News Updates
VADODARA

શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી:વડોદરાના દાંડિયા બજાર-અકોટા બ્રિજ પર મોડી રાત્રે જનરેટર મૂકેલો ટેમ્પો પલટી જતા અફરા-તફરી

Spread the love

શહેરમાં ગણેશોત્સવના સાતમાં દિવસે સાત દિવસ માટે સ્થાપના કરવામાં આવેલ નાની-મોટી શ્રજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આવીજ એક વિસર્જન સવારી વાજતે-ગાજતે નવલખી સ્થિત કુત્રિમ તળાવ તરફ જઇ રહી હતી. દરમિયાન જનરેટર મુકેલો ટેમ્પો દાંડિયા બજાર-અકોટા બ્રિજ ઉપર પલટી ખાઇ જતા અફરા-તફરી મચી ગઇ હતી. આ બનાવમાં ટેમ્પો ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો પહોંચી ગયા હતા. અને ટેમ્પોને હાઇવાની મદદ રોડ ઉપરથી દૂર કરી રસ્તો ખૂલ્લો કરાયો હતો.

ટેમ્પો પરત ફરતા પલટ્યો
મળેલી માહિતી પ્રમાણે સોમવારે ગણેશોત્સવનો સાતમો દિવસ હતો. વડોદરા શહેરમાં સાત દિવસ માટે સ્થાપના કરવામાં આવેલા શ્રીજીને ભવ્યાતિભવ્ય સવારીઓ સાથે વિદાય આપવામાં આવી હતી. વાડીના એક શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રા નવલખી મેદાન સ્થિત કુત્રિમ તળાવમાં વિસર્જન કરવા પહોંચી હતી. આ વિસર્જન યાત્રામાં જોડાયેલો લાઇટો લગાવેલ અને જનરેટર મૂકેલો ટેમ્પો નિર્ધારીત રસ્તા સુધી મૂકીને પરત ફરી રહ્યો હતો.

મોટી દુર્ઘટના ટળી
દરમિયાન લાઇટો લગાવેલો અને જનરેટર મૂક્લો ટેમ્પો દાંડિયા બજાર-અકોટા બ્રિજ ઉપર પલટી ખાઇ જતા અફરા-તફરી મચી ગઇ હતી. લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા. અન્ય વિસર્જન યાત્રાના યુવાનો પણ દોડી આવ્યા હતા. ટેમ્પો પલટી ખાતા ટેમ્પો ચાલકને ઇજા પહોંચી હતી. સામાન્ય ઇજા પામેલા ટેમ્પો ચાલકને હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી ગઇ હતી.

વિસ્તારમાં ચકચાર
જોકે, ટેમ્પો પલટી ખાતા અને જનરેટરમાંથી ધુમાડા નીકળતા હોઇ, બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. તુરતજ લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ટેમ્પોમાં લગાવેલી લાઇટોનું જનરેટર સાથેનું કનેક્શન કાપી નાંખ્યું હતું. તે સાથે ટેમ્પોને ઉભો કરવા માટે હાઇવાની મદદ લઇ ટેમ્પો ઉભો કરી રસ્તાને ખૂલ્લો કર્યો હતો. આ બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

ફાયર બ્રિગેડ પહોંચ્યું
સાતમાં દિવસે શ્રીજીનું વિસર્જન હોઇ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. આ ઘટના બનતાજ પોલીસ દોડી ગઇ હતી. ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ન જાય તેવું આયોજન કર્યું હતું. ફાયર બ્રિગેડના કિશોરભાઇ પાટીલે જણાવ્યું હતું કે, અમોને ટેમ્પો પલટી ખાઇ ગયો છે. અને જનરેટરમાંથી ધુમાડા નીકળે છે તેવો મેસેજ મળ્યો હતો. તુરતજ અમો સ્થળ પર દોડી આવ્યા હતા. અને ટેમ્પો ઉપર લગાવેલી લાઇટોનું કનેક્શન કાપી નાંખ્યું હતું. ટેમો, જનરેટર અને લાઇટોને ભારે નુકશાન થયું છે. કોઇ મોટી જાનહાની થઇ નથી. ટેમ્પોના ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. તેઓને લોકોએ સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.


Spread the love

Related posts

એક પૈડાની સાઇકલ પર રચશે 8મો વિશ્વ રેકોર્ડ:વડોદરાના 20 વર્ષીય યુવાને 7 કિ.મી. સવારી કરીને શિવજીનું ચિત્ર કંડાર્યું, 7 વિશ્વ રેકોર્ડ નામે કર્યા

Team News Updates

વડોદરાના છાણી સ્વામિનારાયણ મંદિરમાં તાળાં બદલતી વખતે કોઠારી સ્વામી અને જૂના વહીવટકર્તાઓ વચ્ચે બબાલ, ધક્કો લાગતાં આધેડનું મોત

Team News Updates

VADODARA:બ્રિજની સાઈડમાં બેઠેલાઓને કારથી ઉડાડ્યા,બે યુવતીને ઈજા,યુવકનું મોત,પરિવાર દોડી આવ્યો ચાલકને બચાવવા

Team News Updates