News Updates
RAJKOT

પૈસાની વહેંચણીમાં CCTVને જ ભૂલી ગયા!:રાજકોટમાં વાહનચાલકો પાસેથી ટ્રાફિક વોર્ડન પૈસાની ઊઘરાણી કરી કોન્સ્ટેબલને આપતા, વીડિયોથી ભાંડો ફૂટતા ACPએ સસ્પેન્ડ કર્યા

Spread the love

રાજકોટ શહેર પોલીસ અવારનવાર બદનામ થતી હોય છે ત્યારે વધુ એક વખત ટ્રાફિક પોલીસ પર બદનામીનો દાગ લાગ્યો છે, જેમાં રાજકોટ ટ્રાફિક પોલીસનાં બે કર્મચારીઓ વોર્ડન સાથે મળીને ભાગબટાઇ કરતા હોવાના CCTV સામે આવ્યા હતા. આ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા આ વીડિયો રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીકનો હોવાનું અને ટ્રાફિક કોન્સ્ટેબલ ઉમેદ ગઢવી તેમજ મહિલા કોન્સ્ટેબલ કાજલ મોલીયા ગુનેગાર હોવાનું સામે આવતા પોલીસ કમિશ્નર દ્વારા આ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ટ્રાફિક વોર્ડને માત્ર ટ્રાફિક નિયમન જ કરવાનું હોય
આ અંગે ટ્રાફિક ACP જે. બી. ગઢવીએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. આ બનાવ ગંભીર હોવાથી પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને DCP પૂજા યાદવ દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન કસૂરવાર હોવાનું સામે આવતા હેડ કોન્સ્ટેબલ ઉમેદભાઈ ગઢવી અને મહિલા કોન્સ્ટેબલ કાજલ મોલીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ ટ્રાફિક વોર્ડન અંગે ટકોર કરતા તેમણે જણાવ્યું હતું કે, ટ્રાફિક વોર્ડને માત્ર ટ્રાફિક નિયમન જ કરવાનું હોય છે. કોઈપણ પ્રકારનો દંડ વસુલવાની સત્તા ટ્રાફિક વોર્ડનને નથી અને અવારનવાર પબ્લિક ડિલિંગ માટેની તાલીમ પણ તેઓને આપવામાં આવે છે.

જાણો શું હતો સમગ્ર મામલો?
રૈયા ટેલિફોન એક્સચેન્જ સર્કલ પાસે ચારેક દિવસ પૂર્વે આદિત્ય ઝીંઝુવાડિયા નામના ટ્રાફિક વોર્ડને બાઇકચાલક યુવકને થાપો મારી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને બાઇકચાલક કાર સાથે અથડાતા બાઇકમાં બેઠેલા તેના પરિવારના સભ્યો બાઇકમાંથી ફંગોળાયા હતા અને આ ઘટનાની સાથોસાથ એવો પણ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો કે, રૈયા ટેલિફોન એક્સચેન્જ પોઈન્ટ ઉપર ફરજ બજાવતાં ટ્રાફિક વોર્ડન વાહનચાલકો પાસેથી ઉઘરાણા કરી તે રકમ ત્યાં ફરજ બજાવતાં ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ ઉમેદ ગઢવી અને મહિલા કોન્સ્ટેબલ કાજલ મોલિયાને રકમ આપતા હતા અને રકમ હાથમાં આવ્યા બાદ તેની ભાગબટાઇ થતી હતી.

કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા
બંને ઘટનાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થતાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ ચોંકી ઉઠ્યા હતા. તેમની સૂચનાથી ગુરૂવારે મહિલા કોન્સ્ટેબલ કાજલ મોલિયાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વોર્ડન આદિત્ય ઝીંઝુવાડિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આદિત્ય ઝીંઝુવાડિયાની ધરપકડ કરી હતી. બીજી બાજુ તોડજોડના મામલામાં પોલીસ કમિશ્નર ભાર્ગવે તપાસ કરાવ્યા બાદ ટ્રાફિકનાં હેડ કોન્સ્ટેબલ ગઢવી અને મહિલા કોન્સ્ટેબલ મોલિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.


Spread the love

Related posts

રાજકોટમાં શરદી-ઉધરસનાં 871 સહિત વિવિધ રોગના 1293 કેસ, આરોગ્ય કેન્દ્રો, સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો

Team News Updates

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભાદરવાના બફારામાં ખેલાડીઓએ પરસેવો પાડ્યો, ભારતની ટીમ સાંજે પ્રેક્ટિસ કરશે

Team News Updates

સાત સમુદ્ર કી શાહી કરું, કલમ કરું વનરાય, પૃથ્વી કા કાગઝ કરું, ગુરુ ગુણ લિખા ન જાયે:ઇન્દ્રભારતીબાપુએ વર્ણવ્યો ગુરુનો મહિમા

Team News Updates