કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગંગાજળ પર 18 % GST લાદવા બદલ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર કે જે હવે x તરીકે ઓળખાય છે, તેના પર લખ્યું કે, આ તમારી સરકારની લૂંટ અને દંભની ચરમસીમા છે. ખડગેએ તેને ભાવિક ભક્તોની ધાર્મિક લાગણીઓ સાથે દગો ગણાવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પિથોરાગઢના જોલિંગકોંગ પહોંચ્યા હતા. ઉત્તરાખંડમાં તેમણે કૈલાસ અને કરચના કુંડની પૂજા કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં લગભગ 4200 કરોડ રૂપિયાના ઘણા વિકાસલક્ષી પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યું તેમજ લોકાર્પણ પણ કર્યું હતું. પરંતુ આ પહેલા કોંગ્રેસ પાર્ટીએ, ગંગાના જળ પર 18 ટકા જીએસટી લગાવવાના સરકારના નિર્ણયનો સખત વિરોધ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસે એમ પણ પૂછ્યું કે પીએમ મોદી મણિપુર ક્યારે જવાના છે ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે ઉત્તરાખંડના પિથોરાગઢ પહોંચ્યા હતા અને આદિ કૈલાસ અને અર્ચના કુંડમાં પૂજા અર્ચના કરી હતી. પરંતુ બીજી તરફ, વડાપ્રધાનના આજના કાર્યક્રમોને લઈને કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગંગાજળ પર 18 % GST લાદવા બદલ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર કે જે હવે x તરીકે ઓળખાય છે, તેના પર લખ્યું કે, આ તમારી સરકારની લૂંટ અને દંભની ચરમસીમા છે. ખડગેએ તેને ભાવિક ભક્તોની ધાર્મિક લાગણીઓ સાથે દગો ગણાવ્યો છે.
મલ્લિકાર્જુન ખડગેએ, ટ્વિટમાં આગળ લખ્યું કે, એક સામાન્ય ભારતીય જન્મથી લઈને તેના મૃત્યુ સુધી મોક્ષ આપવા માટે માતા ગંગાનું ખૂબ મહત્વ છે. તમે આજે ઉત્તરાખંડમાં છો તે સારું છે, પરંતુ તમારી સરકારે પવિત્ર ગંગાના જળ પર જ 18% GST લગાવી દીધો છે. મેં એક વાર પણ વિચાર્યું ન હતું કે જે લોકો ભાવિક ભક્તોના ઘરે ગંગાનું પવિત્ર પાણી પહોંચાડે છે, તેમના પર કેટલો બોજ વધશે.
કોંગ્રેસનો સવાલ, પીએમ ક્યારે મણિપુર જશે?
આ સાથે જ કોંગ્રેસ પાર્ટીએ વડાપ્રધાન મોદીને એવો સવાલ પણ પૂછ્યો હતો કે જો તેઓ આજે ઉત્તરાખંડમાં છે તો હિંસાથી ખરાબ રીતે પ્રભાવિત મણિપુરની મુલાકાત ક્યારે લેશે. કોંગ્રેસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ સંદર્ભમાં એક એનિમેટેડ વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં હિંસાગ્રસ્ત મણિપુર અને સળગેલી હાલતમાં વિકૃત મૃતદેહો દર્શાવવામાં આવ્યાં છે. તેની આગળ લખ્યું છે- દેશ પૂછી રહ્યો છે- પીએમ મોદી ક્યારે મણિપુર જશે.
ભૂપેશ બઘેલે પણ GST પર પ્રહારો કર્યા છે
આ પહેલા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ ગંગા જળ પર GST લગાવવાના મુદ્દે નિશાન સાધ્યા છે. તેમણે કહ્યું હતું કે ભાજપ દરેક બાજુથી કમાણી કરવા માંગે છે. આ સાથે તેમણે પૂછ્યું હતું કે શું લોકોએ પવિત્ર ગંગાજળથી પૂજા ના કરવી જોઈએ ? ભાજપ ધર્મની વાત કરે છે પણ પવિત્ર ગંગા જળ પર જીએસટી કેમ લગાવ્યો ? GST લગાવવાથી ગંગાનું પવિત્ર પાણી ઘરે બેઠા મેળવવું હવે પહેલા કરતા વધુ મોંધુ થશે.