રાજ્યમાં હાલ ગરમીનું પ્રમાણ વધતા હવામાન વિભાગ દ્વારા હિટવેવનું એલર્ટ આપવામાં આવ્યુ છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. ત્યારે આ કાળઝાળ ગરમીથી લોકોને 25 એપ્રિલ સુધી રાહત મળવાના કોઈ એંધાણ હાલ તો દેખાતા નથી.
રાજ્યમાં હાલ ગરમીનું પ્રમાણ વધતા હવામાન વિભાગ દ્વારા હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યુ છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. ત્યારે આ કાળઝાળ ગરમીથી લોકોને 25 એપ્રિલ સુધી રાહત મળવાના કોઈ એંધાણ હાલ તો દેખાતા નથી.
હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર આજે રાજ્યમાં 2 ડિગ્રી મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. જૂનાગઢ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં તાપમાન રહેશે ઉંચુ.ઉત્તર ગુજરાતમાં હિંમતનગર અને ઇડરમાં તાપમાન ઉંચું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે એપ્રિલના આ દિવસોમાં 40થી 41 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, આણંદ, ભરુચ, બોટાદ, નર્મદા, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી તાપમાન મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, અરવલ્લી, ભાવનગર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, નવસારી, સાબરકાંઠા,સુરત સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી તાપમાન મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. છોટાઉદેપુર, જુનાગઢ, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી તાપમાન મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.