News Updates
AHMEDABAD

અમદાવાદમાં ડ્રગ્સની હેરફેરી યથાવત, પોલીસે ડ્રગ્સ પેડલરની કરી ધરપકડ

Spread the love

ખેડામાં આયુર્વેદિક સિરપ કાંડ બાદ અમદાવાદમાં પોલીસે ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક ઝડપ્યું છે. જેમાં રૂ 10 લાખના ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વટવાથી ડ્રગ્સનો જથ્થો જુહાપુરા ડિલિવરી કરવા જતા ડ્રગ્સ પેડલર રંગે હાથે ઝડપાયો છે. MD ડ્રગ્સના નશાનું નેટવર્ક ક્યાં પથરાયેલું છે તેને લઈ કેટલીક માહિતી સામે આવી છે. 

અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો વધતો જઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ડ્રગ્સની હેરફેરી કરનાર ડ્રગ્સ પેડલર મુજાહિદ શેખની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. તેની પાસેથી 101 ગ્રામમી MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું. જેની કિંમત રૂ 10 લાખ છે.

સરખેજ પોલીસને બાતમી મળી કે અંબર ટાવર પાછળ આવેલા ઔડાના મકાન તરફ સ્કૂટર પર એક શખ્સ ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો છે. જેથી પોલીસે વોચ ગોઠવીને ડ્રગ્સ પેડલર મુજાહિદ શેખ ડ્રગ્સની ડિલિવરી આપવા પહોંચ્યો ત્યારે પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે રંગે હાથે ઝડપી લીધો. તેની પાસેથી MD ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ અને સ્કૂટર જપ્ત કર્યો છે.

પકડાયેલ ડ્રગ્સ પેડલર મુજાહિદ શેખ વટવાનો રહેવાસી છે અને ડ્રગ્સની હેરાફેરી માટે એક ડિલિવરી ના 10 હજાર રૂપિયા લેતો હોવાનું ખુલ્યું છે. મુખ્ય સૂત્રધાર મુનાફ લકુમ છે. જે ડ્રગ્સ માફિયા પાસેથી ડ્રગ્સ લાવીને મુજાહિદને ડિલિવરી કરવા મોકલતો હતો. આ ડ્રગ્સ પેડલરોએ 3 વખત જુહાપુરા માં ડ્રગ્સ સપ્લાય કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

મુંજાહિદ અને મુનાફ બન્ને વટવાના રહેવાસી છે અને મિત્રો પણ છે. ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા તેઓ ડ્રગ્સના કાળા કારોબારમાં જોડાયા હતા. જેમાં વોન્ટેડ આરોપી મૂનાફ વિરુદ્ધ મારામારી સહિત ના અનેક ગુના નોંધાયા છે. જેમાં તેને પાસા પણ કરવામાં આવી હતી.

સરખેજમાંથી ડ્રગ્સની હેરાફેરીના નેટર્વકમાં અન્ય કોઈ ડ્રગ્સ પેડલરની સંડોવણી છે કે નહીં અને જુહાપુરામાં કોને ડ્રગ્સ આપવા માટે આરોપી જઈ રહ્યો હતો તે મુદ્દે વધુ પુછપરછ શરૂ કરી છે. નોંધનીય છે કે ખેડામાં કફ શિરપ અને આયુર્વેદિક શિરપ કાંડ માં 5 યુવકોના મોત બાદ અમદાવાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે.


Spread the love

Related posts

ચોટીલા દર્શન કરી પરત ફરી રહેલા પરિવારનો છોટાહાથી ટ્રક પાછળ ઘૂસ્યો, 5 મહિલા, 3 બાળક, 2 પુરુષનાં ઘટનાસ્થળે મોત, 10ને ઈજા, CMએ દુઃખ વ્યક્ત કર્યું

Team News Updates

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોલેરો વકર્યો, ઝાડા ઉલટી અને ડેન્ગ્યુના રોજના 50થી વધુ કેસ

Team News Updates

Ahmedabad police: અમદાવાદના નવા પોલીસ કમિશ્નર જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો, અગાઉ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હતા

Team News Updates