદ્રમાં ક્યાં છે?
ટાઇટેનિકનો કાટમાળ કેનેડાના ન્યુફાઉન્ડલેન્ડમાં સેન્ટ જોન્સથી 700 કિમી દૂર એટલાન્ટિક મહાસાગરમાં છે. સબમરીનનો પ્રવાસ ન્યુફાઉન્ડલેન્ડમાં શરૂ થાય છે. એમાં 2 કલાકનો સમય લાગે છે. આ કાટમાળ સમુદ્રમાં 3800 મીટરની ઊંડાઈ પર છે. ટાઇટેનિક જહાજ 111 વર્ષ પહેલાં ડૂબી ગયું હતું.
ટાઇટેનિકનો કાટમાળ જોવા માટે 2 કરોડ રૂપિયા લાગે છે
ટાઇટેનિકના કાટમાળને જોવા માટે દરેક વ્યક્તિએ લગભગ 2 કરોડ રૂપિયા ચૂકવવા પડે છે. આ પ્રવાસ સેન્ટ જ્હોન્સના ન્યુફાઉન્ડલેન્ડમાં શરૂ થાય છે. આ પછી એ 2 કલાકમાં 600 કિમી દૂર એટલાન્ટિક મહાસાગરમાં પહોંચે છે, જ્યાં સમુદ્રના તળિયે 3,800 મીટર પર ટાઇટેનિકનો કાટમાળ રહેલો છે. આ ટાઇટન સબમરીનમાં એકસાથે 5 લોકો આવી શકે છે.
સૌથી મોટું સ્ટીમ આધારિત પેસેન્જર જહાજ 14-15 એપ્રિલ, 1912ના રોજ ડૂબી ગયું હતું
વિશ્વનું સૌથી મોટું સ્ટીમ-આધારિત પેસેન્જર જહાજ ટાઇટેનિક 10 એપ્રિલ 1912ના રોજ એની પ્રથમ સફર પર નીકળ્યું હતું. યુકેના સાઉથમ્પ્ટનથી શરૂ થયેલી આ યાત્રા અમેરિકાના ન્યૂયોર્કમાં પૂર્ણ થવાની હતી. ચાર દિવસ પછી 14-15 એપ્રિલના રોજ એ આઇસબર્ગ સાથે અથડાયું અને એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું. બોર્ડ પરના 2,200 મુસાફર અને ક્રૂમાંથી 1,500થી વધુ માર્યા ગયા હતા. સમુદ્રમાં એનો ભંગાર 1985માં મળી આવ્યો હતો.
કાટમાળ જોવા જતા મુસાફરોનો વીડિયો ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવ્યો હતો
આ વર્ષે ફેબ્રુઆરીમાં કાટમાળની અગાઉની મુલાકાતોમાંથી એકનો વીડિયો YouTube પર રિલીઝ કરવામાં આવ્યો હતો. એમાં 80 મિનિટના અનકટ ફૂટેજ હતા. ત્યાર બાદ મે મહિનામાં જહાજના ભંગારનું પ્રથમ પૂર્ણ કદનું 3-ડી સ્કેન પણ પ્રકાશિત થયું હતું. ઉચ્ચ રિઝોલ્યૂશન ફોટામાં ભંગારનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. આ માટે ડીપ સી મેપિંગ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
2022માં ડીપ-સી મેપિંગ કંપની મેગેલન લિમિટેડ અને એટલાન્ટિક પ્રોડક્શન્સ, જેઓ પ્રોજેક્ટ વિશે દસ્તાવેજી બનાવી રહ્યા છે, પુનઃનિર્માણ હાથ ધર્યું. એટલાન્ટિકના તળિયે કાટમાળનું સર્વેક્ષણ કરવામાં 200 કલાકથી વધુ સમય વિતાવનારા નિષ્ણાતોએ સ્કેન બનાવવા માટે રિમોટલી નિયંત્રિત સબમર્સિબલમાંથી 700,000 કરતાં વધુ ફોટા લીધા હતા.