આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે, ત્યાં હવે વરસાદની આગાહી સામે આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી ત્રણ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે.
કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે અને આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે, ત્યાં હવે વરસાદની આગાહી સામે આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી ત્રણ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે.
આ ઉપરાંત મહિસાગરમાં પણ હળવો કમોસમી વરસાદ વરસી શકે છે. ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ટૂંકા ગાળાની આાગહી કરતા અનુમાન રજૂ કરવામાં આવ્યું છે કે, સાંજના અરસા દરમિયાનના ત્રણેક કલાકના સમયગાળામાં કમોસમી વરસાદ વરસી શકે છે.