News Updates
ENTERTAINMENT

9 શહેરોમાં 9 મેચ- ભારતને ભારે ન પડી જાય:વર્લ્ડ કપમાં 10 હજાર કિમીની મુસાફરી, જાણો શું આવશે મુશ્કેલીઓ અને આ મેદાનો પરનું પ્રદર્શન

Spread the love

પ્રથમ વખત, સંપૂર્ણ રીતે ભારત દ્વારા આયોજિત વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય ટીમે તેની 9 લીગ મેચ 9 અલગ-અલગ શહેરોમાં રમવાની છે.

ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી અન્ય કોઈ ટીમે આટલા શહેરોમાં તેમની લીગ મેચો રમવાની નથી. વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયા 34 દિવસમાં લગભગ 10,000 કિમીની મુસાફરી કરશે.

આટલા વધુ શહેરોમાં મેચનું કારણ

ICCનું કહેવું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પોતે પોતાની ટીમ માટે આ શહેરોની પસંદગી કરી છે. એવું માનવામાં આવે છે કે BCCIએ વધુમાં વધુ રાજ્યોના ક્રિકેટ બોર્ડને ખુશ કરવા માટે આ પગલું ભર્યું છે.

ભારતીય ટીમને આ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

1. મુસાફરીમાં વધુ સમય પસાર કરવો પડશે
વર્તમાન સમયપત્રક મુજબ, ટીમે લીગ મેચો દરમિયાન 34 દિવસમાં લગભગ 10,000 કિલોમીટરની મુસાફરી કરવી પડશે, જે થકવી નાખનારી હોઈ શકે છે. ટીમ ચાર્ટર્ડ પ્લેન દ્વારા મુસાફરી કરી શકે છે, પરંતુ આ વિમાનો પણ જેટ લેગ (વિમાન પ્રવાસમાં લાગતે થાક)થી બચાવી શકતા નથી.

2. હોમ એડવાન્ટેજ મર્યાદિત રહેશે
વધુ સંખ્યામાં સ્થળોએ ટીમના ઘરના લાભને મર્યાદિત કરે છે, કારણ કે ખેલાડીઓને અલગ-અલગ મેદાનો પર મેચ રમવાની હોય છે. આવી સ્થિતિમાં, તેઓએ સતત તેમની વ્યૂહરચના બદલવી પડશે.

3. વિવિધ પરિસ્થિતિઓ અનુસાર સતત ફેરફારો કરવા પડશે
વધુ સ્થળોને કારણે ટીમ મેનેજમેન્ટ પર કામનું ભારણ વધે છે. કોચ અને કેપ્ટને અલગ-અલગ સ્થળો અને વિરોધીઓ માટે ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર કરવા પડશે.

1. ચેન્નાઈ: 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે
ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે.

2. દિલ્હી: અહીં અફઘાનિસ્તાન સાથે પ્રથમ મુકાબલો
ભારત-અફઘાનિસ્તાન વચ્ચે 11 ઓક્ટોબરે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાશે. ભારતીય ટીમ દિલ્હીના મેદાન પર પ્રથમ વખત અફઘાનિસ્તાન સામે ટકરાશે. વર્લ્ડ કપમાં બંને ટીમો બીજી વખત આમને-સામને થશે. 2019માં ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ઘણી મહેનત બાદ માત્ર 11 રનથી જીતવામાં સફળ રહી હતી. એકંદર રેકોર્ડ પર નજર કરીએ તો, ભારતે દિલ્હીના અરુણ જેટલી ગ્રાઉન્ડ પર 21માંથી 13 મેચ જીતી છે અને 7માં હારનો સામનો કરવો પડ્યો છે.

3. અમદાવાદઃ અહીં વર્લ્ડ કપની એકપણ મેચ હાર્યું નથી, આ વખતે પાકિસ્તાનનો સામનો
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનો દરજ્જો ધરાવતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અત્યાર સુધી વર્લ્ડ કપની એકપણ મેચ હાર્યું નથી. ટીમ અહીં 15મી ઓક્ટોબરે તેના સૌથી મોટા હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. ભારતે આ મેદાન પર 2 વર્લ્ડ કપ મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે.

4. પૂણેઃ પ્રથમ વખત વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે, અહીં ભારતે 4 મેચ જીતી છે
પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારત 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાએ અહીં 57.14 ટકા મેચ જીતી છે. આ મેદાન પર ભારતીય ટીમે 7માંથી 4 મેચ જીતી છે. આ મેદાન પર પ્રથમ વખત વર્લ્ડ કપની મેચ યોજાઈ રહી છે.

5. ધરમશાલા: છેલ્લી મેચમાં કિવીને 6 વિકેટથી હરાવ્યું
ભારતીય ટીમ 22 ઓક્ટોબરે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ મેદાન પર છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ કીવીઓને 6 વિકેટથી હરાવ્યું હતું. આ મેચ 16 ઓક્ટોબર 2016ના રોજ રમાઈ હતી.

