પંચમહાલ,ગોધરા
પંચમહાલ જીલ્લા પશૂપાલકોની જીવાદોરી સમાન એવી પંચામૃત ડેરી ખાતે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી કરવામા આવી હતી.

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે લુણાવાડા રોડ પર પંચામૃત ડેરી આવેલી છે.જે ત્રણ જીલ્લા પંચમહાલ,મહિસાગર, દાહોદના પશૂપાલકો માટે આર્શિવાદ સમાન છે.આજે સોમવારના રોજ પ્રાન્ત અધિકારી અને બોર્ડ ઓફ ડીરેકટર્સની હાજરીમાં ચેરમેન પદની ચુંટણીમાં જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચુંટાઇ આવ્યા હતા.જેઠાભાઇ સતત ચોથી વખત પંચામૃત ડેરીના ચેરમેન તરીકે બિન હરીફ ચુંટાયા છે.ચેરમેન પદે વરણી થતા ડેરીના કેમ્પસમાં સ્થાનિક કલાકારો દ્વારા ગફુલી નૃત્યની રમઝટ જમાવીને તેમનૂ સ્વાગત કરવામા આવ્યુ હતુ.ભાજપના અગ્રણીઓ,કાર્યકરો, ગ્રામ્ય વિસ્તારોની ડેરીઓના ચેરમેને પણ તેમને શુભકામના પાઠવી હતી.ડેરીના સતત વિકાસ થવા પાછળ તેમને પશુપાલકોની મહેનત હોવાનૂ જણાવી આભાર માન્યો હતો.

અહેવાલ- ગણપત મકવાણા, પંચમહાલ