News Updates
GUJARAT

દિલ્હીથી ઝડપાયેલા ISISના આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો, ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટનો હતો ઈરાદો

Spread the love

ISISના આતંકીઓની પૂછપરછમાં એવુ પણ સામે આવ્યુ છે કે તેમના નિશાને અક્ષરધામ અને અયોધ્યા સહિત હિંદુ ધાર્મિક સ્થાનો હતા.ખાસ કરીને આતંકી શાહનવાઝની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. આતંકીઓએ ગુજરાતના અનેક મોટા શહેરોની રેકી કરી હતી. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરતમાં મોટા નેતાઓના રૂટની રેકી કરી હતી.

દિલ્હીમાં મોસ્ટ વોન્ટેડ આતંકીની (Terrorist) ધરપકડ બાદ તેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.આતંકીઓની પૂછપરછમાં ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચાયુ હોવાનું સામે આવ્યુ છે. આરોપી 26/11થી પણ ભયાનક હુમલાની ફિરાકમાં હોવાનું સામે આવ્યુ છે. એટલુ જ નહીં આતંકવાદીઓએ ગુજરાતના શહેરોમાં રેકી કરી હોવાનું સામે આવ્યુ છે.

ISISના આતંકીઓની પૂછપરછમાં એવુ પણ સામે આવ્યુ છે કે તેમના નિશાને અક્ષરધામ અને અયોધ્યા સહિત હિંદુ ધાર્મિક સ્થાનો હતા.ખાસ કરીને આતંકી શાહનવાઝની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. આતંકીઓએ ગુજરાતના અનેક મોટા શહેરોની રેકી કરી હતી. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરતમાં મોટા નેતાઓના રૂટની રેકી કરી હતી.

ન માત્ર હિંદુ ધાર્મિક સ્થાનો, પરંતુ હિંદુ નેતાઓની પણ એક યાદી આતંકીઓએ તૈયાર કરી હતી. જેમાં દેશના મોટા હિંદુ નેતાઓનો સમાવેશ થાય છે. ત્રોથી પ્રાપ્ત માહિતીમાં આતંકીઓની યાદીમાં ગુજરાતના કેટલાક હિંદુ નેતાઓના નામ હતા. આ નેતાઓની IED બ્લાસ્ટ દ્વારા હત્યા કરવાની યોજના હતી. સુરક્ષા એજન્સીઓની તપાસમાં અક્ષરધામ બ્લાસ્ટ કેસના માસ્ટર માઇન્ડ ફરતુલ્લાહ ઘોરીની સંડોવણીનો પર્દાફાશ થયો છે.

આતંકી શાહનવાઝની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. અક્ષરધામ હુમલાનો મુખ્ય સૂત્રધાર ઘોરી પાકિસ્તાનથી જેહાદના ક્લાસ ચલાવતો હતો. પાકિસ્તાનથી ભારતમાં આતંકી હુમલાનો દોરીસંચાર અપાતો હતો. ભારતમાં ISIS મોડ્યૂલને પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવતું હતું. આતંકી ઘોરી અને શાહિદે ભારતમાં આતંકી હુમલાનો  પ્લાન ઘડ્યો હતા. આતંકી ઘોરીએ શાહનવાઝને બ્લાસ્ટ કરવા અંગે તાલીમ આપી હતી. ઘોરીનો આતંકી તાલીમ આપતો વીડિયો પણ સામે આવ્યો હતો.

ગુજરાત પર ડોળો કેમ ?

આતંકી હુમલા માટે સોફ્ટ ટાર્ગેટ ગુજરાત છે. વિશ્વનું ધ્યાન આકર્ષવા ગુજરાતને  ટાર્ગેટ કરાતુ હોવાનું સામે આવ્યુ છે. દરિયાઇ અને જમીની માર્ગે આતંકીઓને પીઠબળ મળતુ હોવાનો પણ ખુલાસો થયો છે. સૌથી સરળ ટાર્ગેટ હોવાથી ગુજરાત પર બાજ નજર રખાય છે. ડ્રગ્સ અને હથિયાર ઘુસાડવા દરિયાઇ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય રાજ્યોમાં પ્રવેશવા ગુજરાતનો દરિયો મુખ્ય માર્ગ હોવાનું સામે આવ્યુ છે. સ્લિપર સેલની હાજરીથી લોકલ સપોર્ટ મળી રહે છે. ભૂતકાળની ઘટનાઓનો બદલો લેવાની ભાવના આતંકીઓમાં હોવાનું અનુમાન છે. જો કે ષડયંત્રો નિષ્ફળ બનતા  આતંકીઓમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. હુમલાના મનસૂબા નિષ્ફળ રહેતા આતંકી અકળાયા છે.


Spread the love

Related posts

વગર વ્યાજે મળી રહી છે 5 લાખ રુપિયા સુધીની લોન..આ સરકારી યોજનામાં ફાયદો જ ફાયદો

Team News Updates

પુણે યુનિવર્સિટીમાં રામલીલા પર વિવાદ:માતા સીતા અને રાવણનાં વાંધાજનક દૃશ્યો દર્શાવાયાં; પ્રોફેસર સહિત 5 વિદ્યાર્થી અરેસ્ટ

Team News Updates

ખુશખબર: દેશમાં મફત વીજળી માટેની આ યોજનાને મળી સરકારની મંજૂરી, જાણીલો કઈ રીતે કરશો અરજી

Team News Updates