વડોદરા -ધર્મેશ બોલતો રહ્યો “અજ્જુ મેરી જાન અજ્જુ મેરી જાન” પણ હત્યારાઓ ચાકુના ઘા ઝીંકતા રહ્યાં

0
222
  • બે દિવસ અગાઉ દુમાડ ગામની સીમમાંથી આંતરિયાળ રસ્તા પરથી પાણીના ખાબોચિયામાંથી અજાણ્યા યુવક તરીકે
  • ધર્મેશનો કહોવાઇ ગયેલો મૃતદેહ મળ્યો હતો.
  •  ધર્મેશના હાથ પરના ટેટુ પરથી તેની ઓળખ છતી થઇ હતી.
  •  ધર્મેશન ગત તા.13મી સપ્ટેમ્બર રવિવારના રોજથી ગુમ હતો.
  •  ગુરૂવારે સવારે દુમાડ ગામની સીમમાંથી ધર્મેશની ધાતકી હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો
  •  પોલીસને ગેરમાર્ગે દોરવા અજય તડવી અન્ય ગુનામાં વારસિયા પોલીસ સ્ટેશનમાં હાજર થતા તેનો ખેલ ઉંધો પડ્યો
  • પીસીબીએ ધર્મેશ કહારના હત્યારા અજય તડવી, જીગ્નેશ અને કરણ સરદારની ધરપકડ કરી છે

વડોદરા. ગત ગુરૂવારના રોજ સવારે દુમાડ ગામની સીમમાંથી એક અજાણ્યા યુવકની ડિકમ્પોઝ થયેલી લાશ પાણીના ખાબોચિયમાંથી મળી આવી હતી. જોકે યુવકના શરીર પર 10થી વધુ ઘાના નિશાન જોવા મળતા પોલીસે હત્યાની આશંકાય વ્યક્તિ કરી હતી. થોડા જ સમયમાં અજાણ્યા યુવકની લાશની ઓળખ છતી થતાં હત્યારાઓની શોધખોળ શરૂ થઇ હતી.

શહેરના દાંડીયાબજાર વિસ્તારમાં આવેલા કાકા સાહેબના ટેકરા પર રહેતો ધર્મેશ સત્યનારાયણ કહાર છેલ્લા કેટલાક સમયથી કિશનવાડી સ્થિત વુડાના મકાનમાં પરિવાર સાથે રહેતો હતો. ગત શનિવારના રોજ ધર્મેશને એક ફોન આવ્યો અને ત્યારથી જ તે ગુમ હતો. જોકે આ ઘટનાના ચાર દિવસ બાદ ધર્મેશની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. દરમિયાન હત્યારા અજય તડવીએ પ્લાન ઘડી ફરાર થઇ ગયો હતો.

જોકે પોલીસથી બચવા માટે અજય તડવી તેની સામે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા અન્ય ગુના સંદર્ભે હાજર થઇ ગયો હતો. ધર્મેશની હત્યાનો ભેદ ઉકેલાવમાં તાલુકા પોલીસ સહીત શહેર પોલીસ પણ કામે લાગી હતી. તેવામાં અજય તડવી એકા એક વારસિયા પોલીસ સ્ટેશનમાં હાજર થતા પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (પીસીબી)ની ટીમને શંકા ઉપજી હતી. જેથી અજયની આંકરી પુછપરછ કરતા તે ભાંગી પડ્યો અને ધર્મેશની હત્યા તેણે અન્ય સાગરીત કરણ સરદાર અને જીગ્નેશ ઉર્ફે કારો સાથે મળી હોવાની કબુલાત કરી હતી.

પોલીસે અજયની પ્રાથમિક પુછપરછ કરતા તેણે વટાણા વેરી દેતા કબુલાત કરી હતી કે, ધર્મેશને જમવા માટે દુમાડ તરફ હાઇવે પર લઇ જઇ તેની હત્યા કરી લાશને ફેંકી દેવામાં આવી હતી. જેમાં અંધારાનો લાભ ઉઠાવી અંતરિયાળ રસ્તા પર કરણ અજય તડવીએ મોપેડ રોકી અને કરણ સરદારે પહેલો વાર કર્યો, ત્યાર બપાદ અજય તડવીએ ધર્મેશની ઊંધો પાડી પોતાની પાસેના તિક્ષણ હથિયાર વડે ઉપરા છાપરી ઘા ઝીંકતા અધમરી હાલતમાં ધર્મેશ બોલ્યો અજ્જુ મેરી જાન અજ્જુ મેરી જાન પણ અજ્ય તડવી ના રોકાયો અને આખરે તે મોતને ઘાટ ઉતારી લાશ પાણીના ખાબોચીયામાં ફેંકી દીધી હતી.

ધર્મેશની હત્યા કરવાનુ કારણ જાણવા પોલીસે અજયની પુછતાછ કરતા અંદાજીત દોઢ મહિના પહેલા અજય અને ધર્મેશને કોઇ બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં ધર્મેશે પોતાની પાસેના હથિયાર વડે અજય પર હુમલો કર્યો હતો. આ બાબતે ધર્મેશ સામે હત્યાના પ્રયાસોનો ગુનો નોંધાતા તેને પાસા હેઠળ પણ ધકેલી દેવામાં આવ્યો હતો. પરંતુ જૂના ઝઘડાનો ખાર રાખી બદલો લેવા માટે અજય તડવી, જીગ્નેશ અને કરણ સરદારે તેની હત્યા કરી હોવાનુ જાણવા મળ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here