News Updates
INTERNATIONAL

ઈમરાન ખાન આજે લાહોર HCમાં હાજર થાય તેવી શક્યતા:ટ્વિટ કરીને કહ્યું- પાકિસ્તાની સેના મને 10 વર્ષ સુધી જેલમાં રાખવાની યોજના બનાવી રહી છે

Spread the love

પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકો અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન ઈમરાન ખાને સોમવારે દાવો કર્યો હતો કે દેશની શક્તિશાળી સૈન્ય સંસ્થાએ તેમને રાજદ્રોહના આરોપમાં આગામી 10 વર્ષ સુધી જેલમાં રાખવાની યોજના બનાવી છે. સોમવારે વહેલી સવારે ટ્વિટ કરીને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડાએ કહ્યું, “…તો હવે લંડનની સંપૂર્ણ યોજના સામે આવી ગઈ છે. જ્યારે હું જેલમાં હતો, ત્યારે હિંસાના બહાને તેમણે ન્યાયાધીશ, જ્યૂરી અને જલ્લાદની ભૂમિકા અપનાવી લીધી. હવે બુશરા બેગમ (ખાનની પત્ની)ને જેલમાં નાખીને અને રાજદ્રોહના કાયદાનો ઉપયોગ કરીને આગામી 10 વર્ષ સુધી જેલમાં રાખીને મને અપમાનિત કરવાની યોજના છે.”

આ ટ્વિટ ઈમરાન ખાનના લાહોરના નિવાસસ્થાને પીટીઆઈ નેતાઓની બેઠક બાદ કરવામાં આવ્યું છે. 70 વર્ષીય નેતા 100થી વધુ કેસમાં જામીન પર બહાર છે. તેમણે કહ્યું, “લોકો પ્રતિક્રિયા ન આપે તે સુનિશ્ચિત કરવા માટે તેઓએ બે કામ કર્યા છે- પહેલું, ઇરાદાપૂર્વક માત્ર PTI કાર્યકરોને જ નહીં, પણ સામાન્ય નાગરિકોને પણ આતંકિત કરવામાં આવ્યાં. બીજું, મીડિયા સંપૂર્ણપણે નિયંત્રિત અને દબાવેયું છે,”

ઈમરાન ખાને કહ્યું કે આ ‘ગુનેગારો’ દ્વારા જે પ્રકારે ‘ચાદર અને ચાર દિવારી’ની પવિત્રતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે, તેવું ક્યારેય થયું નથી. ​​​​​​પાકિસ્તાનના લોકોને પોતાનો સંદેશ આપતા ખાને કહ્યું, “પાકિસ્તાનના લોકો માટે મારો આ સંદેશ છે કે હું મારા લોહીના છેલ્લા ટીપા સુધી હકની આઝાદી માટે લડીશ, કારણ કે આ ગુનેગારોના ગુલામ બનવું તેનાં કરતાં મૃત્યુ ઘણું સારું રહેશે. શુક્રવારે જામીન મળ્યા હોવા છતાં ઇમરાન ખાને ફરીથી ધરપકડના ભયથી કલાકો સુધી પોતાને ઇસ્લામાબાદ હાઇકોર્ટ (IHC) પરિસરમાં બંધ રાખ્યા હતા, જોકે, તેઓ શનિવારે લાહોરમાં તેમના ઘરે પાછા ફર્યા હતા.

ઈમરાન ખાન આજે લાહોર હાઈકોર્ટમાં હાજર થાય તેવી શક્યતા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની ધરપકડ બાદ ફાટી નીકળેલી હિંસા અને કોર કમાન્ડરના ઘરને સળગાવવાના મામલામાં ઈમરાન ખાન સોમવારે લાહોર હાઈકોર્ટમાં હાજર થવાની શક્યતા છે. શુક્રવારે જામીન મળ્યા હોવા છતાં, ઇમરાન ખાને ફરીથી ધરપકડના ભયથી કલાકો સુધી પોતાને ઇસ્લામાબાદ હાઇકોર્ટ (IHC) પરિસરમાં બંધ રાખ્યા હતા, જોકે, તેઓ શનિવારે લાહોરમાં તેમના ઘરે પાછા ફર્યા હતા. ઈસ્લામાબાદ હાઈકોર્ટે 70 વર્ષીય ખાનને જામીન આપ્યા હતા, તેમને 9 મે પછી નોંધાયેલા તમામ કેસોમાં ધરપકડ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેમને 15 મેના રોજ લાહોર હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું. અલ કાદિર ટ્રસ્ટ કેસમાં નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો દ્વારા 9 મેના રોજ ખાનની ધરપકડ કરવામાં આવી હતી.​​​​​​​

શાહબાઝ સરકાર સુપ્રીમ કોર્ટ સામે ધરણા પર બેસશે
પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મુક્ત કરવા સામે સરકાર મિશ્ર મૂડમાં આવી ગઈ છે. પીએમ શાહબાઝ શરીફના નેતૃત્વમાં સત્તારૂઢ ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)એ સુપ્રીમ કોર્ટ સામે ધરણાની જાહેરાત કરી છે.

પીડીએમના વડા મૌલાના ફઝલુર રહેમાને આરોપ લગાવ્યો કે ન્યાયતંત્ર ઈમરાન ખાનની તરફેણ કરી રહ્યું છે. ચીફ જસ્ટિસ ઉમર અતા બંદ્યાલના રાજીનામા સુધી હડતાલ ચાલુ રહેશે. આ દરમિયાન મોડી રાત્રે ગૃહ પ્રધાન રાણા સનાઉલ્લાહ મૌલાના રહેમાનને મળ્યા અને તેમને વિરોધનું સ્થળ બદલવાની વિનંતી કરી.

