News Updates
SURAT

સુરતમાં ગેસ લીકેજથી આગ:રસોઈ બનાવતા સમયે જ ગેસના બાટલામાં આગ લાગતા એક જ પરિવારના 3 લોકો દાઝ્યા, 1 વર્ષના દીકરાનું મોત, એકનો એક પુત્ર હતો

Spread the love

સુરતના ભેસ્તાન વિસ્તારની શ્રીનાથ સોસાયટીમાં ગેસના બાટલામાં આગ લાગી ગઈ હતી. ગેસના બાટલામાં આગ લાગતા એક પરિવાર 3 લોકો દાઝ્યા હતા. માતા રસોઈ બનાવી રહી હતી. દરમિયાન ગેસની બાટલો લીકેજ થતાં આગ લાગી હતી. એકના એક બાળકનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

બિહારનો પરિવાર મિલમાં નોકરી કરે છે
મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલમાં સુરતના ભેસ્તાન સ્થિત શ્રીનાથ સોસાયટીમાં સુબોધન પ્રસાદ પરિવાર સાથે રહે છે અને મિલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પત્ની ગુડિયા કુમારી ઘરમાં રસોઈ કરી રહી હતી એ દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી ગઈ હતી. જેમાં 24 વર્ષીય ગુડિયા કુમારી, તેનો 1 વર્ષીય પુત્ર સુમિતરાજ અને 22 વર્ષીય ભાઈ નીરજ ગંભીર રીતે દાઝી ગયા હતા.

હોસ્પિટલ ખસેડાયેલા બેની હાલત ગંભીર
બાળક સહિત દાઝેલા ત્રણેય લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં 1 વર્ષના બાળક સુમિતરાજનું મોત નીપજ્યું છે. એકના એક વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો, બીજી તરફ ગુડિયા કુમારી અને તેનો ભાઈ હાલ સારવાર હેઠળ છે. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

દીકરી અને ભાઈ હોસ્પિટલમાં દાખલ
શીતલ યાદવ (સબંધી)એ જણાવ્યું હતું કે, છોકરી જમવાનું બનાવી રહી હતી એ દરમિયાન લીકેજ થતા આગ લાગી હતી, અમને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં 3 લોકો દાઝ્યા છે. આ ઘટનામાં નાના દીકરાનું મોત થયું છે. જ્યારે દીકરી અને તેનો ભાઈ હોસ્પિટલમાં દાખલ છે.


Spread the love

Related posts

‘જેને સહારો આપ્યો તેને અંધારામાં રાખી પ્રેમ લગ્ન કરવા યોગ્ય નથી’, લવ મેરેજ મુદ્દે નરેશ પટેલનું મોટું નિવેદન

Team News Updates

કપાળ-બંને હાથમાં ચકામાનાં નિશાન મળ્યાં,સુરતના કાપડના વેપારીનું બોથડ પદાર્થથી મોત થયાનું ખૂલ્યું:કસ્ટોડિયલ ડેથમાં ફોરેન્સિક PM કરાયું

Team News Updates

આપઘાત પહેલાં વીડિયો બનાવ્યો:સુરતમાં પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, સાસરિયાંએ ત્રાસ આપતાં પગલું ભર્યું, છેલ્લા વીડિયોમાં પતિને જવાબદાર ઠેરવ્યો

Team News Updates