પોરબંદરમાં કલેકટરના ક્ધટેઇમેન્ટ ઝોનના જાહેરનામા માત્ર કાગળ ઉપર!

0
98

પોરબંદરમાં કોરોનાનું સંક્રમણ ગમે તેટલું વધે તો પણ વહીવટીતંત્ર હવે નિષ્ફીકર છે તેની સાબિતી જાહેરનામાઓ બહાર પડે ત્યારે તેની અમલવારી માત્ર કાગળ ઉપર થતી હોય તેવું સ્પષ્ટપણે જણાતા મળી રહી છે અને અગાઉ ર8 દિવસ સુધી કોરોના પેશન્ટ રહે છે તે ગલી અને તેની આજુબાજુની બે થી ત્રણ ગલીઓ પતરાથી પેક કરીને લોકોને પુરી રાખનાર તંત્ર હવે કોરોનાના દર્દીના ઘર ઉપર સ્ટીકર લગાડી જાય છે અને એ દર્દી ઘરમાં રહે છે કે બહાર આંટા ફેરા કરે છે તેની પણ દરકાર ભાગ્યે જ લેવાતી હોય છે ત્યારે આવા જાહેરનામાની કડક અમલવારી થતી નહીં હોવાની લાગણી લોકોએ વ્યકત કરી છે.
કલેકટરના જાહેરનામા
પોરબંદર જીલ્લામાં નોવેલ કોરોના વાયરસના વધુ પોઝીટીવ કેસ આવતા વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગપે પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન. મોદીએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973 ની કલમ-144 ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-ર00પની કલમ-30 તથા કલમ-34 અને ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવીડ-19 રેગ્યુલેશન ર0ર0ની કલમ-ર અન્વયે પોરબંદરના અનેક વિસ્તારમાં ક્ધટેઇમેન્ટ વિસ્તાર નકકી કરી જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે અને ક્ધટેઇમેન્ટ વિસ્તારમાં માલ અને સેવાઓની આપૂર્તિ માટે (પરવાનગી સાથે) અને મેડીકલ ઇમરજન્સી માટે વ્યકિતઓની અવર-જવર, આ હુકમ સરકારી ફરજ ઉપરના અધિકારી/કર્મચારીઓને લાગુ પડશે નહીં, ક્ધટેઇમેન્ટ ઝોનમાં ફકત આવશ્યક સેવાઓ જ ચાલુ રાખી શકાશે. આ પ્રકારના જાહેરનામા પોરબંદરના જીલ્લા કલેકટર બહાર પાડે છે.
28 દિવસ સુધી લોકો થતા હતા હેરાન
પોરબંદરના જીલ્લા કલેકટર જાહેરનામા તો બહાર પાડી દે છે પરંતુ તે જાહેરનામાની અમલવારી કોણ કરાવશે? તેવો સવાલ એટલા માટે ઉભો થાય છે કે, પોરબંદરમાં કોરોનાના ઓછા કેસ હતા ત્‌યારે જાહેરનામા બહાર પાડીને કોરોના પોઝીટીવ વ્યક્તિના ઘરની આજુબાજુ પતરા પેક કરીને માત્ર 1 ગલી નહીં પરંતુ બે થી ત્રણ ગલીઓ  28 દિવસ સુધી પેક કરી દેવામાં આવતી હતી અને અસંખ્ય પરિવારો હેરાન-પરેશાન થતા હતા. બન્ને બાજુ બંદુકધારી પોલીસવાળાને બેસાડીને એકપણ વ્યક્તિ બહાર નિકળે નહીં તેવી કડક સુચના અપાતી હતી. વૃધ્ધો હેરાન થતા હોય કે , બિમાર હોય તો તેઓની સારવાર માટે પણ નિયમની અમલવારી અને કાયદો દેખાડીને હાથ ઉંચા કરી દેવામાં આવતા હતા.
ત્યારબાદ 14 દિવસ સુધી હેરાનગતિ
પરંતુ એ જ તંત્ર એ ત્‌યારબાદ ર8 દિવસને ઘટાડીને 14 દિવસ પતરા રાખવાનો નિયમ કરી નાખ્યો હતો. આ નિયમ મુજબ 14 દિવસ સુધી ગલીની બહાર કોઇ નિકળી શકતા નહીં અને કોરોના પોઝીટીવ વ્યક્તિ જ નહીં પરંતુ તેના પડોશીઓ પણ ફળીયામાં બહાર આવે તો પોલીસ કર્મચારીઓ કડક સુચના આપીને ઘરમાં રહેવા ધમકાવતા હોવાના અનેક બનાવો બન્યા હતા અને લોકો 14 દિવસ સુધી હેરાન થતાં હતા.
હવે માત્ર ઘર ઉપર સ્ટીકર, કયાંક-કયાંક પતરા!
કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને કેસો મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે ત્યારે વહીવટીતંત્રએ હવે કયાંક જ પતરા લગાડયા હોય તેવું જાણવા મળ્યું છે બાકી મોટાભાગના કોરોના દર્દીઓના ઘરે સ્ટીકર લગાડીને સંતોષ માની લેવામાં આવે છે. એ કોરોના પોઝીટીવ દર્દી ઘરમાં છે, હોમ કોરોન્ટાઇન છે કે બહાર ફરવા ચાલ્યો ગયો છે? તેના સંપર્કમાં આવતા તેના પરિવારના લોકો બહાર આંટાફેરા કરી રહ્યા છે? તેવી કોઇ જ દરકાર લેવાતી નથી અને તેના કારણે પોરબંદર શહેર અને જીલ્લામાં કોરોનાનું સંક્રમણ સ્પષ્ટપણે વધુ ફેલાઇ રહ્યું છે.
પોરબંદરનું વહીવટીતંત્ર અને પોલીસતંત્ર જેટલી ઝડપે જાહેરનામા બહાર પાડે છે તેટલી ઝડપે જો કાયદાનું કડક પાલન કરાવે અને કોરોનાના સંક્રમણને નાથવા ખરા અર્થમાં ગંભીર બને તો જ કોરોનાના સંક્રમણને અટકાવી શકાશે બાકી જાહેરનામા બહાર પડે છે તે કાગળ ઉપર જ રહે તેવું જણાઇ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here