ગીર-સોમનાથ જિલ્લામાં મોબાઇલ ટુ સ્પોર્ટસ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન

0
81

સ્પર્ધકો પોતાની કૃતિઓ તા. ૭ નવેમ્બર સુધીમાં રજૂ કરી શકશે

ગીર-સોમનાથ, જિલ્લામાં મોબાઇલ ટુ સ્પોર્ટસ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ સ્પર્ધામાં ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો ભાગ લઇ શકશે. સ્પર્ધકે એ-ફોર સાઇઝના ડ્રોઇંગ પેપર ઉપર મોબાઇલ ટુ સ્પોર્ટસ વિષયે પોતાની કૃતિ તૈયાર કરી તા. ૦૭/૧૧/૨૦૨૦ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત-ગમત કચેરી, રૂમ નં. ૩૧૩/૩૧૪, બીજો માળ, જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે મોકલી આપવાની રહેશે.

ઉપરાંત મોબાઇલ ટુ સ્પોર્ટસ અંગેની વધુ માહિતી માટે ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports અને યુ-ટ્યુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsjROvtHpN4rK_ensUaz-g પરથી મળી શકશે. ત્યારબાદ રાજ્યકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂા. ૧૦,૦૦૦, દ્રીતીયને રૂા. ૭,૫૦૦ અને તુતિયને રૂા. ૫,૦૦૦ તેમજ ૭ સ્પર્ધકને રૂા.૨,૫૦૦ નું પ્રોત્સાહીત ઇનામ આપવામાં આવશે. તેમ જિલ્લા રમત-ગમત અધિકારી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, માન.મુખ્યમંત્રી દ્વારા તા. ૦૧/૧૦/૨૦૨૦ નાં રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઇલ ટુ સ્પોર્ટસ ના અભિયાનની નવતર પહેલ કરેલ છે. હાલના કોવીડ-૧૯ની મહામારીના વિષમ સંજોગોમા ફેસબુક, વ્હોટ્સ એપ, ઇન્સટાગ્રામ તથા વીડિયોગેઇમ્સ જેવી પ્રવૃતિઓમાં સમય વેડફાતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરીયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન મોબાઇલ ટુ સ્પોર્ટસની નવી યોજના અમલી બનાવી છે. આ યોજનાને મોબાઇલ ટુ સ્પોર્ટસ, ફેસબુક પેજ, યુ-ટ્યુબ ચેનલ, રેડીયો ક્યુઝ, ટેલીવિઝન અને સોશ્યલ મીડિયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો ઓડીયો/વીડિયો ક્લીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃતિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here