News Updates
GUJARAT

પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપરથી એક હજાર લીટરથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગે ઘીના સેમ્પલ લેબમાં મોકલ્યા

Spread the love

પાલનપુર હાઇવે પરથી તાલુકા પોલીસ એક પીકઅપમાંથી શંકાસ્પદ એક હજારથી વધારે લીટર ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. તાલુકા પોલીસ મળેલી બાતમી હકીકત આધારે એક પીકઅપ ડાલામાંથી રાજસ્થાનના બાડમેરથી શંકાસ્પદ ઘી અમદાવાદ તરફ જતા પોલીસ ઝડપી પાડ્યું હતું. પોલીસ ફૂડ વિભાગને જાણ કરતા ફુડ વિભાગ દ્વારા ઘીના સેમ્પલ લઇ લેબમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.

પાલનપુર અમદાવાદ હાઇવે ઉપરથી પાલનપુર તાલુકા પોલીસે રાજસ્થાનના બાડમેરથી અમદાવાદ તરફ લઈ જવા તો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં તાલુકા પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે તાલુકા પોલીસે ઠેર ઠેર જગ્યાએ પોઇન્ટ લગાવી વાહનોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક પીકઅપ ડાલુ શંકાસ્પદ લગતા પોલીસે તેને રોકાવી તપાસ કરતા પીકઅપ ડાલામાંથી મોટી માત્રામાં ઘીના ડબ્બાઓ 500 મળ્યા હતા જેથી પોલીસે શંકાસ્પદ ઘી લાગતા તેને કબજે લીધું હતું.

પોલીસે પીકઅપ ડાલામાંથી મળેલા શંકાસ્પદ ઘીના ડબ્બાઓ તપાસ કરતા પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી હતી. ફૂડ વિભાગના અધિકારીઓને ઘીના ડબ્બાઓ સેમ્પલ લઈ લેબમાં પરીક્ષણ અર્થ મોકલવામાં આવ્યા છે. પાલનપુર તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

PATAN:જામીન કોર્ટે ફગાવ્યાં પાટણમાં સગી દિકરી પર સાત વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર પિતાનાં

Team News Updates

ઉત્તર ગુજરાતમાં પશુ ચરબી વાળુ ઘી વેચાય છે? ગાયના ઘીના નમૂનામાં ચોંકાવનારો રિપોર્ટ

Team News Updates

GUJARAT:ખેડૂતોનો મોઢે આવેલ કોળિયો છિનવાયો,ભારે વરસાદના કારણે ખેતરોમાં ઉભો પાક થયો બરબાદ

Team News Updates