News Updates
GUJARAT

VHPની હોટલ ઝુંબેશમાં ડ્રગ્સ રેકેટ ઝડપાયું:અમદાવાદની હોટલમાં વિધર્મી યુવક-યુવતીને શોધવા ગયા ને ડ્રગ્સ મળ્યું; સપ્લાયર યુવક-યુવતી ફરાર, એકની અટકાયત

Spread the love

વિશ્વ હિન્દુ પરિષદ ( VHP) અને બજરંગ દળ દ્વારા રાજ્યની તમામ હોટલમાં ચેકિંગ કરીને વિધર્મી યુવકોને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં બુધવારે અમદાવાદના પોશ ગણાતા નહેરુનગર નજીક એક હોટેલમાં વિધર્મી યુવક એક યુવતી સાથે આવ્યો હોવાની બાતમી VHPને મળી હતી. જેથી બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં એક યુવતી હાજર હતી, પરંતુ તે નજર ચૂકવીને ભાગવામાં સફળ થઈ ગઈ હતી. તે દરમિયાન બે બીજા લોકો ત્યાં આવ્યા હતા. આ લવ જેહાદ નહીં પણ ડ્રગ્સ રેકેટ હતું. અહીંયાં આવેલા બે લોકો ડ્રગ લેવા આવ્યા હતા, જેને VHP અને બજરંગ દળે ઝડપી પાડ્યા હતા. જે બાદ તેના ફોનના આધારે ટ્રેપ ગોઠવીને પાલડી નજીકથી ડ્રગ્સ આપવા આવનાર એક વ્યક્તિને રંગે હાથે ઝડપી લીધો હતો. આ સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચતા એલિસબ્રિજ પોલીસે આ સંદર્ભે ડ્રગ્સ અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હોટલમાં યુવક-યુવતી મળી આવ્યાં
અમદાવાદના વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતને સાંજના ચાર વાગ્યાની આસપાસ એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, વિધર્મી યુવક યુવતીને લઈને નહેરુનગર પાસેની એક હોટલમાં આવ્યો છે. જેથી VHPના કાર્યકરો વિધર્મી યુવકને સબક શિખવાડવા ત્યાં પહોંચ્યા હતા. તેમની સાથે બજરંગ દળના ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રમુખ જ્વલિત મહેતા પણ સાથે હતા. VHP અને બજરંગ દળના કાર્યકરો ત્યાં પહોંચ્યા, ત્યારે હોટેલમાં એક યુવતી અને એક યુવક હતાં. જેમાં યુવતી નશામાં હોય તે રીતે ત્યાં VHP અને બજરંગ દળના કાર્યકરો સાથે બહેસ કરવા લાગી હતી. તે દરમિયાન એક યુવક ત્યાંથી ભાગી ગયો અને યુવતી પણ ત્યાંથી ચાલતી ચાલતી નીકળી ગઈ હતી. જે યુવક ભાગી ગયો તેનો ફોન બજરંગ દળના કાર્યકરોના હાથમાં આવી ગયો હતો. આ ફોન પર એક ફોન આવ્યો કે, અમે માલ લેવા આવ્યા છીએ. એટલે VHPના કાર્યકરે બે યુવકોને પકડી લીધા હતા અને પૂછપરછ કરી હતી.

ડ્રગ સપ્લાયરને ઝડપી પાડવા ટ્રેપ ગોઠવી
આ પૂછપરછમાં થોડીવાર બાદ આ યુવક ડ્રગ્સ લેવા આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. યુવકના ફોનથી ડ્રગ સપ્લાયરને વીએચપીના કાર્યકરોએ ફોન કરાવ્યો હતો. જેના આધારે ડ્રગ્સ સપ્લાયર પાલડી પાસે ડ્રગ્સ આપવામાં આવશે, તેવું નક્કી થયું હતું. થોડીવાર બાદ બંને યુવકોને લઈને VHP અને બજરંગ દળના કાર્યકરો પાલડી પાસે પહોંચ્યા હતા અને ડ્રગ સપ્લાયરને ઝડપી પાડવા ટ્રેપ ગોઠવી હતી. થોડીવાર બાદ રિક્ષામાં ડ્રગ સપ્લાયર આવ્યો અને જે વ્યક્તિએ ફોન કર્યો હતો, તેની સાથે વાત કરતા બજરંગ દળ અને VHPના કાર્યકરોએ તેને પકડતા તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું.