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ની વરિષ્ઠ ઉપાધ્યક્ષ મરિયમ નવાઝ ઈસ્લામાબાદ પહોંચી ગઈ છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટોએ આરોપ લગાવ્યો છે કે ન્યાયતંત્ર અતિશય રાજકીય બની ગયું છે. તેમણે ચેતવણી આપી હતી કે ન્યાયતંત્રએ ‘ટાઈગર ફોર્સ’ બનવાનું ટાળવું જોઈએ. બિલાવલે ચેતવણી આપી છે કે જો ન્યાય નહીં મળે તો તેમની પાર્ટી તેને છીનવી લેશે. રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર તરફ જતા મુખ્ય રસ્તાઓને સૈન્ય તરફી બેનરો શણગારે છે.

સુપ્રીમ કોર્ટ સોમવારે પાકિસ્તાનના ચૂંટણી પંચની અરજી પર સુનાવણી કરશે. અરજીમાં પંચે કહ્યું છે કે સર્વોચ્ચ અદાલતે ચૂંટણી યોજવાના આદેશ પર પુનર્વિચાર કરવો જોઈએ. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે પંજાબ વિધાનસભાની ચૂંટણી 14 મેના રોજ યોજવામાં આવે. બીજી તરફ પીટીઆઈએ ઈમરાન ખાનની ધરપકડ સામે પાક રેન્જર્સ સામે અપહરણનો કેસ દાખલ કરવાની જાહેરાત કરી છે.

26 વર્ષ પછી આવી સ્થિતિ
26 વર્ષ બાદ પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટ સામે વિરોધની સ્થિતિ સર્જાઈ રહી છે. છેલ્લે નવેમ્બર 1997માં પીએમએલ-એનના નેતાઓ અને કાર્યકરો દ્વારા સુપ્રીમ કોર્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારપછી તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ વિરુદ્ધ એક કેસની સુનાવણી ચાલી રહી હતી.

તે સમયે ચીફ જસ્ટિસ સજ્જાદ અલી શાહ અને પ્રમુખ ફારૂક ખાન લેઘારી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ટોળાના હુમલાને કારણે ન્યાયાધીશોને પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. કોર્ટ કેસ ધાકધમકીનાં વાતાવરણમાં સમાપ્ત થયો અને આખરે મુખ્ય ન્યાયાધીશ અને રાષ્ટ્રપતિના રાજીનામા તરફ દોરી ગયો.

પાકિસ્તાની સેના તેના ઈતિહાસમાં પહેલીવાર આકરી ટીકાનો સામનો કરી રહી છે
પાકિસ્તાની સેનાની હાલત અહીં કૂવો અને ત્યાં ખાડો જેવી છે. એક તરફ આતંકવાદ એક પડકાર બની ગયો છે. આતંકવાદીઓએ પોલીસ અને સુરક્ષા દળો એટલે કે સેના પર હુમલા વધારી દીધા છે. બીજી તરફ, રાજકીય બાબતોમાં દખલ કરવા બદલ ઈમરાન અને તેના સમર્થકો તરફથી તે સતત શાબ્દિક પ્રહારો હેઠળ છે. આવી ટીકા ઈતિહાસમાં ક્યારેય થઈ નથી.

બે જૂથો: એક તરફ સરકાર અને પાકિસ્તાની સેના અને બીજી તરફ ઈમરાન-ન્યાયતંત્ર
પાકિસ્તાન રાજકીય, આર્થિક અને સુરક્ષા સંકટનો સામનો કરી રહ્યું છે. રાજકીય મોરચે, આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની આગેવાની હેઠળની સેના ગઠબંધન સરકાર સાથે તેમના પુરોગામી જનરલને અનુસરી રહી છે.

બીજી બાજુ, ઈમરાન, નવાઝ શરીફની જેમ, સત્તામાં પાછા ફરવા માટે સૈન્ય સાથેના સંબંધો સુધરવાની રાહ જોવાને બદલે સીધી લડાઈમાં ઉતર્યા. સાથે જ તેઓ સરકારને બેફામ ગણાવી રહ્યા છે. સ્પષ્ટ છે કે એક તરફ સરકાર અને સેના છે તો બીજી તરફ ઈમરાન અને ન્યાયતંત્ર છે.


Spread the love

Related posts

ઇઝરાયલની મુશ્કેલી 22 વર્ષની અહદ તમીમી:16 વર્ષની ઉંમરે ઇઝરાયલી સૈનિકને થપ્પડ માર્યો; હવે તેણે કહ્યું- અમે તમારું લોહી પી જઈશું

Team News Updates

ફ્રાન્સમાં ઈન્ડિયન એરફોર્સના રાફેલનું ફ્લાયપાસ્ટ:PM મોદીએ ભારતીય સેનાના જવાનોને સલામી આપી; ‘સારે જહાં સે અચ્છા’ની ધૂન ગુંજી ઊઠી

Team News Updates

PM મોદી ઓસ્ટ્રેલિયા પહોંચ્યા:સિડનીમાં ભારતીય મૂળના 20,000 લોકોને સંબોધિત કરશે, એક વિસ્તારનું નામ હશે લિટલ ઈન્ડિયા

Team News Updates