આ મેદાન પર ભારતીય ટીમનો જીત-હારનો એકંદર રેકોર્ડ બરાબર છે. ટીમે અહીં 50 ટકા મેચ જીતી છે. ધર્મશાલા મેદાન પ્રથમ વખત વર્લ્ડ કપ મેચની યજમાની કરવા જઈ રહ્યું છે.

6. લખનઉઃ અહીં પ્રથમ જીતની રાહ જોઈ રહ્યા છીએ
લખનૌના ભારત રત્ન અટલ બિહારી ઈકાના સ્ટેડિયમમાં પ્રથમ વખત વર્લ્ડ કપ મેચ યોજાવા જઈ રહી છે. અહીં ભારતીય ટીમનો મુકાબલો 29 ઓક્ટોબરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે થશે.ટીમ ઈન્ડિયા આ મેદાન પર માત્ર એક જ વનડે મેચ રમી છે. ગયા વર્ષે ટીમને દક્ષિણ આફ્રિકાએ 9 રને હાર આપી હતી.

7. મુંબઈઃ ટીમ ઈન્ડિયા વાનખેડે ખાતે ક્વોલિફાયર ટીમનો સામનો કરશે
ટીમ ઈન્ડિયાનો મુકાબલો ક્વોલિફાયર-2 મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થશે. આ ટીમ કોણ હશે તે ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલા વર્લ્ડ કપ ક્વોલિફાયર દ્વારા નક્કી કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં જે ટીમ ફાઈનલ મેચ હારી જશે તે ક્વોલિફાયર-2 બનશે.

આ મેદાન પર ભારતે 20 મેચ રમી છે. જેમાંથી ટીમે 11માં જીત મેળવી છે જ્યારે 9માં હારનો સામનો કરવો પડ્યો છે.

8. કોલકાતાઃ ભારતીય ટીમ અહીં 30 વર્ષથી દક્ષિણ આફ્રિકાને હરાવી શકી નથી
રોહિત આર્મી 5 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ એ જ મેદાન છે જ્યાં ભારતીય ટીમને 1996ના વર્લ્ડ કપની સેમીફાઈનલમાં શ્રીલંકા સામે હૃદયદ્રાવક હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ટીમ છેલ્લા 30 વર્ષથી આ મેદાન પર દક્ષિણ આફ્રિકાને હરાવી શકી નથી. અહીં બંને ટીમો વચ્ચે 4 મેચ રમાઈ છે. તેમાંથી એક રદ કરવામાં આવી છે. બાકીની 3માંથી 2માં ભારતે જીત મેળવી છે. ભારતીય ટીમને છેલ્લી જીત 24 નવેમ્બર 1993ના રોજ ઈડન ગાર્ડન્સના મેદાન પર દક્ષિણ આફ્રિકા સામે મળી હતી. ત્યારબાદ ભારતે આફ્રિકાને 2 રને હરાવ્યું હતું. ત્યાર બાદ 2005માં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ અમને 10 વિકેટથી હરાવ્યું હતું.

9. બેંગલુરુઃ ટીમ ઈન્ડિયા ક્વોલિફાયર-1થી રમશે
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતીય ટીમનો રેકોર્ડ સારો છે. ટીમ તેની છેલ્લી લીગ મેચ અહીં 11 નવેમ્બરે ક્વોલિફાયર-1 સામે રમશે. ભારતીય ટીમે અહીં 21 મેચ રમી છે. જેમાંથી 14માં જીત થઈ છે જ્યારે 5માં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચનું પરિણામ આવ્યું નથી.

વર્લ્ડ કપના 100 રસપ્રદ તથ્યો: લિંગાની ડબલ હેટ્રિક અને ગેલની 49 છગ્ગા

વનડે ક્રિકેટ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ICCની સૌથી મોટી ઈવેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. ODI વર્લ્ડ કપની 12 આવૃત્તિઓમાં અત્યાર સુધીમાં 445 મેચ રમાઈ છે. જેમાંથી 1,92,243 રન બનાવ્યા છે. બેટરોએ 196 સદી ફટકારી અને કુલ 6,366 વિકેટ પડી.


Spread the love

Related posts

શું દિલ્હી કેપિટલ્સ આ વખતે IPLનું ટાઈટલ જીતવા છે તૈયાર? જાણો ટીમની તાકાત અને નબળાઈ

Team News Updates

ફિલ્મ ‘હમરાઝ’માં અમિષા-બોબીને જોઈને ફેન્સ થયા હતા નારાજ:અમિષાએ કહ્યું, ‘ગુસ્સામાં કાળઝાળ ફેન્સે બોબીને કહ્યું હતું કે ‘છોડ ઇસકો યે તેરે ભાઈ કી અમાનત હૈ’

Team News Updates

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો:નીતિન દેસાઈનું મોત ગળેફાંસો ખાવાથી થયું; પરિવારે કહ્યું, અંતિમ સંસ્કાર એનડી સ્ટુડિયોમાં જ થશે

Team News Updates