એક વ્યક્તિની અટકાયત, એક ફરાર
આ બનાવની જાણ થતા એલિસબ્રિજ પોલીસ અને અન્ય એજન્સીના અધિકારીઓ પાલડી પાસે પહોંચી ગયા હતા. આ સંદર્ભે તપાસ કરતા પંચોને સાક્ષીની હાજરીમાં ચાર ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ બનાવમાં એક વ્યક્તિની અટકાયત કરી છે, જ્યારે આ કેસમાં એક વ્યક્તિ વોન્ટેડ હોવાનું પણ સામે આવી રહ્યું છે. હાલ VHPના આ હોટલ સામેની ઝુંબેશમાં ડ્રગ્સ રેકેટ પકડાયું છે.

હોટલમાં ચેકિંગ માટે ગયા અને ડ્રગ્સ રેકેટ પકડાયુંઃ જ્વલિત મહેતા
આ અંગે બજરંગ દળના ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રમુખ જ્વલિત મહેતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અમે હોટલમાં ચેકિંગ માટે ગયા હતા, પરંતુ આખું ડ્રગ્સ રેકેટ પકડાયું છે. અમને મળેલા એક ફોનની અંદર ઘણા ડ્રગ્સ પેડલર અને ઘણી હિન્દુ યુવતીઓનાં નામ પણ છે. એટલે અમે આગળ પણ જો આવી ઇન્ફર્મેશન મળશે, તો ડ્રગ્સ રેકેટ સામે પણ લડવા માટે કામ કરી રહ્યા છીએ. હિન્દુ યુવતી અને યુવકોને બચાવવા માટે પણ અમારું કાર્ય ચાલુ જ રહેશે.

શા માટે VHPએ હોટલ ચેકિંગ ઝુંબેશ શરૂ કરી?
ગુજરાતની અલગ અલગ જગ્યાએ અવારનવાર લવ જેહાદ અને ધર્મ પરિવર્તન મુદ્દે વિવાદ થયા છે. આ અંગે પોલીસ ફરિયાદ પણ થઈ છે, બીજી તરફ તાજેતરમાં બે સગી બહેનનો ધર્મ પરિવર્તનનો મુદ્દો સામે આવ્યો છે જે સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ એક્શનમાં આવી ગયાં છે. આ વખતે વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તાએ વિવાદિત ટ્વીટ કરીને હોટલના અને ગેસ્ટ હાઉસના સંચાલકોને ચીમકી આપી છે કે, જો આ પ્રમાણે કોઈ વિધર્મી યુવક યુવતીને ગેસ્ટ હાઉસ કે હોટલમાં લઈ જશે તો તેના પરિણામ માટે હોટલ સંચાલક કે ગેસ્ટ હાઉસ સંચાલકને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આ વિવાદ ખૂબ મોટો થયો છે.


Spread the love

Related posts

આ વર્ષે વિક્રમજનક 15 લાખ મેટ્રિક ટન મીઠું પાક્યું, સરેરાશ કરતાં 5 લાખ મેટ્રિક ટન વધારે આવક

Team News Updates

શેરડીનાં રસનાં ચીચોડામાંથી દારુ વહ્યો…વાંચો વિગતે

Team News Updates

મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે ભાવનગરની ચિત્રા GIDCમાં “કોમન ફેસેલીટી સેન્ટર”નું ઉદ્ઘાટન કર્યું

Team News Updates