News Updates
NATIONAL

સચિન પાયલટે પત્ની સારા સાથે છૂટાછેડા લીધા:ચૂંટણીમાં આપેલા સોગંદનામામાં લખ્યું- ડિવોર્સ્ડ, 19 વર્ષ પહેલા લગ્ન થયા હતા

Spread the love

રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય સચિન પાયલટ હવે પત્ની સારા પાયલટથી અલગ થઈ ગયા છે. સચિન પાયલટ અને સારા પાયલટ વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. પાયલોટના ચૂંટણી એફિડેવિટમાંથી આ વાત સામે આવી છે. ટોંક વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે નોમિનેશન ભર્યા બાદ તેમણે આપેલા સોગંદનામામાં પત્નીના નામની આગળ ‘ડિવોર્સ્ડ’ લખ્યુ છે.

સચિન પાયલટ અને સારા વચ્ચે છૂટાછેડાની માહિતી પહેલીવાર સાર્વજનિક થઈ છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે છૂટાછેડા ક્યારે થયા?

સચિન પાયલટના બંને બાળકો તેમની સાથે છે. પાયલટે એફિડેવિટમાં તેમના બંને બાળકો (અરન પાયલટ અને વિહાન પાયલટ)ના નામ ડિપેન્ડન્ટ તરીકે લખ્યા છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી (નવેમ્બર 2018)માં આપેલા સોગંદનામામાં સચિન પાયલટે પત્નીના નામની કોલમમાં સારા પાયલટનું નામ લખ્યું હતું. આ વખતે પત્નીના નામની કોલમમાં ‘ડિવોર્સ્ડ’ લખવામાં આવ્યું છે.

સારા પાયલટ ફારુક અબ્દુલ્લાની પુત્રી છે
2014ની લોકસભા ચૂંટણી દરમિયાન સચિન પાયલટ અને સારાના અલગ થવાની ચર્ચાઓ પણ થઈ હતી. તે સમયે આને અફવા ગણાવીને ફગાવી દેવામાં આવી હતી. પાયલટે જાન્યુઆરી 2004માં સારા પાયલટ સાથે લગ્ન કર્યા હતા. સારા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાની પુત્રી અને ઓમર અબ્દુલ્લાની બહેન છે. ડિસેમ્બર 2018માં સચિન પાયલટે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. તે દરમિયાન સારા પાયલોટ, બંને પુત્રો અને ફારૂક અબ્દુલ્લા પણ ફંક્શનમાં હાજર રહ્યા હતા.

સારાનો પરિવાર સચિન પાયલટ સાથેના લગ્નની વિરુદ્ધ હતો
પાયલટની લવસ્ટોરી સંપૂર્ણપણે ફિલ્મી છે. સચિન અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીની વોર્ટન સ્કૂલમાં હતા. તે દરમિયાન તે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની બહેન સારાને મળ્યા.

19 વર્ષ પહેલા લગ્ન થયા હતા

સચિન અને સારાએ જાન્યુઆરી 2004માં લગ્ન કર્યા હતા. અબ્દુલ્લા પરિવારે લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. સચિને લગ્નના થોડા મહિના પછી જ રાજનીતિના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. માત્ર 26 વર્ષની ઉંમરે, તેઓ દૌસાથી તેમની પ્રથમ લોકસભા ચૂંટણી લડીને અને મોટા માર્જિનથી જીતીને સૌથી યુવા સાંસદ બન્યા. થોડા સમય પછી અબ્દુલ્લા પરિવારે પણ પોતાની નારાજગી ભૂલીને સચિન પાયલટને પોતાના જમાઈ તરીકે સ્વીકારી લીધો.


Spread the love

Related posts

24 વર્ષનો રેકોર્ડ હેમંત સોરેને તોડયો,આ 5 કારણોથી ભાજપ પાછળ રહી ગઈ

Team News Updates

National:શુદ્ધિકરણ થયું  મંદિરનું:તિરુપતિ લાડુ વિવાદ,પરિસરમાં 4 કલાક મહાશાંતિ યજ્ઞ; પ્રસાદ બનાવવા માટેનું રસોડું દૂધ, દહીં અને ગૌમૂત્રથી શુદ્ધ કર્યું

Team News Updates

મુંબઈમાં કન્સ્ટ્રક્શન લિફ્ટ 40મા માળેથી પડી:7 મજૂરોના મોત; કેબલ તૂટવાને કારણે દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા

Team News Updates