ગીર સોમનાથ જિલ્લામાં ૪૮૦૪૭ લોકોના કોરોના ટેસ્ટનું પરિક્ષણ કરાયું

0
100

ગીર સોમનાથ કોરોના વાયરસની મહામારીથી સમગ્ર વિશ્ર્વ પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકોએ માસ્ક પહેરવું ફરજીયાત છે અને સામાજીક અંતર રાખવુ આવશ્યક છે. કોરોના સંક્રમણને અટકાવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્રારા પહેલ શરૂ કરી લોકોને કોરોના ટેસ્ટનું પરીક્ષણ કરવા આહવાન કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે સધન કામગીરી કરી રહ્યા છે.


   ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ પોઝીટીવ કેસ તા.૨૮ માર્ચના રોજ નોંધાયો હતો. જિલ્લામાં એન્ટીજન ટેસ્ટ ૩૧૨૫૭ અને આર.ટી.પીસી.આર.૧૬૭૯૦ સહિત કુલ ૪૮૦૪૭ શંકાસ્પદ લોકોના કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તા.૨૨ સપ્ટેમ્બર સુધી ૧૩૯૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. હાલમાં અત્યાર સુધીમાં કુલ ૧૧૭ કેસ એક્ટીવ છે. વેરાવળ-૧, વેરાવળ શહેર-૧૩, કોડીનાર-૨૪, ગીરગઢડા-૯, ઉના-૮, ઉના શહેર-૨૦, સુત્રાપાડા-૧૯, તાલાળા-૧૮ અને અન્ય જિલ્લાના-૫ કેસનો સમાવેશ થાય છે. તેમ આરોગ્ય વિભાગ ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here