News Updates
EXCLUSIVEGUJARATRAJKOT

VIRAL VIDEO:સૌરાષ્ટ્રમાં ST બસનાં HOTEL STOP પર કોનું તગડું સેટીંગ??

Spread the love

વાયરલ વિડીયોમાં હાઈવે હોટલ પર ડબલ ભાવ લઈને દાદાગીરી, ગ્રાહક સુરક્ષાનાં કાયદાનો ઉલાળિયો

MRPથી વધુ ભાવ લેવા પર કોની રહેમ નજર???

તા.૨૪,રાજકોટ: એસટી અમારી, સલામત સવારી આ સૂત્રનો સાથ લઈને ગુજરાત સરકારનાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ(GSRTC) દ્વારા ચાલતી અને પ્રજાને એક સ્થળેથી બીજા સ્થળે જવામાં મદદરૂપ બનતી એસટી બસોની આ વાત કરવામાં આવી રહી છે.

ગુજરાત સરકાર દ્વારા જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા ત્યારે સૂત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કે, “એસટી અમારી, સલામત સવારી” આ સૂત્ર તે સમયે તો ચરિતાર્થ થયું હતું અને હાલમાં પણ અંશ:ત ચરિતાર્થ થઇ રહ્યું છે. પરંતુ સમયની સાથે એસટી વિભાગે પણ ટેકનોલોજી સાથે કદમ મિલાવ્યા અને લોકલ બસ બાદ, એક્સપ્રેસ, ગુર્જરનગરી ત્યારબાદ સ્લીપર કોચ અને હાલમાં અત્યાધુનિક વોલ્વો તથા ઇલેક્ટ્રિક બસ પણ એસટી વિભાગમાં જોવા મળી રહી છે. જે ગુજરાતની પ્રજાને ખુબ જ ફાયદારૂપ સાબિત થઇ રહી છે.

પરંતુ હવે વાત કરવી છે, એસટી બસોનાં ખાનગી સ્ટોપની આ વિડીયોમાં એક જાગૃત નાગરિક દ્વારા સ્પષ્ટપણે બતાવવામાં આવી રહ્યું છે કે, એસટી બસ ખાનગી હોટલ પર સ્ટોપ કરે છે અને હોટલ સંચાલકો દ્વારા એસટીનાં મુસાફરો એટલે કે પ્રજાજનોને ખુલ્લેઆમ લુંટવામાં આવી રહ્યા છે. આ વિડીયો રાજકોટથી જેતપુર તરફ જતી એસટી બસનો છે.આ વિડીયોમાં બતાવવામાં આવેલી હોટેલ ધ ગ્રાન્ડ ઋષિ રાજકોટ-જેતપુર હાઈવે પર ચરખડી ગામનાં પાટીયા પાસે આવેલ છે. ન્યુઝ અપડેટ્સ મીડિયા વિડીયોની પુષ્ટિ કરતુ નથી. પરંતુ આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ભારે ધૂમ મચાવી રહ્યો છે. અને જે જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે તે સ્પષ્ટપણે સાબિત થઇ રહ્યું છે કે, હોટલ સંચાલકોનું એસટી વિભાગ સાથે કઈક ને કઈક તો સેટિંગ હશે જ….

ઉલ્લેખનીય છે કે, આ વિડીયો જોઇને એસટી વિભાગનાં વડા, એસટી બસોનાં લુંટાતા મુસાફરો માટે કોઈ કડક કાર્યવાહી કરશે કે, આંખ આડા કાન કરીને આ લુંટ પ્રવુતિને પ્રોત્સાહન આપશે?? તે સમય બતાવશે..


Spread the love

Related posts

3000 બોટલ દારૂ-બીયર પર રોડ રોલર ફરી વળ્યું: પ્રાંત અધિકારી, ડિવાયેસપી, મામલતદાર રહ્યા હાજર,રાણપુર શહેરના સીરી ગ્રાઉન્ડ પર રૂ. 8. 50 લાખની કિંમતના દારૂ-બીયરના જથ્થાનો નાશ કરાયો

Team News Updates

રાજકોટમાં મહિલા દિવસે અનોખું સત્કાર્ય:સરકારી હોસ્પિટલમાં જન્મેલી દીકરીઓને સોનાની ચૂંક, રૂ.100 અને ગુલાબનું ફૂલ આપી વધામણાં કરાયા

Team News Updates

રાત્રે ઘુવડને જોવું શુભ છે કે અશુભ, જાણો મુશ્કેલીઓ દૂર થાય છે કે નહીં

Team News Updates