News Updates
SURAT

Surat:લોકો જોતાં જ રહ્યા ટાયર-સ્ટિયરીંગ વિનાની ઇલેક્ટ્રિક કાર..;ખર્ચ 65 હજાર, સિંગલ ચાર્જમાં 80 કિમી ચાલે, 35 કિમીની સ્પીડ

Spread the love

સુરત શહેરમાં એક ખાસ કાર જ્યારે રોડ પરથી પસાર થાય છે ત્યારે સુરતીઓ તેને જોઈ આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. તેની પાછળનું કારણ છે કે, આ કારની ડિઝાઇન અન્ય કાર કરતા સંપૂર્ણપણે અલગ છે. સામાન્ય રીતે કાર સ્ટિયરીંગથી ઓપરેટ થાય છે. પરંતુ આ કારમાં સ્ટિયરીંગ જ નથી. એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ શિવમ મૌર્ય, સંગમ મિશ્રા અને દિલજીત દ્વારા સુરતમાં ફ્યુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સુલ કાર બનાવવામાં આવી છે. જેમાં ટાયર અને સ્ટિયરીંગ જ નથી. તેમજ આ કાર સિંગલ ચાર્જમાં 80 કિલોમીટર ચાલે છે અને 35 કિમીની સ્પીડે દોડે છે. 65 હજારના ખર્ચે વિદ્યાર્થીઓએ આ કાર તૈયાર કરી છે.


માર્કેટમાં અલગ અલગ ડિઝાઇનની કાર આવતી હોય છે. પરંતુ ભવિષ્યમાં કારની ડિઝાઇન કેવી હશે તે વિચાર સાથે સુરતના ત્રણ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ માત્ર સાડા ત્રણ મહિનામાં એક એવી કાર બનાવી દીધી છે જે અત્યારસુધી ભારતમાં જોવા મળી નથી. આ ખાસ પ્રોજેક્ટ સુરતના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે જે ફ્યુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સુલ કાર પર આધારિત છે. આ સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક વ્હિકલ છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ દ્વારા આ કાર બનાવવામાં આવી છે. આ કારની ડિઝાઇન તેને ખાસ બનાવે છે. આ કાર 35 કિમીની ઝડપે ચાલે છે. સિંગલ ચાર્જમાં 80 કિલોમીટર સુધી ચાલી શકે છે.

આ કારમાં સ્ટિયરીંગ નથી. જો સ્ટિયરીંગ નથી તો આ કાર કઈ રીતે ચાલતી હશે? એવો સવાલ તમારા મગજમાં અવશ્ય ઉઠ્યો હશે. તો અમે આપને જણાવી દઈએ કે આ કાર જોયસ્ટિક અને મોબાઈલથી ચાલે છે. આવનાર દિવસોમાં આ AIથી ઓપરેટ પણ થઈ શકશે. ફ્યુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સુલ કારમાં ક્યાંય પણ વ્હિલ્સ જોવા મળશે નહીં. ચાર બાય છ ફૂટની આ કાર છે. જેને જોઈ લોકો આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. આકાર બનાવવા માટે વિદ્યાર્થીઓએ જરૂરી વસ્તુઓ ખરીદી છે. જ્યારે અન્ય વસ્તુઓ તેઓ સ્ક્રેપની દુકાનમાંથી લાવ્યા હતા. અંદાજિત 65,000ના ખર્ચે આ વિદ્યાર્થીઓએ આ કાર બનાવી છે. ડિઝાઇન સંપૂર્ણપણે ફ્યુચરસ્ટિક દેખાશે.

વિદ્યાર્થી શિવમ મૌર્યે જણાવ્યું હતું કે, અમે ભવિષ્ય માટે એક પ્રોજેક્ટ તૈયાર કરવા માટે વિચારી રહ્યા હતા. એક એવો પ્રોજેક્ટ બનાવવા માગતા હતા જે પહેલા કોઈએ ક્યારેય બનાવ્યો નથી અને રસ્તા પર પરીક્ષણ કરાયું નથી. અમે એક કાર બનાવી છે જે ભવિષ્યમાં લોકોને દેખાશે, તેની ડિઝાઇન એકથી દોઢ મહિનામાં તૈયાર કરવામાં આવી છે. આ કાર રસ્તા પર કેવી રીતે ચાલશે તે પ્રેક્ટિકલ કર્યું. કારની ડિઝાઇન સંપૂર્ણપણે ફ્યુચરસ્ટિક દેખાશે. ડિઝાઇનમાં ટાયર ક્યાંય પણ દેખાશે નહીં. કારનું આખું માળખું સર્કલ છે અને માત્ર બોડી જ દેખાશે. તેની ડિઝાઇન ભવિષ્ય પર આધારિત અન્ય કારની સરખામણીમાં અલગ છે. હાલ જોવા મળે છે કે, પ્રદૂષણ વધી રહ્યું છે, લોકો પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રિક વાહનો તરફ રસ લઈ રહ્યા છે, જેથી અમે આ વાહનને ઈલેક્ટ્રિક આધારિત બનાવ્યું છે.

તેણે વધુમાં જણાવ્યુ હતું કે, આ કારમાં કોઈ સ્ટિયરીંગ નથી. જો તમે તેને જોશો તો જણાશે કે કોઈ વ્યક્તિ બેસીને ઓપરેટ કરી રહ્યો છે. આ કાર બે રીતે કામ કરે છે એક મેન્યુઅલી છે અને જોયસ્ટિક તથા ફોન દ્વારા ઓપરેટ થાય છે. તેની હિલચાલ માટે જોયસ્ટિક અને મોબાઇલનો ઉપયોગ થાય છે. અમે આ સમગ્ર ડિઝાઈનને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત બનાવવા જઈ રહ્યા છીએ. આમ કરવાથી કારની આગળ અને પાછળના ભાગે સેન્સર લગાવવામાં આવશે. જો આગળ કોઈ વાહન આવે તો આપોઆપ તે રોકાય જશે. અમે પ્રેક્ટિકલી કઈ રીતે આ કામ કરે છે તે માટે આ કારના પ્રોટોટાઇપને રસ્તા પર ચલાવ્યા છે. અમે મેક ઓવર કરવાનું વિચારી રહ્યા છીએ. આ કારને મોડીફાય કરી ફ્લાઈંગ કાર બનાવવા માગીએ છીએ. પરંતુ અમારી પાસે બજેટ નથી, મોટી કંપનીઓ લાંબા સમયથી આ પ્રકારની ડિઝાઇન તૈયાર કરી રહી છે.


Spread the love

Related posts

Tapi:પર્દાફાશ આંતર રાજ્ય સરકારી ખાતર કૌભાંડનો:400 જેટલી ગુણો સરકારી યુરિયા ખાતરનો ઔદ્યોગિક હેતુ ગેરકાયદેસર રીતે ઉપયોગ થઈ રહ્યા હોવાનો ઘટસ્ફોટ તાપી LCBએ કર્યો

Team News Updates

6 સેકન્ડમાં છરીના 9 ઘા માર્યાના CCTV:પ્રેમલગ્ન કર્યા ને પત્ની પ્રેગ્નન્ટ છે છતાં બીજી યુવતી સાથે દોસ્તી કરવા ગયો ને યુવતીના પ્રેમીએ રહેંસી નાંખ્યો

Team News Updates

 SURAT:રિક્ષાનું એકાએક ટાયર નીકળ્યું, સુરતમાં બ્રિજ પર દોડતી,પાછળ આવતી ST બસના ચાલકે બ્રેક મારીને ટેમ્પો-કાર ઘૂસી ગયા

Team News Updates