News Updates
GUJARAT

ગાંધીનગરના ચંદ્રાલા નાકા પોઈન્ટથી વાહન ચેકીંગ દરમિયાન બસમાંથી 25 વર્ષના યુવાન પાસેથી પિસ્તોલ ઝડપાઈ

Spread the love

ગાંધીનગરના ચંદ્રાલા નાકા પોઈન્ટથી વાહન ચેકીંગ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે લકઝરી બસમાં બેઠેલા ઉત્તરપ્રદેશનાં 25 વર્ષના યુવાનને દેશી હાથ બનાવટની મશીન કટ પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે હાલ આરીપીની ઘનિષ્ઠ પુછતાછ હાથ ધરી છે.

ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ જિલ્લાના મહત્વના નાકા પોઈન્ટ ઉપર સઘન વાહન ચેકીંગ કરી દારૂ – હથિયારોની હેરાફેરી કરતાં ગુનેગારોને દબોચી લેવા સૂચનાઓ આપી છે. જે અન્વયે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઈ વી ડી વાળાની ટીમે ચીલોડા પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગ કરી વાહન ચેકીંગ હાથ ધર્યું હતું.

એ દરમિયાન ચંદ્રાલા નાકા પોઈન્ટ ઉપર એસઓજીએ હિંમતનગરથી અમદાવાદ તરફ જતાં વાહનોને રોકીને ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે હિંમતનગર તરફથી આવતી ખાનગી લકઝરી બસને ઈશારો કરીને રોકી દેવાઈ હતી. બાદમાં એક પછી એક મુસાફરોનાં સામાનની તલાશી શરૂ કરી હતી. એવામાં બસની છેલ્લેથી બીજા નંબરની સીટ ઉપર બેઠેલા ઈસમ શંકાસ્પદ હિલચાલ કરવા લાગ્યો હતો.

આ જોઇને એસઓજી તુરંત તેની પાસે પહોંચી ગઈ હતી. જેની પૂછતાંછમાં તેણે પોતાનું નામ શ્યામશંકર ચંન્દ્રપ્રકાશ શર્મા (ઉ.વ.25, રહે. ગામ સામરેમઉ , પોસ્ટ- ચોરંગાહાર, જી.આગ્રા, ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં એસઓજી તેની પાસેના થેલાની તલાશી લેતાં કપડાંની આડમાં સંતાડેલ મશીન કટ પિસ્તોલ મળી આવી હતી. આ મામલે પોલીસે શ્યામશંકરની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી એક પિસ્તોલ કી રૂ. 10 હજાર તેમજ મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 15 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

પ્યાસીઓ તરસ્યા રહેશે!!: શાપર પોલીસે 20,000 દારૂની બોટલ પર બુલડોઝર ફેરવ્યુ

Team News Updates

ધુમ્મસમાં વિઝિબિલિટીની સમસ્યાને કારણે માર્ગ અકસ્માતોમાં વધારો:દેશમાં દર કલાકે થાય છે 53 અકસ્માત, કાર-બાઈક ચલાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

Team News Updates

EDUCATION:‘શાસ્ત્રીય ભાષા’નો દરજ્જો મરાઠી-બંગાળી સહિત 5 પ્રાદેશિક ભાષાઓને મળ્યો 

Team News Updates