રાજકોટની ગર્લ્સ હોસ્ટેલ ખાતે ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલ

0
164

સ્વજનની જેમ કોરોના વાયરસના સંક્રમિતોની શૌચાલય સહિતની દૈનિક ક્રિયાઓની દેખભાળ રાખતા ૪૦ પરિચરો
કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારસંભાળ એક દિકરાની જેમ પરિચર રાખી રહ્યા છે

જોસાઈ જસ્મીત, સુપરવાઈઝર કોરોના વાયરસથી સંક્રમિત અનેક દર્દીઓ હરવાં-ફરવાં માટે અશક્ત હોય છે ત્યારે તેમની જમવાની, પથારી વ્યવસ્થિત કરવાની, શૌચાલય સહિતની દૈનિક ક્રિયાઓ માટે એક પરિવારના સ્વજનની જેમ, રાજકોટની સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં ૪૦ જેટલા પરિચર એટલે કે, અટેંડન્ટ દેખભાળ રાખી રહ્યા છે. ઉપરાંત જેટલા ૨૪ જેટલા સફાઈ કામદાર પણ કોવિડ વોર્ડને સ્વચ્છ-સુઘડ રાખી રહ્યા છે.


અટેંડન્ટ અને સ્વીપિંગના સુપરવાઈઝર જોસાઈ જસ્મીત કહે છે કે, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારસંભાળ એક દીકરાની જેમ અહીંના એટેન્ડન્ટ રાખી રહ્યા છે. તેમની દૈનિક ક્રિયાઓથી માંડીને જમવા સહિતની જરૂરી તમામ કાળજી લેવામા આવી રહી છે. ઉપરાંત દર્દીઓને તેમના સગા-સંબંધીઓ સાથે વીડિયો કોલિંગ દ્વારા વાત કરાવી આપવામાં આવે છે. આ માટે અહિંયા ચાર માળ અને આઠ વીંગમાં સેવા આપવા માટે ૪૦ પરિચર અને ૨૪ સફાઈ કામદાર કામ કરી રહ્યા છે. દર્દીઓને યોગ્ય સેવાની સાથે સફાઈનુ ઉંચુ સ્તર જળવાઈ રહે તેના પર પૂરતુ ધ્યાન આપવામા આવે છે. તેમજ આ તમામ કર્મયોગીની ત્રણ ટાઈમ જમવાની વ્યવસ્થા પણ અહીયા જ કરવામાં આવી છે. સાથે જ તેઓ સંક્રમણરહિત રહે તે માટે પુરતી તકેદારી રાખવામા આવી રહી છે.
સમરસ ગર્લ્સ હોસ્ટલ ખાતે કોવિડ હોસ્પિટલમા સારવાર મેળવી રહેલા ભાવેશ પેઢાધરા કહે છે કે, સવાર, બપોર અને સાંજ જમવાની ઉત્તમ સેવાની સાથે નિયમિત રીતે પથારી પથારીને વ્યવસ્થિત કરવામાં આ એટેન્ડન્ટસ પૂરતી મદદ કરે છે. તેમજ ચાલી શકાતુ ન હોય તેવા દર્દીઓની શૌચાલય સહિતની દૈનિક ક્રિયાઓ માટે જરૂરી મદદ કરે છે.
હાઉસ કિપીંગ મેનેજર તરીકે ફરજ બજાવતા ભાવનાબેન સોની કહે છે કે, દર્દીઓની દેખભાળ રાખવા અને કોવિડ હોસ્પિટલમા સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પુરતી તકેદારી રાખવાની સાથે સતત મોનીટરીંગ કરવામા આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here