News Updates
ENTERTAINMENT

બાળપણની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ, ક્રિકેટર બન્યો પૂર્વ ક્રિકેટરનો જમાઈ

Spread the love

કહેવાય છે કે પ્રેમ વિના જીવનમાં બધું અધૂરું લાગે છે. લોકો પ્રેમ ખાતર ધર્મ, પરિવાર, સંબંધો અને દરેક વસ્તુનો બલિદાન આપી દે છે, પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી (Shaheen Afridi)એ તેની પત્ની અંશા સાથે લગ્ન કર્યા છે. આ બંનેના લગ્નમાં કેપ્ટન બાબર આઝમ પણ પહોંચ્યા હતા,

શાહીન શાહ આફ્રિદી (Shaheen Afridi) અને અંશા આફ્રિદીએ આ વર્ષે ફેબ્રુઆરીની શરૂઆતમાં કરાચીમાં લગ્ન કર્યા હતા. જેમાં જાણીતા ક્રિકેટરો અને નજીકના સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કેટલાક લોકોનું જીવન તેમના પ્રેમને જીવનસાથી બનાવ્યા પછી સંપૂર્ણપણે બદલાઈ જાય છે,

શાહીન આફ્રિદી અને અંશાની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે. તમને જણાવી દઈએ કે, બંને એકબીજાને બાળપણથી ઓળખે છે,પરંતુ તેમના દિલ હવે મળ્યા છે. પહેલી મુલાકાત અંગે શાહિને કહ્યું હતું કે અમે એકબીજાના ઘરે જતા હતા. જ્યારે પણ તે અમારા ઘરે આવતી ત્યારે હું તેને જોતો હતો. મતલબ કે બંને બાળપણથી જ સારા મિત્રો હતા,

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીની પુત્રી અંશા સાથે લગ્ન કર્યા છે. એટલે કે, શાહીન આફ્રિદીએ શાહિદ આફ્રિદીનો જમાઈ છે.

શાહીન આફ્રિદી પર હવે પાકિસ્તાનને વર્લ્ડ કપમાં જીત અપાવવાની જવાબદારી છે. ભારતમાં 5 ઓક્ટોબરે વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. પાકિસ્તાનની ટીમ તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે રમશે. હાલમાં પાકિસ્તાનની ટીમ હૈદારાબાદ પહોંચી ચૂકી છે અને વર્લ્ડકપની તૈયારી કરી રહી છે.

આફ્રિદીના પરિવારની વાત કરીએ તો તેને પાંચ દીકરીઓ છે. મોટી દીકરીનું નામ અંશા છે. તેના શાહીન આફ્રિદી સાથે લગ્ન થયા છે. અંશા પછી અક્ષનો વારો આવે છે. અક્ષાએ નાસિર નાસિર ખાન સાથે લગ્ન કર્યા છે. આફ્રિદીની અન્ય ત્રણ પુત્રીઓ અસમારા, અજવા અને અરવા છે.


Spread the love

Related posts

હોકી…મહિલા ટીમે ટ્રાઇ સિરીઝમાં ગોલ્ડ જીત્યો:યજમાન સ્પેનને 3-0થી હરાવ્યું; પ્રો-લીગમાં મેન્સ ટીમને બ્રોન્ઝ મેડલ

Team News Updates

ચેન્નાઈની હાર બાદ રોમાંચક બન્યું પ્લેઓફનું સમીકરણ, ટોપ-4 માંથી ત્રણ ટીમો થઈ શકે છે બહાર

Team News Updates

મહિલા T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર, આ દિવસોમાં ભારત-પાકિસ્તાનની ટક્કર

Team News Updates