News Updates
INTERNATIONAL

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થિનીની મોતની મજાક ઉડી:પોલીસે કહ્યું- આની ઉંમર 26 વર્ષની છે, લિમિટેડ વેલ્યુ હતી; 11 હજાર ડોલર આપી દઈએ એટલે કામ થઈ જશે

Spread the love

અમેરિકાના સિએટલ શહેરમાં પોલીસ પેટ્રોલિંગ કારે ટક્કર મારતા ભારતીય વિદ્યાર્થિની જ્હાન્વી કમડુલાનું મોત થયું હતું. આ પછી અકસ્માતની તપાસ કરવા આવેલા પોલીસ અધિકારીએ તેના મોતની મજાક ઉડાવી હતી. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.

બીબીસીના અહેવાલ મુજબ ઘટનાની તપાસ કરવા આવેલા પોલીસ અધિકારીની કારનો એક વીડિયો અને ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તે કહી રહ્યો છે કે ભારતીય વિદ્યાર્થિનીના જીવનની લિમિટેડ વેલ્યુ હતી. તેને 11 હજાર ડોલર આપી દઈશું એટલે કામ પતી જશે

બોડીકેમ ચાલુ હતો તેથી વાતો રેકોર્ડ થઈ ગઈ
જ્યારે પોલીસ અધિકારી વિદ્યાર્થિનીના મોતની મજાક ઉડાવી રહ્યા હતા ત્યારે તેનો બોડીકેમ એટલે કે તેના બોડી પર લગાવાયેલો કેમેરો ચાલુ હતો. જેના કારણે તમામ વાતો રેકોર્ડ થઈ ગઈ હતી. પોતાની કારમાં બેસીને તે કહી રહ્યો હતો કે અકસ્માત બાદ યુવતી 40 ફૂટ સુધી ઉછળી નહોતી. પરંતુ તે મૃત્યુ પામી હતી.

આ પછી પોલીસકર્મી જોર જોરથી હસે છે. પછી તે કહે છે કે 11,000 ડોલરનો એક ચેક લખી આપો, કામ થઈ જશે. ત્યારે પોલીસ અધિકારી હસીને કહે છે કે તે માત્ર 26 વર્ષની હતી. તેની લિમિટેડ વેલ્યુ હતી.

8 મહિના પછી ઘટનાનો ખુલાસો
જાન્યુઆરી મહિનામાં જ્હાન્વીનું મોત થયું હતું. સિએટલ પોલીસે જણાવ્યું હતું કે તેના મૃત્યુની મજાક ઉડાડવામાં આવી હતી તેનો ખુલાસો આ મહીને થયો છે. જ્યારે તેમના એક કર્મચારીએ રુટીન ચેકિંગ માટે બોડીકેમમાંથી રેકોર્ડ કરાયેલ ઓડિયો સાંભળ્યો હતો. કર્મચારીને જ્હાન્વી પર કરવામાં આવેલી ટિપ્પણીઓ વાંધાજનક લાગી અને તેણે તેના સિનિયરોને આ વિશે ફરિયાદ કરી હતી.

આ પછી મામલાની તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર તેણે વિદ્યાર્થિનીને CPR પણ આપ્યું હતું. આંધ્રપ્રદેશની રહેવાસી જ્હાન્વી કમડુલા આ વર્ષે ડિસેમ્બરમાં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરવાની હતી.

આરોપી પોલીસકર્મીએ કહ્યું- મારા વાતનો ખોટો અર્થ કાઢીને રજુ કરવામાં આવી
જ્હાન્વીના મોતની મજાક ઉડાવનાર પોલીસ અધિકારીનું નામ ડેનિયલ ઓડેરેર હોવાનું કહેવાય છે. બીબીસીના જણાવ્યા અનુસાર, તેણે પોતાના પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે ખોટા હોવાનું જણાવ્યું છે. તેણે કહ્યું કે તે માત્ર શહેરના એટર્નીની નકલ કરી રહ્યો હતો. જેઓ આવા કેસમાં સજા આપતી વખતે નરમ વલણ દર્શાવે છે. જ્યારે, કમ્યુનિટી પોલીસ કમિશને આ બાબતની ટીકા કરી છે. તેને દુખદાયક ઘટના તરીકે જણાવી છે.


Spread the love

Related posts

 નવો ઈતિહાસ ISRO ફરી રચશે:સોલાર મિશનનું કરશે લોન્ચિંગ,યુરોપિયન સ્પેસ એજન્સીના

Team News Updates

ભારતીયોને દુબઈમાં થશે વધુ ફાયદો, CBSEની નવી ઓફિસ ખુલશે, PM મોદીએ જાહેરાત કરી

Team News Updates

G-20 બેઠક પહેલા કાશ્મીરમાં સેના એલર્ટ, અધિકારીઓ પહોંચ્યા LOC, NIAએ 15 સ્થળોએ પાડ્યા દરોડા

Team News Updates