News Updates
EXCLUSIVEGUJARAT

લો કરલો બાત!! GUJARATમાં આ જગ્યાએ હવે દારૂની છુટ..

Spread the love

GIFTમાં સ્થાપાયેલી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ થશે.

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (gift city) ખાતે લીકર પરિમિશનને લઈ રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગાંધીનગર: ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT) ખાતે લીકર પરિમિશનને લઈ રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.  

ગીફ્ટ સીટીમાં કામ કરતા કર્મચારી અને અધિકારીઓ તેમજ ગીફ્ટ સીટીની મુલાકાતે આવનારા લોકોને દારુના સેવનની મંજૂરી આપવામાં આવશે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિય ટેક સીટીએ ગ્લોબલ ફાઈનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જ્યા આર્થિક ગતિવિધિઓ ધમધમે છે. ગીફ્ટ સીટીમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીઓ પોતાની ઓફિસ ધરાવે છે.  

સરકારે પ્રેસનોટ જાહેર કરી માહિતી આપી છે કે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક સિટીએ ગ્લોબલ ફાઇનાન્સિયલ અને ટેક્નોલોજીનું હબ છે. ત્યારે ગિફ્ટ સિટીમાં સ્થાપાયેલી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબીશનના નિયમોમાં ફેરફાર કરવા માટે ઉચ્ચ કક્ષાએ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીનગર પાસે આવેલુ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) ભારતનું સૌપ્રથમ સ્માર્ટસિટી છે. ગિફ્ટ સિટી અંદાજે 900 એકરમાં ફેલાયું છે.  ગિફ્ટ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિક છે. સંકુલમાં ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ, યૂટીલિટી ટનલ, કચરો એકત્ર કરવા માટે ઓટોમેટિક સિસ્ટમ જેવી સુવિધા પણ છે.  ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) આવેલું છે. અહીં હોટેલ, ક્લબ હાઉસ, એફોર્ડેબલ હાઉસ તેમજ રહેણાંક એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

ગિફ્ટ સિટીમાં આવેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ અનોખો છે. ગિફ્ટ સિટીના કોઈપણ સંકુલમાં તમે નળમાંથી પીવાનું પાણી લઈ શકો છો. તેનું સમગ્ર સ્ટ્રક્ચર બાઉન્ડ્રી લેસ છે. અર્થાત્ એકપણ ટાવરને કંપાઉન્ડ વોલથી કવર કરવામાં આવ્યું નથી. જમીનના બહેતર ઉપયોગ માટે આ સિસ્ટમ અપનાવવામાં આવી છે. 

સામાન્ય રીતે બહુમાળી ઈમારતમાં પાણી, ડ્રેનેજ અને વાયરિંગની લાઈન પહોંચાડવા ખાડા ખોદવા પડતાં હોય છે પણ ગિફ્ટ સિટીમાં એક યૂટીલિટી ટનલ બનાવવામાં આ‌વી છે. તમામ પ્રકારની લાઈન આ ટનલમાંથી જ પસાર થાય છે. ટનલમાં એક્ઝોસ્ટ સિસ્ટમ રાખવામાં આવી છે. જેથી અંદર કામ કરનારાને ક્યારેય ગૂંગળામણનો પ્રશ્ન નડે નહીં. 

બિલ્ડિંગના દરેક ફ્લોરની એક વિન્ડો ટનલ સાથે જોડાયેલી છે જેમાં ઓર્ગેનિક અને અનઓર્ગેનિક કચરો અલગ નખાય છે. તમામ કચરો વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટમાં જાય છે અને ઓર્ગેનિક કચરામાંથી ખાતર બને છે. 

9માથી એકપણ ટાવરમાં અલગ એસી નથી. ડિસ્ટ્રિક્ટ કુલિંગ પ્લાન્ટ જ બધે એસી પૂરું પાડે છે. બહાર કોઈ આઉટડોર યુનિટ નથી. પ્લાન્ટથી બધા ટાવરમાં સરખી ઠંડક મળી રહે છે અને વીજ બિલમાં 30 ટકા  બચત થાય છે.

આ વિકાસ અને પરિયોજના લાગુ કરવા માટે ગુજરાત સરકારે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની લીમીટેડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીજીંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસ કંપનીને ભેગી કરીને આ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ કંપની લીમીટેડ બનાવી છે. એપ્રિલ ૨૦૨૧ મુજબ ગિફ્ટ સીટીમાં ૨૨૫ એકમો/કંપની કાર્યરત છે અને તેમાં કુલ ૧૨,૦૦૦ વ્યક્તિઓ જોડાયેલા છે. 


Spread the love

Related posts

VIRAL VIDEO:સૌરાષ્ટ્રમાં ST બસનાં HOTEL STOP પર કોનું તગડું સેટીંગ??

Team News Updates

ગીર સોમનાથના ખેડૂતો પર્યાવરણનું જતન કરી અપનાવી રહ્યાં છે પ્રાકૃતિક ખેતી

Team News Updates

સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં કાયમી ધોરણે થર્ડ એસી ઇકોનોમી કોચ લગાડવવામાં આવશે

Team News Updates