વિંછીયા તાલુકા ના ભોંયરા મુકામે વિકાસનાં ૩ (ત્રણ) સી.સી.રોડનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું અને સાથે સાથે ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ભોંયરા ગ્રામ પંચાયત ના સરપંચ, વિંછીયા તાલુકા ભાજપ મહામંત્રી અંજનભાઇ ધોળકિયા, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ નાથાભાઈ વાસાણી તેમજ ગામનાં આગેવાનો ભાઈઓ તથા કાર્યકર બંધુઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ- કરશન બામટા, આટકોટ