News Updates
RAJKOT

રાજકોટની સિવિલમાં 4 વર્ષનાં માસૂમને ઉઠાવી જવાનો પ્રયાસ નિષ્ફળ; સિક્યોરિટીએ સતર્કતા દાખવી પોલીસને બોલાવી

Spread the love

રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી 4 વર્ષનાં બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું છે. જોકે સિક્યોરિટી સ્ટાફની સતર્કતાને કારણે આ પ્રયાસ નિષ્ફળ બન્યો હતો. બાળકનો કબ્જો તેના પિતાને સોંપી પ્રનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા શકમંદને ઝડપી લઈને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શકમંદ દાહોદનો વતની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

બુમાબુમ થતા બધા દોડી આવ્યા
પ્રાપ્ત વિગત મુજબ આજે સિવિલ હોસ્પિટલમાંથી મૂળ ઉત્તરપ્રદેશનાં સુનિલકુમાર કોલીનાં 4 વર્ષનાં બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ થયો હતો. જેમાં કોઈ અજાણ્યા શખ્સે બાળકને લઈ જવાનો પ્રયાસ કરતા બુમાબુમ થઈ હતી. ઘટનાની જાણ થતાં ફરજ પર હાજર સિક્યોરિટી ટીમનાં એ.ડી. જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને બાળકનાં પિતા સાથે મળીને શકમંદને ઝડપી પાડી પ્રનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ આવતા જ શકમંદનો કબ્જો પોલીસને સોંપાયો હતો.

સિક્યોરિટી સ્ટાફની સતર્કતાને સૌએ બિરદાવી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં શકમંદે પોતાનું નામ રવિન્દ્ર હોવાનું અને પોતે મૂળ દાહોદનો વતની હોવાનું જણાવ્યું હતું. જોકે તેના કોઈ સગા દાખલ નહીં હોવા છતાં તે હોસ્પિટલમાં શા માટે આવ્યો હતો? ઉપરાંત ખરેખર શું ઘટના બની હતી તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે આ ઘટનાને લઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ અને તેના સગાઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. પણ સિક્યોરિટી સ્ટાફની સતર્કતાને સૌએ બિરદાવી હતી.

આરોપીને ઝડપી આગળની તપાસ હાથ ધરી
સિવિલ અધિક્ષક આર.એસ. ત્રિવેદીનાં જણાવ્યા મુજબ, એક દર્દી ઇમરજન્સીમાં દાખલ છે અને તેઓ મોરબીમાં કામ કરે છે. તેઓ બહાર બેઠા હતા. ત્યારે કોઈ અજાણ્યો શખ્સ આવ્યો હતો અને તેમની સાથે રહેલા બાળકને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને તેમણે હોબાળો કરતા સિક્યોરિટી ઇન્ચાર્જ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. તેમના દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. હાલ પોલીસ દ્વારા બંનેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે. આગળની તપાસ કરવામાં આવી રહી છે.


Spread the love

Related posts

લસણથી ભરપુર ચટાકેદાર ખાવાના શોખીનો સાવધાન, વધુ રૂપિયા ખર્ચવા તૈયાર રહેવુ પડશે

Team News Updates

10 વર્ષના બાળકનું હાર્ટ-એટેકથી મોત, રાજકોટમાં બે દિવસ ઝાડા-ઊલટી રહ્યા બાદ

Team News Updates

11 માસમાં 333.60 કરોડની વેરા વસૂલાત:રાજકોટમાં ટાર્ગેટ પૂરો કરવા ટેક્સ બ્રાંચ માર્ચ એન્ડ સુધી બાકીદારો પર ધોંસ બોલાવશે; દરરોજ 1.50 કરોડની વસુલાત કરવી પડશે

Team News Updates