News Updates
INTERNATIONAL

2 અઠવાડિયાનો સમય શાહબાઝ સરકાર પાસે છે બાંગ્લાદેશ બાદ હવે પાકિસ્તાનમાં તખ્તાપલટની તૈયારી

Spread the love

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની જેલમાંથી મુક્તિ માટે પાકિસ્તાનમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ઈમરાન ખાનની પાર્ટી PTIએ દેશભરમાં વિરોધ ઉગ્ર બનાવ્યો છે. બીજી તરફ સરકારે ઈસ્લામાબાદ અને રાવલપિંડીને સીલ કરી દીધા છે. ત્યારે વિરોધને જોતા લાગી રહ્યું છે કે, ક્યાંક બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ પણ પાકિસ્તાનમાં સર્જાઈ શકે છે.

બાંગ્લાદેશની જેમ પાકિસ્તાનમાં પણ તખ્તાપલટ થશે ? સરકાર સામે હજારો પ્રદર્શનકારીઓ કેમ રસ્તા પર ઉતરી આવ્યા છે ? દરેકના હાથમાં પોસ્ટર, બેનર, પેમ્ફલેટ અને ધ્વજ છે. પ્રદર્શનકારીઓ રસ્તા પર ફરી રહ્યા છે અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. પાકિસ્તાનમાં પણ હડતાળ અને વિરોધનો રાઉન્ડ શરૂ થયો છે. હજારો લોકો રસ્તા પર આવીને હંગામો મચાવી રહ્યા છે. પાકિસ્તાન સરકારને ખતરો છે કે આ આંદોલન પણ બાંગ્લાદેશની જેમ હિંસા અને રમખાણોમાં ફેરવાઈ શકે છે અને તખ્તાપલટ થઈ શકે છે.

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની જેલમાંથી મુક્તિ માટે પાકિસ્તાનમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ઈમરાન ખાનની પાર્ટી PTIએ દેશભરમાં વિરોધ ઉગ્ર બનાવ્યો છે. બીજી તરફ સરકારે ઈસ્લામાબાદ અને રાવલપિંડીને સીલ કરી દીધા છે. ઈસ્લામાબાદમાં રવિવારે પ્રચંડ વિરોધ પ્રદર્શન દરમિયાન 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 10થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. PTIના વરિષ્ઠ નેતા અને ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરે આરપારની લડાઈની જાહેરાત કરી છે.

રવિવારે એક રેલી દરમિયાન અલી અમીન ગાંડાપુરે ઇમરાનની જેલમાંથી મુક્તિ માટે સરકારને બે સપ્તાહનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ દરમિયાન ગાંડાપુરે કહ્યું કે, જો સરકાર બે અઠવાડિયામાં ઈમરાન ખાનને મુક્ત નહીં કરે તો હું અલ્લાહની કસમ ખાઉં છું કે, અમે તેમને જાતે જ મુક્ત કરી દઈશું. ગાંડાપુર તેમના ભાષણ દરમિયાન ભીડને ઉશ્કેરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, પાકિસ્તાનીઓ, સાંભળો જો સરકાર એક-બે અઠવાડિયામાં ઈમરાનને કાયદેસર રીતે મુક્ત નહીં કરે તો હું અલ્લાહની કસમ ખાઉં છું, આપણે તેમને જાતે જ મુક્ત કરી દઈશું. ગાંડાપુરે આટલું કહેતાં જ ટોળાએ હોબાળો મચાવ્યો અને પોતાનું સમર્થન જાહેર કર્યું.

ઈસ્લામાબાદ જિલ્લા પ્રશાસને રેલી માટે એનઓસી જાહેર કર્યું હતું, ત્યારબાદ આ રેલી સંજાની કેટલ માર્કેટ પાસેના મેદાનમાં નીકળી હતી. આ રેલીમાં પીટીઆઈના હજારો સમર્થકોએ ભાગ લીધો હતો, જેમણે સ્પષ્ટ કર્યું હતું કે ઈમરાન ખાનને જેલમાં ધકેલી દેવા છતાં તેમની પાર્ટીનો પાયો હજુ પણ મજબૂત છે.

ઈમરાન ખાનને ગત વર્ષે 5 ઓગસ્ટે તોશાખાના કેસમાં જેલમાં ધકેલવામાં આવ્યા હતા, ત્યારથી ઈમરાન ખાન અલગ-અલગ કેસમાં 400 દિવસથી જેલમાં છે. ઈસ્લામાબાદમાં રવિવારે એક રેલી દરમિયાન પીટીઆઈ કાર્યકરો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક શોએબ ખાન સહિત અનેક સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. દક્ષિણ એશિયાઈ બાબતોના નિષ્ણાત માઈકલ કુગલેમેને આ મુદ્દા અંગે X પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે સરકારે રેલીમાં સંખ્યા ઘટાડવાના તમામ પ્રયાસો કર્યા હતા, તેમ છતાં જે સંખ્યા આવી છે તેનાથી સાબિત થઈ ગયું છે કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે.


Spread the love

Related posts

રશિયા સ્કૂલોમાં બાળકોને યુદ્ધ માટે તૈયાર કરી રહ્યું છે:બોમ્બ ફેંકવાની અને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી રહ્યું છે; સ્કૂલોમાં અભ્યાસક્રમમાં પણ ફેરફાર કર્યો

Team News Updates

ભારતને શું ફાયદો થશે? મોદીના બ્રુનેઈ પ્રવાસથી:ભારતને ઓઈલની નિકાસ કરતું આ નાનકડું બ્રુનેઈ ભારત માટે કેમ મહત્ત્વપૂર્ણ બન્યું?

Team News Updates

દુબઇથી ભારત સોનાની દાણચોરીના કૌભાંડનો પર્દાફાશ, કસ્ટમ વિભાગે 92 લાખનું સોનું જપ્ત કર્યું

Team News Updates