આજે એટલે કે 16 ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પાંચમી પુણ્યતિથિ છે. 16 ઓગસ્ટ 2018ના રોજ તેમનું અવસાન થયું હતું. 9 મે, 2015ના રોજ, કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાનના નામ પર ‘અટલ પેન્શન યોજના’ શરૂ કરી.
આ યોજના હેઠળ, 60 વર્ષની ઉંમર પછી દર મહિને 1,000થી 5,000 રૂપિયાનું પેન્શન મળે છે. આવી સ્થિતિમાં, આ યોજના દ્વારા, તમે તમારા વૃદ્ધાવસ્થાને નાણાકીય સુરક્ષા આપી શકો છો. અમે તમને આ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ, જેથી તમે પણ તેમાં રોકાણ કરી શકો અને તમારા માટે પેન્શનની વ્યવસ્થા કરી શકો.
તમારું યોગદાન તમારી ઉંમર પર આધારિત છે
કેટલી રકમ કાપવામાં આવશે તે નિવૃત્તિ પછી તમને જોઈતી પેન્શનની રકમ પર આધારિત છે. દર મહિને 1થી 5 હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માટે, સબસ્ક્રાઇબરને દર મહિને 42થી 210 રૂપિયા ચૂકવવા પડશે. 18 વર્ષની ઉંમરે સ્કીમ લેવા પર આવું થશે.
બીજી તરફ, જો કોઈ સબસ્ક્રાઈબર 40 વર્ષની ઉંમરે સ્કીમ લે છે, તો તેણે દર મહિને 291 રૂપિયાથી લઈને 1,454 રૂપિયા સુધીનું યોગદાન આપવું પડશે. સબ્સ્ક્રાઇબર જેટલું વધુ યોગદાન આપશે, નિવૃત્તિ પછી તેને વધુ પેન્શન મળશે.
અહીં જુઓ અટલ પેન્શન યોજનામાં કેટલા પૈસા જમા કરાવવા પર કેટલું પેન્શન મળે છે?
જો 18 વર્ષની વ્યક્તિ દર મહિને…
- 42 રૂપિયા જમા કરાવો છે તો 60 વર્ષ પછી દર મહિને 1000 રૂપિયા પેન્શન મળશે.
- 84 રૂપિયા જમા કરો છો, તો તમને 2000 રૂપિયા પેન્શન મળશે.
- 126 રૂપિયા જમા કરાવો છો, તો તમને 3000 રૂપિયા પેન્શન મળશે.
- 168 રૂપિયા જમા કરો છો તો 4000 રૂપિયા પેન્શન મળશે.
- 210 રૂપિયા જમા કરાવશે તો 5000 રૂપિયા પેન્શન મળશે.
જો 40 વર્ષની વ્યક્તિ દર મહિને…
- 291 રૂપિયા જમા કરાવે છે તો 60 વર્ષ પછી દર મહિને 1000 રૂપિયા પેન્શન મળશે.
- 582 રૂપિયા જમા કરાવે છે તો તેને 2000 રૂપિયા પેન્શન મળશે.
- 873 રૂપિયા જમા કરાવે તો તેને 3000 રૂપિયા પેન્શન મળશે.
- 1164 રૂપિયા જમા કરાવે છે તો તેને 4000 રૂપિયા પેન્શન મળશે.
- 1454 રૂપિયા જમા કરાવે છે તો તેને 5000 રૂપિયા પેન્શન મળશે.
તમે તમારી અનુકૂળતા મુજબ હપ્તા ભરી શકો છો
આ યોજના હેઠળ, રોકાણકારો માસિક, ત્રિમાસિક અથવા અર્ધ-વાર્ષિક એટલે કે 6 મહિનાના સમયગાળામાં રોકાણ કરી શકે છે. યોગદાન ઓટો-ડેબિટ થશે, એટલે કે ઉલ્લેખિત રકમ આપમેળે તમારા ખાતામાંથી કપાઈ જશે અને તમારા પેન્શન ખાતામાં જમા થશે.