રેમેડેસીવીર/ રાજકોટ ક્રાઈમ બ્રાંચે કાળાબજારીઓને ઝડપ્યા, ડ્રગ વિભાગને કાર્યવાહી કરવામાં કોની શરમ નડે છે!!

0
1185

ડ્રગ વિભાગ ફક્ત શોભાના ગાંઠીયા સમાન ??: વાર તહેવારે મેડીકલ સંચાલકો પાસેથી “કવરની પ્રસાદી” સ્વીકારતા ફૂડ એન્ડ ડ્રગનાં જવાબદાર અધિકારીઓ નવી દુલ્હનની જેમ કાળાબજારીઓની લાજ કેમ કાઢે છે ??

કોણ રેમેડેસીવીર ઇન્જેક્શનનાં કાળાબજાર કરે છે?? શું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ નથી જાણતો ?? કે “પ્રસાદી સ્વીકારવામાં માહેર અધિકારીએ ખેલ પાડી દીધો ??”

રાજકોટમાં રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારી કરતા 5 શખ્સો ઝડપાયા, 4800નું ઈન્જેક્શન 10 હજાર રૂપિયામાં વેચતા હતા

લોકોની જરૂરિયાતનો લાભ લઈને રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારી કરતા હતા

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટમાં રેમડેસીવીર ઇન્જેકશનની કાળા બજારી કરતા 5 શખ્સો ઝડપાયા છે. આરોપીઓ લોકોની જરૂરિયાતનો લાભ લઈને 4800 રૂપિયાનું એક ઇન્જેક્શન 10 હજારથી 12 હજારમાં વેચતા હતા. જેથી ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવીને આખી ચેઈનનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા સહિત 5 શખ્સોને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓના નામ
1. દેવયાની જીતેન્દ્રભાઈ ચાવડા (ઉં.વ.20)
2. વિશાલ ભુપતભાઈ ગોહેલ (ઉં.વ.21)
3. અંકિત મનોજભાઈ રાઠોડ (ઉં.વ.21)
4. જગદીશ ઈન્દ્રવનદનભાઈ શેઠ (ઉં.વ.37)
5. હિંમત કાળુભાઈ ચાવડા (ઉં.વ.23)

ક્રાઈમ બ્રાન્ચે છટકુ ગોઠવી ઇન્જેકશનની કાળા બજારીના પર્દાફાશ કર્યો
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે દેવયાની ચાવડા નામની મહિલા રેમડેસીવીર ઇન્જેક્શન મુળ કિંમતથી ઉંચી કિંમત વેચતા હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે છટકું ગોઠવીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. આરોપી હિંમત અગાઉ જલારામ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતો હતો અને તેને 12 હજાર રૂપિયામાં 2 ઇન્જેક્શન વેચ્યા હતા. આરોપી જગદીશ જલારામ હોસ્પિટલના મેડિકલમાં નોકરી કરતો હતો જેને 14 હજાર રૂપિયામાં 2 ઇન્જેક્શન વેચ્યા હતા, આરોપી અંકિતે 15 હજાર રૂપિયામાં 2 ઇન્જેક્શન વેચ્યા હતા. દેવયાની ચાવડા અને વિશાલ ગોહિલે 15 બજાર રૂપિયામાં ઇન્જેક્શન ખરીદ્યા હતા. જે ઇન્જેક્શન 20 હજાર રૂપિયમાં વેચવાના હતા.

આ ઇન્જેક્શન જે દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું હોય તેને આપવામાં આવતું હતું
કોરોના વાઈરસની મહામારીના સમયમાં દર્દી તથા તેના સગા પાસેથી રેમડેસીવીર ઇન્જેકશનની જરૂરીયાત સામે ઉંચી રકમે વેચાણ કરી કાળા બજારી કરી ગેરલાભ ઉઠાવનાર 5 શખ્સો સામે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે આ ઇન્જેક્શન કોરોનાના દર્દીમાં જેનું ઓક્સિજન લેવલ ઓછું હોય તેને આપવાનું હોય છે. આ ઇન્જેકશનની માર્કેટમાં શોર્ટેજ હોવાને લઈને આરોપીઓ જરૂરિયાતમંદ લોકો પાસેથી લાભ ઉઠાવતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here